sunderkand gujarati pdf,સુંદરકાંડ, sunderkand lyrics in gujarati, sundar kand gujarati, sundar kand in gujarati, sunderkand gujarati pdf gita press

સુંદરકાંડ – Sunderkand Lyrics in Gujarati PDF

સુંદરકાંડ(Sunderkand Gujarati PDF) એ હિન્દુ મહાકાવ્ય રામાયણનું પાંચમું પુસ્તક છે કે જેમાં લેખક વાલ્મીકિ મહર્ષિ એ રામાયણના મહત્વના ભાગોનું વર્ણન કર્યું છે. સુંદરકાંડમાં હનુમાનજીની કથા, તેમના પરાક્રમો, રામભક્તિનું મહત્વ, લંકાનું દહન વગેરે ઘટનાઓ દર્શાવામાં આવી છે. સુંદરકાંડમાં રામાયણ કથાના આરંભમાં હનુમાનજીની કથા, ધૈર્ય, શક્તિ અને પ્રદર્શન દર્શાવામાં આવ્યું છે. સુંદરકાંડ માં ભગવાન રામ નો વનવાસ અને તે સમયે થયેલી ઘટનાઓ નું વર્ણન કરવામાં આવ્યું છે.

 

સુંદરકાંડ

sunderkand gujarati pdf,સુંદરકાંડ, sunderkand lyrics in gujarati, sundar kand gujarati, sundar kand in gujarati, sunderkand gujarati pdf gita press

સુંદરકાંડ ની માંગલી સ્તુતિ, ચોપાઈઓ અને ભક્તિની આરતી હનુમાનજીને દુષ્ટની નિવારણ માટે આરાધનાની એક શક્તિપૂર્ણ પ્રક્રિયા છે. હનુમાનજી સુંદરકાંડની આરાધના રોગની નિવારણ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આરતીના ચોપાઈઓ અને સ્તુતિઓમાં અંગેની જાણકારીઓ રોગની નિવારણ માટે અમલે છે. હનુમાનજીની આરાધના દ્વારા વ્યક્તિ અને સમાજ માંથી વિભિન્ન સંકટો, વિપત્તિઓ અને બંધનોને મુકતિ મેળવી શકે છે. સુંદરકાંડની પાઠ આપેલા ચોપાઇઓ, સ્તુતિઓ અને આરતી હનુમાનજીને પ્રેમ અને સમર્પણનું અનુભવ કરાવે છે. તેના પાઠ મારા માનસિક શાંતિ અને સ્થિરતાને અપાર પ્રભાવ આપે છે. સમસ્ત છળકાવટો, ચિંતાઓ અને સંકટો હરી જાય છે અને મને પ્રસન્નતાનું અનુભવ થાય છે.

 

શ્રીરામચરિતમાનસ

પંચમ સોપાન

શ્લોક

શાન્ત શાશ્વતમપ્રમેયમનઘં નિર્વાણશાંતિપ્રદં
બ્રહ્માશંભુફનીન્દ્રસેવ્યમનિશં વેદાન્તવેધ વિભૂમ l
રામાખ્યમ જગદીશ્વરં સુરગુરું માયામનુષ્યમ હરિ
વન્દેડહં કરૂણાકરં રઘુવરં ભૂપાલચૂડામણિમ ll ૧ ll

નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયેડસ્મદીયે
સત્યમ વદામિ ચ ભવાનખિલાન્તરાત્મા l
ભક્તિ પ્રયચ્છ રઘુપુડગવ નિર્ભરાં મે
કામારદિદોષરહિતં કુરુ માનસં ચ ll ૨ ll

અતુલિતબલધામં હેમશૈલાભદેહં
દનુજવનકૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યમ્ l
સકલગુણનિધાનં વાનરાણામધીશં
રઘુપતિપ્રિયભક્તં વાતજાતં નમામિ ll ૩ ll

જામવંત કે બચન સુહાએ, સુનિ હનુમંત હૃદય અતિ ભાએ.
તબ લગિ મોહિ પરિખેહુ તુમ્હ ભાઈ, સહિ દુખ કંદ મૂલ ફલ ખાઈ. 
જબ લગિ આવૌં સીતહિ દેખી, હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી,
યહ કહિ નાઇ સબન્હિ કહુમાથા, ચલેઉ હરષિ હિયધરિ રઘુનાથા.

જાંબુવાન ના સુંદર વચનો સાંભળી હનુમાનજી હૃદય માં ઘણાજ પ્રસન્ન થયા, અને બોલ્યા
હે ભાઈ! તમે દુઃખો સહી કંદ, મૂળ તથા ફળ ખાઈને જ્યાં સુધી હું સીતાજીને જોઈને પાછો આવું ત્યાં સુધી મારી રાહ જોજો; કામ અવશ્ય થશે; કેમકે મને ઘણો હર્ષ છે.
એમ કહી સર્વને મસ્તક નમાવી, રઘુનાથજી ને હૃદયમાં ધરી હનુમાનજી હર્ષિત થઇ ચાલ્યા.

