હનુમાનજીની આરતી (Hanuman Aarti Lyrics in Gujarati) એક પ્રસિદ્ધ હિંદૂ ધાર્મિક આરતી છે, જે હનુમાનજીને સમર્પિત છે. આ આરતીમાં હનુમાનજીના ગુણો, દિવ્યતાઓ, મહિમા, ભક્તિ અને વિનંતીઓની કહેવત સમજાવામાં આવી છે. આરતીના શબ્દો ભક્તોને આધ્યાત્મિકતા નો અનુભવ કરાવે છે અને તેમને હનુમાનજીની કૃપા, સહાય અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
હનુમાન દાદાની આરતી
Hanuman Aarti Lyrics in Gujarati
ધાર્મિક ઉત્સવોમાં હનુમાનજીની પૂજા અને આરતી કરવામાં આવે છે. પુજારી અને ભક્તો દ્વારા આરતીનું ગાયન કરીને હનુમાનજીને પ્રસન્ન કરવામાં આવે છે. હનુમાનજીની આરતી માં કોઈ પણ ભક્ત હનુમાનજી ના મંદિરમાં આવીને આરતીમાં ભાગ લઇ શકે છે. ભક્તો દ્વારા રામભજન અને હનુમાનજીની સ્તુતિ પણ કરવામાં આવે છે. હનુમાનજી ની આરતી કરીને ભક્તો આનંદ અને શાંતિ નો અનુભવ પણ કરે છે.
હનુમાનજી એક શક્તિશાળી દેવ છે કે જેમની લાખો લોકો દ્વારા રોજ આરાધના કરવામાં આવે છે. ભક્તો તેમની એક રક્ષક તરીકે પૂજા કરે છે. હનુમાનજીની આરાધના કરીને ભક્તો પોતાના મન ને શાંત, પ્રસન્ન, ઉન્નતિ અને પ્રસિદ્ધિ મેળવે છે. હનુમાનજીની આરાધના દ્વારા મેળવેલ આશીર્વાદ ભક્તોને એમના સુખમય જીવનનો અહેસાસ કરાવે છે.
સાળંગપુર હનુમાન દાદાની આરતી સમય
સાળંગપુર હનુમાન દાદાની આરતી સમય મંદિર ની વેબસાઈટ પર થી આપ જાણી શકો છો. આરતી નો સમય નીચે આપેલ કોષ્ટક માં વાંચી શકો છો.
આરતી | દિવસ | આરતી સમય |
---|---|---|
શણગાર આરતી | દર સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવાર | સવારે ૫ કલાક અને ૪૫ મિનિટે |
મંગળા આરતી | દર શનિવાર, મંગળવાર અને પૂનમનાં દિવસે | સવારે ૫ કલાક અને ૩૦ મિનિટે |
શણગાર આરતી | દર શનિવાર, મંગળવાર અને પૂનમનાં દિવસે | સવારે ૭ વાગે |
સંધ્યા આરતી | દરરોજ | સાંજે ૬ કલાક અને ૧૫ મિનિટે |
સાળંગપુર હનુમાનજીની આરતી નો સમય તેની અધિકારી વેબસાઈટ પર થી લેવામાં આવી છે. આરતી ના સમય જાણવા માટે તમે સાળંગપુરની વેબસાઈટ જોઈ શકો છો.

