Om Hanumate Namah: હનુમાન મંત્ર, Hanuman Jayanti Mantra

મંત્ર એટલે કોઈ શબ્દસમૂહ ને વારંવાર પુનરાવર્તિત ની ક્રિયા. હનુમાન મંત્ર (om hanumate namah) એક શક્તિશાળી મંત્ર છે જે ભગવાન હનુમાનજી મહારાજ ની કૃપા મેળવવા માટે દરરોજ ભક્તો દ્વારા સ્મરણ કરવામાં આવે છે. આમ તો હનુમાનજી મહારાજ ના ઘણા બધા મંત્ર છે જેમાં પંચમુખી હનુમાન મંત્ર પણ પ્રમુખ સ્થાન ધરાવે છે.

om hanumate namah, hanuman jayanti mantra, Hanuman mantra, હનુમાન મંત્ર

Om Hanumate Namah

એવું માનવામાં આવે છે કે નિરંતર આ મંત્ર ના જાપ કરવાથી શારીરિક ઉર્જા માં વધારો અને આધ્યાત્મિક શક્તિ નો વિકાસ થાય છે. હનુમાન મંત્ર નો જાપ તમને અનુકૂળ કોઈ પણ સમય એ આપ કરી શકો છો. આ મંત્ર એટલો શક્તિશાળી છે કે જેમાં હકારાત્મક ઉર્જા રહેલી છે અને તે વારંવાર જાપ કરવાથી તમારો આંતરિક વિકાસ કરવામાં મદદરૂપ થાય છે.

 

ॐ हनुमते नमः (ઓમ હનુમતે નમઃ)

 

આપ નીચે દર્શાવેલ મુજબ વિવિધ હનુમાન મંત્ર ના જાપ કરી શકો છો.

    1. हं हनुमते नमः (હં હનુમતે નમઃ) – આ મંત્ર ભગવાન હનુમાનજી મહારાજની મહાનતા, ઉર્જા અને શક્તિ સાથે સંકળાયેલ છે. જો તમે આ મંત્ર નો જાપ કરો છો તો તમને હિમંત, મુશ્કેલીઓ સામે રક્ષણ અને અવરોધો ને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
    2. ॐ हनु हनुमते नमः (ઓમ હનુ હનુમતે નમઃ) – ભગવાન હનુમાનજી મહારાજની નિર્ભયતા અને બહાદુરી સાથે સંકળાયેલ છે. જો તમે આ મંત્ર નો જાપ કરો છો તો તમને સંપૂર્ણ રીતે રોગો ને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
    3. હનુમાન ચાલીસા મંત્ર –
      શ્રીગુરુ ચરણ સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારી।
      વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ॥
  • હનુમાન ચાલીસાનો પ્રારંભિક શ્લોક છે, જે ભગવાન હનુમાનને સમર્પિત ભક્તિ સ્તોત્ર છે. હનુમાન ચાલીસા મંત્રનો જાપ કરવાથી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, દુષ્ટતાથી રક્ષણ મળે છે અને આધ્યાત્મિક વૃદ્ધિ થાય છે.

હનુમાન મંત્ર (જાપ) 

  1. ॐ अंजनेय विद्महे, वायुपुत्रय धीमहि, तन्नो हनुमान प्रचोदयात् ॥
    (ઓમ અંજનેય વિદ્મહે, વાયુપુત્રાય ધીમહી, તન્નો હનુમાન પ્રચોદયાત્)
    આ મંત્ર ભગવાન હનુમાનજી મહારાજને આમંત્રણ પાઠવે છે. જો તમે આ મંત્ર નો જાપ કરો છો તો તમને આશીર્વાદ, શાણપણ અને માર્ગદર્શનમાં મદદરૂપ થાય છે.
  2. ॐ श्री हनुमते नमः (ઓમ શ્રી હનુમતે નમઃ)
  3. हं पवन नंदनाय स्वाहा (હં પાવન નંદનાય સ્વાહા)
  4. ॐ हं हनुमते नमः (ओम हं हनुमते नमः)

 

|| ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ કટ સ્વાહા ||

 

Also Read

Hanuman Mantra Lyrics in English

Hanuman Mantra Lyrics in Hindi