સિંધુ તીર એક ભૂધર સુંદર, કૌતુક કૂદિ ચઢ઼ેઉ તા ઊપર.
બાર બાર રઘુબીર સારી, તરકેઉ પવનતનય બલ ભારી.

સમુદ્રના તીર પર એક સુંદર પર્વત હતો. હનુમાનજી રમત માત્ર માં તેના ઉપર ચડ્યા,
તેમજ વારંવાર શ્રી રઘુવીરનું સ્મરણ કરી અત્યંત બળવાન હનુમાનજી તેના પરથી ઘણા વેગ થી ઉછળ્યા.

જેહિં ગિરિ ચરન દેઇ હનુમંતા, ચલેઉ સો ગા પાતાલ તુરંતા.
જિમિ અમોઘ રઘુપતિ કર બાના, એહી ભાતિ ચલેઉ હનુમાના.
જલનિધિ રઘુપતિ દૂત બિચારી, તૈં મૈનાક હોહિ શ્રમહારી.

જેવા પર્વત પર હનુમાનજી પગ દઈ ઉછાળ્યા, તે તરતજ પાતાળમાં પેસીગયો.
જેમ રઘુનાથજી નું અમોધ બાણ જાય, તે પ્રકારે હનુમાનજી ચાલ્યા.
સમુદ્રે તેમને શ્રી રઘુનાથજી ના દૂત જાણી મૈનાક પર્વત ને કહ્યું કે-
હે મૈનાક! તું તેમના થાકને દુર કરનારો થા.

સિંધુ બચન સુની કાન ,તુરત ઉઠેઉ મૈનાક તબ.
કપીકહ્ કીન્હ પ્રણામ,પુલકિત તનું કર જોરિ કરિ.

સમુદ્ર નાં વચન સાંભળી તે સમયે મૈનાક પર્વત તરત ઉઠ્યો અને શરીરે રોમાંચિત થઇ હાથ જોડી તેણે હનુમાન ને પ્રણામ કર્યા.

હનૂમાન તેહિ પરસા કર પુનિ કીન્હ પ્રનામ.
રામ કાજુ કીન્હેં બિનુ મોહિ કહા બિશ્રામ.

હનુમાનજીએ તેને હાથથી સ્પર્શ કર્યો અને પ્રણામ કરી કહ્યું;
હે ભાઈ! શ્રી રામચંદ્રજી નું કામ કર્યા વિના મને વિસામો ક્યાં છે?

ચોપાઈ

જાત પવનસુત દેવન્હ દેખા, જાનૈં કહુબલ બુદ્ધિ બિસેષા.
સુરસા નામ અહિન્હ કૈ માતા, પઠઇન્હિ આઇ કહી તેહિં બાતા.

દેવોએ પવન પુત્ર શ્રી હનુમાનજી ને જતા જોયા, તેમના વિશેષ બળ-બુદ્ધિ જાણવા તેમણે સુરસા નામની સર્પોની માતા ને મોકલી. તેણે આવી હનુમાનજી ને વાત કહી.

આજુ સુરન્હ મોહિ દીન્હ અહારા, સુનત બચન કહ પવનકુમારા.
રામ કાજુ કરિ ફિરિ મૈં આવૌં, સીતા કઇ સુધિ પ્રભુહિ સુનાવૌં.

આજે દેવોએ મને ભોજન આપ્યું છે, એ વચન સાંભળી પવનકુમાર હનુમાનજીએ કહ્યું
શ્રી રામનું કાર્ય કરી હું પાછો આવું અને સીતાજી ની ખબર પ્રભુને સંભળાવી દઉં.

તબ તવ બદન પૈઠિહઉઆઈ, સત્ય કહઉમોહિ જાન દે માઈ.
કવનેહુ જતન દેઇ નહિં જાના, ગ્રસસિ ન મોહિ કહેઉ હનુમાના.

તે પછી હું આવી તમારા મુખમાં પેસી જઈશ.
હે માતા! હું સત્ય કહું છું.હમણાં મને જવાદો.
જયારે કોઈ ઉપાયે તેણે જવા ન દીધા, ત્યારે હનુમાનજીએ કહ્યું તો પછી મને કેમ ખાતાં નથી.

જોજન ભરિ તેહિં બદનું પસારા.
કપિ તનુ કીન્હ દુગુન બિસ્તારા.

સોરહ જોજન મુખ તેહિં ઠયઊ.
તુરત પવન સુત બત્તીસ ભયઊ.

જસ જસ સુરસા બદનુ બઢાવા.
તાસુ દુન કપિ રૂપ દેખાવા.

સત જોજન તેહિં આનન કીન્હા.
અતિ લઘુ રૂપ પવનસુત લીન્હા.

બદન પઇઠી પુનિ બાહેર આવા.
માગા બિદા તાહિ સિરુ નાવા.

મોહિ સુરન્હ જેહિ લાગિ પઠાવા.
બુધિ બલ મરમુ તૌર મૈ પાવા.

રામ કાજુ સબુ કરિહહુ તુમ્હ બલ બુદ્ધિ નિધાન.
આશિષ દેઇ ગઈ સો હરિષ ચલેઉ હનુમાન.