હનુમાનજીની આરતી
આરતી કીજૈ હનુમાન લલા કી। દુષ્ટ દલન રઘુનાથ કલા કી।।
જાકે બલ સે ગિરિવર કાંપે। રોગ દોષ જાકે નિકટ ન ઝાંકે।।
અંજનિ પુત્ર મહાબલદાયી। સંતાન કે પ્રભુ સદા સહાઈ।।
દે બીરા રઘુનાથ પઠાએ। લંકા જારી સિયા સુધ લાએ।।
લંકા સો કોટ સમુદ્ર સી ખાઈ। જાત પવનસુત બાર ન લાઈ।।
લંકા જારી અસુર સંહારે। સિયારામજી કે કાજ સંવારે।।
લક્ષ્મણ મૂર્છિત પડે સકારે। આણિ સંજીવન પ્રાણ ઉબારે।।
પૈઠી પતાલ તોરિ જમકારે। અહિરાવણ કી ભુજા ઉખાડ઼ે।।
બાએં ભુજા અસુર દલ મારે। દાહિને ભુજા સંતજન તારે।।
સુર–નર–મુનિ જન આરતી ઉતારે। જૈ જૈ જૈ હનુમાન ઉચારે।।
કંચન થાર કપૂર લૌ છાઈ। આરતી કરત અંજના માઈ।।
લંકવિધ્વંસ કીન્હ રઘુરાઈ। તુલસીદાસ પ્રભુ કીરતિ ગાઈ।।
જો હનુમાનજી કી આરતી ગાવૈ। બસી બૈકુંઠ પરમપદ પાવૈ।।
આરતી કી જય હનુમાન લાલા કી, દુષત દલાન રાગનાથ કલા કી।।
હનુમાન આરતી પ્રક્રિયા
હનુમાનજીના આશીર્વાદ અને શક્તિ મેળવવા માટે હનુમાન આરતી કરવામાં આવે છે. હનુમાન દાદાની આરતી માટે આપ નીચે દર્શાવેલ માહિતી અનુસરો.
(૧) સ્થળ પસંદ કરો: પ્રાર્થના કરવા માટે સ્વચ્છ અને શાંતિદાયક સ્થાન પસંદ કરો. તમે તમારા ઘર, ઓફિસ અથવા નજીકના હનુમાનજીના મંદિર માં આપ હનુમાન ચાલીસા ની આરતી કરી શકો છો.
(૨) હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો: જય હનુમાન આરતી કરવા માટે તમે હનુમાનજીની મૂર્તિ અથવા ફોટોની સામે બેસો. આરતી ની થાળી માં દીવો પ્રગટાવો. આરતી શરૂ કરતા પહેલા હનુમાનજી ને બે હાથ જોડીને પ્રણામ કરો. મૂર્તિ અથવા ફોટો પર ફૂલો અર્પણ કરો.
(૩) હનુમાન કી આરતી: હવે તમે આરતી ની શરૂઆત કરો. આરતીના પ્રારંભમાં આપ ઓમ હનુમતે નમઃ મંત્રથી શરૂ કરો. આપ હનુમાનજી ની મૂર્તિ અથવા ફોટા ની સામે મસ્તક થી લઇ ને પગ સુધી થાળી ને ફેરવો.
(૪) હનુમાન ચાલીસા ની આરતી: આપ આ આરતી કર્યા પછી હનુમાન ચાલીસા ગુજરાતીમાં પણ કરી શકો છો.
(૫) પ્રસાદ વહેચણી: આરતી ની સમાપ્તિ પછી આપ પ્રસાદ નું વિતરણ અવશ્ય કરો. આપ તમારી આસપાસ રહેલા તમામ લોકો ને પ્રસાદ વહેચવો.
તમને અહીં હિન્દી અને અંગ્રેજીમાં Hanuman Chalisa PDF વાંચી શકો છો.
હનુમાનજી આરતી ફાયદા
હનુમાનજી ની આરતી નિયમિત રૂપે કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. કેટલાક ફાયદાઓ નીચે પ્રમાણે છે.
(૧) માનસિક શાંતિ: પ્રતિદિન હનુમાનજી ની આરતી કરવાથી અથવા હનુમાનજી ના મંદિર માં આરતી માં ભાગ લેવાથી તમારા મનને શાંતિ મળે છે. આરતી ના સ્વર સાથે ઝાલર ના અવાજ માં તમારા મનમાં કોઈ નકારાત્મક વિચારો આવતા નથી. તમારું મન આ બધા વિચારો થી દૂર રહે છે, તેમજ તમને માનસિક શાંતિ નો અહેસાસ કરાવે છે.
(૨) ધૈર્ય માં વૃદ્ધિ: આજ ના સમયમાં ધૈર્ય હોવું ખુબ જ જરૂરી છે. આ ઝડપી વીતી રહેલા સમયમાં ભક્તોમાં પોતાની ધૈર્ય કરવાની ક્ષમતા ઓછી થતી જાય છે. આ આરતી કરવાથી મનુષ્ય પોતાની ધૈર્ય અને શક્તિ માં વધારો થાય છે.