નિસિચર એક સિંધુ મહૂ રહઈ.
કરિ માયા નભુ કે ખગ ગહઈ.

જીવ જંતુ જે ગગન ઉડાહીં.
જલ બિલોકિ તિન્હ કે પરિછાહીં.

ગહઈ છાહઃ સક સો ન ઉડાઇ.
એહિ બિધિ સદા ગગનચર ખાઈ.

સોઈ છલ હનુમાન કહ કીન્હા.
તાસુ કપટુ કપિ તુરતહિં ચીન્હા.

તાહિ મારી મારુત સુત બીરા.
બારિધિ પાર ગયઉ મતિધીરા.

તહાઁ જાઇ દેખી બન સોભા.
ગુંજત ચંચરીક મધુ લોભા.

નાના તરુ ફલ ફૂલ સુહાએ.
ખગ મૃગ બૃન્દ દેખિ મન ભાએ.

સૈલ બિસાલ દેખિ એક આગેં.
તા પર ધાઈ ચઢેઉ ભય ત્યાગે.

ઉમા ન કછુ કપિ કે અધિકાઈ.
પ્રભુ પ્રતાપ જો કાલહિ ખાઈ.

ગિરિ પર ચઢિ લંકા તેહિં દેખી.
કહી ન જાઇ અતિ દુર્ગ બિસેષી.

અતિ ઉતંગ જલનિધિ ચહુઁ પાસા.
કનક કોટ કર પર પ્રકાસા.

કનક કોટ બિચિત્ર મનિ કૃત સુંદરાયતના ઘના,
ચઉહટ હટ સુબટ બિથીં ચારુ પૂર બહુ બિધિ બના.

ગજ બાજિ ખચ્ચર નિકર પદચર રથ બરૂથનહિ કો ગને,
બહુરૂપ નિસિચર જૂથ અતિબલ સેન બરનત નહિં બને.

બન બાગ ઉપબન બાટિકા સર કૂપ બાપી સોહહીં,
નર નાગ સુર ગંધર્બ કન્યા રૂપ મુનિ મન મોહહીં.

કહૂઁ માલ દેહ બિસાલ સૈલ સમાન અતિબલ ગર્જહીં,
નાના અખારેન્હ ભિરહિં બહુવિધિ એક એકન્હ તર્જહીં.

કરિ જતન ભટ કોટિન્હ બિકટ તન નગર ચહુદિસિ રચ્છહીં,
કહુમહિષ માનષુ ધેનુ ખર અજ ખલ નિસાચર ભચ્છહીં.


એહિ લાગિ તુલસીદાસ ઇન્હ કી કથા કછુ એક હૈ કહી,
રઘુબીર સર તીરથ સરીરન્હિ ત્યાગિ ગતિ પૈહહિં સહી.

ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધાઓ યત્નપૂર્વક  ઘણી જ સાવધાનીથી નગરની ચારે દિશાઓમાં રક્ષા કરતા હતા. ક્યાંક દુષ્ટ રાક્ષસો પાડાઓને, મનુષ્યોને,ગાયોને,ગધેડાંઓને તથા બકરાંને ખાતા હતા.
તુલસીદાસજી કહે છે કે તેઓ અવશ્ય રઘુવીર શ્રી રામચંદ્રજીના બાણ રૂપી તીર્થમાં શરીરો છોડી પરમ ગતિ પામશે, માટે તેમની કથા કંઈક થોડી કહી છે??

[ દોહા ૩ ]

પુર રખવારે દેખિ બહુ કપિ મન કીન્હ બિચાર,
અતિ લઘુ રૂપ ધરૌં નિસિ નગર કરૌં પઇસાર.

નગરના ઘણા રક્ષકોને જોઈ હનુમાનજી એ મનમાં વિચાર કર્યો કે,
અત્યંત નાનું રૂપ ધરું અને રાત્રે નગરમાં પ્રવેશ કરું.

મસક સમાન રૂપ કપિ ધરી। લંકહિ ચલેઉ સુમિરિ નરહરી.
નામ લંકિની એક નિસિચરી। સો કહ ચલેસિ મોહિ નિંદરી.

હનુમાનજી મચ્છર જેવડું રૂપ ધરી,મનુષ્યરૂપ રામચંદ્રજીનું સ્મરણ કરીને લંકા તરફ ચાલ્યા.
લંકિની નામની એક રાક્ષસી હતી, તે બોલી મારો અનાદર કરી ક્યાં ચાલ્યો જાય છે?

જાનેહિ નહીં મરમુ સઠ મોરા, મોર અહાર જહાલગિ ચોરા.
મુઠિકા એક મહા કપિ હની, રુધિર બમત ધરનીં ઢનમની.

રે  શઠ! તું મારો ભેદ નથી જાણતો, જેટલા ચોર છે  તેઓ બધા મારો ખોરાક છે.
મહા કપિ હનુમાનજીએ તેને એક મુક્કો માર્યો. જેથી તે લોહી આંકતી ધરણી પર ઢળી પડી.

પુનિ સંભારિ ઉઠિ સો લંકા, જોરિ પાનિ કર બિનય સંસકા.
જબ રાવનહિ બ્રહ્મ બર દીન્હા, ચલત બિરંચિ કહા મોહિ ચીન્હા.

ફરી તે લંકિની સંભાળીને ઊઠી અને શંકા યુક્ત થઇ, હાથ જોડી વિનંતી કરવા લાગી:
રાવણને જયારે બ્રહ્મા એ વરદાન આપ્યું હતું,
ત્યારે જતી વેળા તેમણે મને રાક્ષસોના વિનાશનું આ ચિન્હ કહ્યું હતું કે

બિકલ હોસિ તૈં કપિ કેં મારે, તબ જાનેસુ નિસિચર સંઘારે.
તાત મોર અતિ પુન્ય બહૂતા, દેખેઉનયન રામ કર દૂતા.

જયારે તું વાનરના મારથી વ્યાકુળ થાય, ત્યારે તું રાક્ષસોનો સંહાર થયો જાણજે.
હે તાત! મારાં ઘણાં જ પુણ્ય છે કે, મેં શ્રી રામચંદ્રજી ના દૂત ને નેત્રોથી જોયા.

[ દોહા ૪ ]

તાત સ્વર્ગ અપબર્ગ સુખ ધરિઅ તુલા એક અંગ.
તૂલ ન તાહિ સકલ મિલિ જો સુખ લવ સતસંગ.

હે તાત! સ્વર્ગ તથા મોક્ષના સર્વ સુખોને ત્રાજવાં ના એક પલ્લામાં રખાય, તો પણ તે બધાં મળી આ સુખની બરાબર થઇ શકતા નથી કે જે ક્ષણ માત્રના સત્સંગ થી થાય છે.

પ્રબિસિ નગર કીજે સબ કાજા, હૃદયરાખિ કૌસલપુર રાજા.
ગરલ સુધા રિપુ કરહિં મિતાઈ, ગોપદ સિંધુ અનલ સિતલાઈ.

અયોધ્યાપુરીના રાજા શ્રી રામચંદ્રજીને હૃદયમાં રાખી નગરમાં પેસી સર્વ કામ કરજો.
તેમને માટે વિષ અમૃત થાય છે, શત્રુ મિત્રતા કરે છે,સમુદ્ર ગાય ના પગલા જેવડો અને શીતળ બને છે.

ગરુડ઼ સુમેરુ રેનૂ સમ તાહી, રામ કૃપા કરિ ચિતવા જાહી.
અતિ લઘુ રૂપ ધરેઉ હનુમાના, પૈઠા નગર સુમિરિ ભગવાના.

અને હે ગરુડજી! જેને રામચંદ્રજીએ એક વાર કૃપા કરીને જોયો, તેને માટે સુમેરુ રજ  જેવડો થાય છે.
પછી હનુમાનજી એ ઘણું નાનું રૂપ ધર્યું અને ભગવાનનું સ્મરણ કરી નગરમાં પ્રવેશ કર્યો.

મંદિર મંદિર પ્રતિ કરિ સોધા, દેખે જહતહઅગનિત જોધા.
ગયઉ દસાનન મંદિર માહીં, અતિ બિચિત્ર કહિ જાત સો નાહીં.

તેમણે ઘેર ઘેર તપાસ કરી, જ્યાં ત્યાં અગણિત યોદ્ધા જોયા,
પછી તે રાવણ ના મહેલમાં ગયા તે અદભુત હતો, જે વર્ણવી શકાતો નથી.

સયન કિએ દેખા કપિ તેહી, મંદિર મહુન દીખિ બૈદેહી.
ભવન એક પુનિ દીખ સુહાવા, હરિ મંદિર તહ ભિન્ન બનાવા.
રામ નામ અંકિત ગૃહ સોહા,બરની ન જાઈ દેખી મન મોહ.

હનુમાનજીએ તેને(રાવણ) સુતેલો જોયો, પરંતુ મહેલમાં સીતાજીને જોયાં નહિ.
પછી એક સુંદર મહેલ જોયો,ત્યાં ભગવાન નું એક અલગ મંદિર બનેલું હતું. તેના પર શ્રી રામચંદ્રજી નું નામ લખ્યું હતું. એ ઘરની શોભા વર્ણવી શકાતી નથી, તેને જોઈ મન મોહ પામતું હતું.

[ દોહા ૫ ]

રામાયુધ અંકિત ગૃહ સોભા બરનિ ન જાઇ.
નવ તુલસિકા બૃંદ તહદેખિ હરષિ કપિરાઇ.

તે ઘર શ્રી રામચંદ્રજીના આયુધ (ધનુષ્યબાણ)ની નિશાની વાળું હતું, તેની શોભા વર્ણવી જતી નથી.
ત્યાં નવીન તુલસીના વૃક્ષ સમુહો જોઈ કપિરાજ શ્રી હનુમાનજી હર્ષિત થયા.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

લંકા નિસિચર નિકર નિવાસા, ઇહાકહાસજ્જન કર બાસા.
મન મહુતરક કરૈ કપિ લાગા, તેહીં સમય બિભીષનુ જાગા.