(૩) દુઃખો માંથી મુક્તિ: આજનું જીવન દુઃખો થી ભરેલું છે. હનુમાનજી ના દરેક ભક્તે હનુમાન આરતી, ચાલીસા, સુંદરકાંડ, બજરંગ બાણ નો પાઠ અને હનુમાન બાહુક ગુજરાતીમાં અવશ્ય કરવો જોઈએ.
(૪) વર્તન માં સુધારો: જો તમે આ આરતી પ્રતિદિન કરો છો, તો તમારા વર્તન અને દૈનિક ક્રિયાઓ વગેરેમાં સુધારો જોવા મળે છે.
જય કપી બળવંતા આરતી (Jay Kapi Balvanta Lyrics Gujarati)
શ્રી કષ્ટભંજન દેવની સાળંગપુર હનુમાનજીની આરતી આ મુજબ કરવામાં આવે છે.
જય કપિ બળવંતા, પ્રભુ જય કપિ બળવંતા,
સુરનર મુનિજન વંદિત, પદરજ હનુમંતા.
જય કપિ બળવંતા…
પ્રૌઢ પ્રતાપ પવન સુત, ત્રિભુવન જયકારી (૨)
અસુર રિપુ મદ ગંજન, ભય સંકટ હારી.
જય કપિ બળવંતા…
ભૂત પિશાચ વિકટ ગ્રહ, પીડત નહિ જંપે, (૨)
હનુમંત હાક સુણીને, થર થર થર કંપે.
જય કપિ બળવંતા…
રઘુવીર સહાય ઓળંગ્યો, સાગર અતિ ભારી, (૨)
સીતા શોધ લે આયે, કપિ લંકા જારી.
જય કપિ બળવંતા…
રામ ચરણ રતિ દાયક, શરણાગત ત્રાતા, (૨)
પ્રેમાનંદ કહે હનુમંત, વાંછિત ફળદાતા.
જય કપિ બળવંતા…
🙏 શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. 🙏
Also Read
હનુમાનજી આરતી ના પ્રશ્નો અને તેના જવાબ
હનુમાનજી ની આરતી ક્યારે કરવામાં આવે છે?
હનુમાનજી ની આરતી દરરોજ સવારે અને સાંજે હનુમાનજી ના મંદિરોમાં કરવામાં આવે છે. મંદિર ના પૂજારી દ્વારા આ વિશેષ આરતી કરવામાં આવે છે. આ આરતી તો લાભ લેવા માટે હનુમાનજી ના ભક્તોં મોટી સંખ્યામાં જોડાય છે.
સાળંગપુર હનુમાનજીનું મંદિર ક્યાં આવેલું છે?
ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે. સાળંગપુર ગામમાં શ્રી કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે.
હનુમાન દાદાની આરતી કરતી વખતે શુ ધ્યાન રાખવું જોઈએ?
હનુમાન દાદાની આરતી કરતી વખતે તમારે નકારાત્મક વિચારો થી દૂર રહેવું જોઈએ. તમારા મનમાં પ્રભુ શ્રી રામ અને હનુમાનજી ના વિચારો હોવા જોઈએ. શુદ્ધ અને સાફ કપડાં પહેરવા જોઈએ. હનુમાનજી ને તેલ અર્પણ કરવું જોઈએ. હનુમાનજી ને આંકડાની માળા અર્પણ કરવી જોઈએ. હનુમાનજી ને પ્રસાદ માં વડા અર્પણ કરવા જોઈએ. હનુમાનજી ની મૂર્તિ પર થી તમારા મસ્તક પર સિંદૂર નું તિલક કરવું જોઈએ.
હનુમાનજી ની આરતી કેટલા પ્રકારની હોય છે?
આરતી કીજે હનુમાન લલા કી અને જય કપિ બળવંતા આ આરતી હનુમાનજી ના મંદિર માં કરવામાં આવે છે. આમ તો દેશ માં હનુમાનજી ના ઘણા બધા મંદિરો આવેલા છે. આ મંદિરો માં અલગ પ્રકારે આરતી કરવામાં આવતી હોય છે.