લંકા તો રાક્ષસોના સમુહનું નિવાસસ્થાન છે, ત્યાં સજ્જન(ભક્ત)નો નિવાસ ક્યાંથી?
હનુમાનજી એવો તર્ક કરવા લાગ્યા, તે સમયે વિભીષણ જાગ્યા.

રામ રામ તેહિં સુમિરન કીન્હા, હૃદયહરષ કપિ સજ્જન ચીન્હા.
એહિ સન હઠિ કરિહઉપહિચાની, સાધુ તે હોઇ ન કારજ હાની.

તેમણે(વિભીષણે) રામ રામ નું સ્મરણ કર્યું.
હનુમાનજીએ તેમને સજ્જન જાણ્યા અને હદયમાં હર્ષિત થયા. (હનુમાનજીએ વિચાર્યું કે)
આની સાથે પરાણે પણ ઓળખાણ કરું, કેમકે સજ્જન દ્વારા કાર્યની હાની થતી નથી.

બિપ્ર રુપ ધરિ બચન સુનાએ, સુનત બિભીષણ ઉઠિ તહઆએ.
કરિ પ્રનામ પૂછી  કુસલાઈ, બિપ્ર કહહુ નિજ કથા બુઝાઈ.

બ્રાહ્મણ નું રૂપ ધરી હનુમાનજીએ તેમને વચન સંભળાવ્યાં.
તે સાંભળતા  જ વિભીષણ ઊઠી ત્યાં આવ્યા. પ્રણામ કરી કુશળ પૂછ્યું  
હે  બ્રાહ્મણ! આપની કથા સમજાવીને કહો.

કી તુમ્હ હરિ દાસન્હ મહકોઈ, મોરેં હૃદય પ્રીતિ અતિ હોઈ.
કી તુમ્હ રામુ દીન અનુરાગી, આયહુ મોહિ કરન બડ઼ભાગી.

શું તમે હરિ ભક્તો માંના કોઈ છો? કેમ કે આપને જોઈ મારાં હૃદય માં અત્યંત પ્રેમ થાય છે.
અથવા આપ દીનજનો પ્રત્યે પ્રેમ વાળા શ્રી રામ છો? કે
મને મહા ભાગ્યશાળી બનાવવા દર્શન દઈ કુતાર્થ કરવા આવ્યા છો?

[ દોહા ૬ ]

તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ.
સુનત જુગલ તન પુલક મન મગન સુમિરિ ગુન ગ્રામ.

તે વખતે હનુમાનજીએ શ્રીરામચંદ્રજી ની બધી કથા કહી પોતાનું નામ બતાવ્યું
સાંભળતાં જ બન્નેનાં શરીર પુલકિત થયાં અને શ્રી રામના ગુણ સમૂહોનું સ્મરણ કરી
બન્નેનાં મન પ્રેમ તથા આનંદ માં મગ્ન થયાં.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

સુનહુ પવનસુત રહનિ હમારી, જિમિ દસનન્હિ મહુજીભ બિચારી.
તાત કબહુમોહિ જાનિ અનાથા, કરિહહિં કૃપા ભાનુકુલ નાથા.

(વિભીષણે કહ્યું) હે પવન પુત્ર! મારી રહેણી સાંભળો. જેમ દાંત ની વચ્ચે બિચારી જીભ રહે,
તેમ હું અહી રહું છું. હે તાત! મને અનાથ જાણી સુર્ય કુળ ના નાથ શ્રી રામચંદ્રજી કદી કૃપા કરશે?

તામસ તનુ કછુ સાધન નાહીં, પ્રીતિ ન પદ સરોજ મન માહીં.
અબ મોહિ ભા ભરોસ હનુમંતા, બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા.

મારું શરીર તામસ(રાક્ષસી) હોવાથી (મારાથી) કંઈ (ધર્મ)સાધન તો થઇ શકતું જ નથી,
તેમ મનમાં શ્રી રામચંદ્રજીના ચરણ કમળો વિષે પ્રેમ પણ નથી,
પરંતુ હે હનુમાન! હવે મને વિશ્વાસ થયો કે શ્રી રામચંદ્ર ની મારા પર કૃપા છે.
કેમ કે શ્રી હરિની કૃપા વિના સંત મળતા નથી.

જૌ રઘુબીર અનુગ્રહ કીન્હા, તૌ તુમ્હ મોહિ દરસુ હઠિ દીન્હા.
સુનહુ બિભીષન પ્રભુ કૈ રીતી, કરહિં સદા સેવક પર પ્રીતી.

જો શ્રી રઘુવીરે કૃપા કરી, તો આપે મને હઠ કરીને દર્શન દીધાં. (હનુમાનજીએ કહ્યું): હે! વિભીષણ! સાંભળો, પ્રભુની આ રીત છે કે, તે સેવક પર સદા પ્રેમ જ કરે છે.

કહહુ કવન મૈં પરમ કુલીના, કપિ ચંચલ સબહીં બિધિ હીના.
પ્રાત લેઇ જો નામ હમારા, તેહિ દિન તાહિ ન મિલૈ અહારા.

કહો હું કયો મોટો કુલીન છું? ચંચળ વાનર છું
અને સર્વ પ્રકારે નીચ છું. પ્રાત:કાળમાં જે અમારું નામ લે, તેને તે દિવસે ભોજન પણ ન મળે.

[ દોહા ૭ ]

અસ મૈં અધમ સખા સુનુ મોહૂ પર રઘુબીર.
કીન્હી કૃપા સુમિરિ ગુન ભરે બિલોચન નીર.

હે મિત્ર!  સંભાળો હું એવો અધમ છું, તો પણ રઘુવીર રામચંદ્રજીએ મારા પર કૃપા કરી છે.
ભગવાન ના ગુણો નું સ્મરણ કરી હનુમાનજીના બંને નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

જાનતહૂઅસ સ્વામિ બિસારી, ફિરહિં તે કાહે ન હોહિં દુખારી.
એહિ બિધિ કહત રામ ગુન ગ્રામા, પાવા અનિર્બાચ્ય બિશ્રામા.

જે  જાણતા છતાંય એવા સ્વામી ને ભૂલી જઈ ભટકતા ફરેછે,
તેઓ દુઃખી કેમ ન થાય? એ પ્રકારે શ્રી રામ નાં ગુણ સમૂહોને કહેતાં તેમણે અવર્ણનીય શાંતિ પ્રાપ્ત કરી.

પુનિ સબ કથા બિભીષન કહી, જેહિ બિધિ જનકસુતા તહરહી.
તબ હનુમંત કહા સુનુ ભ્રાતા, દેખી ચહઉ જાનકી માતા.

પછી વિભીષણે શ્રી જાનકીજી જે પ્રકારે ત્યાં રહ્યાં હતાં,તે સર્વ કથા કહી.
ત્યારે હનુમાનજીએ કહ્યું: હે ભાઈ! સાંભળો, હું જાનકી માતા ને જોવા ઈચ્છું.

જુગુતિ બિભીષન સકલ સુનાઈ, ચલેઉ પવનસુત બિદા કરાઈ.
કરિ સોઇ રૂપ ગયઉ પુનિ તહવા, બન અસોક સીતા રહ જહવા.

વિભીષણે માતા નાં દર્શન ની સર્વ યુક્તિઓ કહી સંભળાવી, ત્યારે હનુમાનજી વિદાય લઇ ચાલ્યા.
પછી તે જ રૂપ કરી, જ્યાં અશોક વનમાં સીતાજી રહ્યાં હતાં ત્યાં ગયા.

દેખિ મનહિ મહુકીન્હ પ્રનામા, બૈઠેહિં બીતિ જાત નિસિ જામા.
કૃસ તન સીસ જટા એક બેની, જપતિ હૃદયરઘુપતિ ગુન શ્રેની.

સીતાજીને જોઈ હનુમાનજીએ તેમને મનમાં જ પ્રણામ કર્યા.
તેમના રાત્રિના પ્રહરો બેઠાં બેઠાં જ વીતી જતા હતા. શરીર દુર્બળ થયું હતું,
શિર પર જ ટાઓની એક વેણી હતી અને હૃદયમાં
શ્રી રઘુનાથજીના ગુણ સમૂહોનો જાપ કરતાં હતાં.

[ દોહા ૮ ]

નિજ પદ નયન દિએમન રામ પદ કમલ લીન.
પરમ દુખી ભા પવનસુત દેખિ જાનકી દીન.

પોતાના પગ તરફ નેત્રો રાખી શ્રી રામચંદ્રજીના ચરણ કમળો માં લીન મન વાળાં
જાનકીજી ને દીન જોઈ હનુમાનજી અત્યંત દુઃખી થયા.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

તરુ પલ્લવ મહુરહા લુકાઈ, કરઇ બિચાર કરૌં કા ભાઈ.
તેહિ અવસર રાવનુ તહઆવા, સંગ નારિ બહુ કિએબનાવા.

હનુમાનજી વૃક્ષો ના પાંદડા માં છુપાઈ રહ્યા અને વિચારવા લાગ્યા કે  હે ભાઈ! શું કરું?
તે સમયે ઘણી સ્ત્રીઓને સાથે લઇ રાવણ બની ઠની ને ત્યાં આવ્યો.

બહુ બિધિ ખલ સીતહિ સમુઝાવા, સામ દાન ભય ભેદ દેખાવા.
કહ રાવનુ સુનુ સુમુખિ સયાની, મંદોદરી આદિ સબ રાની.
તવ અનુચરીં કરઉપન મોરા, એક બાર બિલોકુ મમ ઓરા.
તૃન ધરિ ઓટ કહતિ બૈદેહી, સુમિરિ અવધપતિ પરમ સનેહી.

તે દુષ્ટે સીતાજીને ઘણા પ્રકારે સમજાવ્યાં. સામ, દામ, ભય તથા ભેદ બતાવ્યા.
રાવણે કહ્યું: હે સુમુખી! હે શાણી! સાંભળો. મંદોદરી આદિ સર્વ રાણીઓને હું તમારી દાસી બનાવીશ,
આ મારી પ્રતિજ્ઞા છે. તમે એક વાર મારી તરફ જુવો. પરમ સ્નેહી કોશલાધીશ શ્રી રામચંદ્રજી નું સ્મરણ કરી સીતાજી તરણાં ની આડ કરી કહેવા લાગ્યા.

સુનુ દસમુખ ખદ્યોત પ્રકાસા, કબહુકિ નલિની કરઇ બિકાસા.
અસ મન સમુઝુ કહતિ જાનકી, ખલ સુધિ નહિં રઘુબીર બાન કી.
સઠ સૂને હરિ આનેહિ મોહિ, અધમ નિલજ્જ લાજ નહિં તોહી.

હે  દશમુખ રાવણ! સાંભળ. આગિયાના પ્રકાશથી  કદી શું કમલિની વિકાસ કરે છે?
સીતાજી ફરી કહેવા લાગ્યાં: તું  (તારે  પોતાને માટે પણ )મનમાં એમ સમજી લે
દુષ્ટ! તને રઘુવીર ના બાણ ની ખબર નથી.
તું મને સુનામાં (કોઈ નહોતું  ત્યારે) હરી લાવ્યો છે. રે અધમ ! નિર્લજ્જ ! તને લાજ નથી !

[ દોહા ૯ ]

આપુહિ સુનિ ખદ્યોત સમ રામહિ ભાનુ સમાન.
પરુષ બચન સુનિ કાઢ઼િ અસિ બોલા અતિ ખિસિઆન.

પોતાને આગિયા સમાન તથા શ્રી રામચંદ્રજીને સુર્ય સમાન સાંભળી તેમ જ
સીતાજીનાં કઠોર વચન સાંભળી રાવણ તલવાર કાઢી ઘણો ખીજાઈને બોલ્યો.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

સીતા તૈં મમ કૃત અપમાના, કટિહઉતવ સિર કઠિન કૃપાના.
નાહિં ત સપદિ માનુ મમ બાની, સુમુખિ હોતિ ન ત જીવન હાની.

હે સીતા! તેં મારું અપમાન કર્યું છે. હું તારા મસ્તકને આ કઠોર તલવારથી કાપી નાખીશ.
હજી પણ જલદી મારી વાત માની લે, નહિ તો હે સુમુખી! જીવનની હાની થશે.

સ્યામ સરોજ દામ સમ સુંદર, પ્રભુ ભુજ કરિ કર સમ દસકંધર.
સો ભુજ કંઠ કિ તવ અસિ ઘોરા, સુનુ સઠ અસ પ્રવાન પન મોરા.

સીતાજીએ કહ્યું: હે દશગ્રીવ રાવણ! પ્રભુની ભુજા કે શ્યામ કમળ ની માળા સમાન અને
સુંદર હાથી ની સૂંઢ સમાન પૃષ્ટ તથા વિશાળ છે, તે ભુજા અથવા તારી ભયાનક તલવાર મારા કંઠમાં પડશે. હે શઠ! સાંભળ, આ મારી પ્રતિજ્ઞા છે.

ચંદ્રહાસ હરુ મમ પરિતાપં, રઘુપતિ બિરહ અનલ સંજાતં.
સીતલ નિસિત બહસિ બર ધારા, કહ સીતા હરુ મમ દુખ ભારા.

સીતાજીએ કહ્યું હે ચન્દ્ર હાસ શ્રી રઘુનાથજીના વિરહરૂપ અગ્નિ થી ઉપજેલા મારા પરિતાપ તું હરી લે. હે તલવાર તું શીતળ, તીવ્ર તથા શ્રેષ્ઠ ધારા ધરે છે. તું મારા દુઃખ ના ભાર ને હરી લે.

સુનત બચન પુનિ મારન ધાવા, મયતનયાકહિ નીતિ બુઝાવા.
કહેસિ સકલ નિસિચરિન્હ બોલાઈ, સીતહિ બહુ બિધિ ત્રાસહુ જાઈ.
માસ દિવસ મહુકહા ન માના, તૌ મૈં મારબિ કાઢ઼િ કૃપાના.

સીતાજીનાં એ વચન સાંભળતાં જ તે મારવા દોડ્યો, ત્યારે મયદાનવ ની પુત્રી મંદોદરી એ નીતિ કહી
તેને સમજાવ્યો. રાવણે સર્વ રાક્ષસીઓને બોલાવીને કહ્યું કે તમે જઈ સીતાજીને ઘણા પ્રકારે ભય બતાવો.
જો એક મહિનામાં એ મારું કહ્યું નહિ માને તો હું આ તલવાર કાઢી મારી નાખીશ.

[ દોહા ૧૦ ]

ભવન ગયઉ દસકંધર ઇહાપિસાચિનિ બૃંદ,
સીતહિ ત્રાસ દેખાવહિ ધરહિં રૂપ બહુ મંદ.

એમ કહી રાવણ પોતાને મહેલ ગયો.
અહી રાક્ષસીઓનો સમૂહ ઘણાં ખરાબ રૂપો ધરી સીતાજીને ભય બતાવવા લાગ્યા.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

ત્રિજટા નામ રાચ્છસી એકા, રામ ચરન રતિ નિપુન બિબેકા.
સબન્હૌ બોલિ સુનાએસિ સપના, સીતહિ સેઇ કરહુ હિત અપના.

તેઓમાં એક ત્રિજટા નામની રાક્ષસી હતી. તેની શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ હતી
અને તે વિવેક માં નિપુણ હતી. તેણે સર્વને બોલાવી પોતાનું સ્વપ્ન સંભળાવ્યું અને કહ્યું કે
સીતાજી ને સેવી પોતાનું કલ્યાણ કરો.

સપનેં બાનર લંકા જારી, જાતુધાન સેના સબ મારી.
ખર આરૂઢ઼ નગન દસસીસા, મુંડિત સિર ખંડિત ભુજ બીસા.

સ્વપ્ન માં મેં જોયું છે, એક વાનરે લંકા બાળી, રાક્ષસોની તમામ સેનાઓને મારી નાખી.
રાવણ નગ્ન હતો અને ગધેડા પર સવાર થયો હતો, તેનાં મસ્તક મુડેલાં હતાં અને વીસે ભુજાઓ કપાયેલી હતી.

એહિ બિધિ સો દચ્છિન દિસિ જાઈ, લંકા મનહુ બિભીષન પાઈ.
નગર ફિરી રઘુબીર દોહાઈ, તબ પ્રભુ સીતા બોલિ પઠાઈ.

એ પ્રકારે તે દક્ષિણ દિશા માં જતો હતો અને જાણે લંકા વિભીષણે પ્રાપ્ત કરી હતી,
નગરમાં રઘુવીર શ્રી રામચંદ્રજીની આજ્ઞા ફરી અને તે વખતે પ્રભુએ સીતાજીને બોલાવી લીધાં.

યહ સપના મેં કહઉપુકારી, હોઇહિ સત્ય ગએદિન ચારી.
તાસુ બચન સુનિ તે સબ ડરીં, જનકસુતા કે ચરનન્હિ પરી.

હું પોકારીને કહું છું કે, આ સ્વપ્ન ચાર દિવસો પછી સત્ય થશે.
તેનું વચન સાંભળી સર્વ રાક્ષસીઓ ડરી સીતાજીના ચરણોમાં પડી.

[ દોહા ૧૧ ]

જહતહ ગઈં સકલ તબ સીતા કર મન સોચ,
માસ દિવસ બીતેં મોહિ મારિહિ નિસિચર પોચ.

પછી એ સર્વ જ્યાં-ત્યાં ચાલી ગઈ. સીતાજી મનમાં વિચારવા લાગ્યાં કે,
એક મહિનો વીત્યા પછી નીચ રાક્ષસ રાવણ મને મારી નાખશે.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

ત્રિજટા સન બોલી કર જોરી, માતુ બિપતિ સંગિનિ તૈં મોરી.
તજૌં દેહ કરુ બેગિ ઉપાઈ, દુસહુ બિરહુ અબ નહિં સહિ જાઈ.

સીતાજી હાથ જોડી ત્રિજટા ને કહેવા લાગ્યાં કે, હે માતા! તું મારી વિપત્તિ માં સાથે રહેનારી છે.
તરત જ ઉપાય કર કે જેથી હું શરીર છોડી દઉં, હવે દુ:સહ વિરહ સહી શકાતો નથી.

આનિ કાઠ રચુ ચિતા બનાઈ, માતુ અનલ પુનિ દેહિ લગાઈ.
સત્ય કરહિ મમ પ્રીતિ સયાની, સુનૈ કો શ્રવન સૂલ સમ બાની.

લાકડાં લાવી ચિતા બનાવી તૈયાર કર. પછી હે માતા! તું એમાં અગ્નિ લગાડી દે.
હે શાણી! તું મારી પ્રીતિને સત્ય કર. રાવણ ની શૂળ સમાન વાણી ને કાને કોણ સાંભળે?

સુનત બચન પદ ગહિ સમુઝાએસિ, પ્રભુ પ્રતાપ બલ સુજસુ સુનાએસિ.
નિસિ ન અનલ મિલ સુનુ સુકુમારી, અસ કહિ સો નિજ ભવન સિધારી.

સીતાજીનાં વચન સાંભળી ત્રિજટા એ ચરણો પકડી તેમને સમજાવ્યાં અને
પ્રભુનો પ્રતાપ બળ તથા સુયશ સંભળાવ્યાં.
હે સુકુમારી ! સાંભળો, રાતે અગ્નિ નહિ મળે એમ કહી તે પોતાને ઘેર ગઈ.

કહ સીતા બિધિ ભા પ્રતિકૂલા, મિલહિ ન પાવક મિટિહિ ન સૂલા.
દેખિઅત પ્રગટ ગગન અંગારા, અવનિ ન આવત એકઉ તારા.

સીતાજી (મન માં) કહેવા લાગ્યાં: વિધાતા જ વિપરીત થયેલ છે.
અગ્નિ નહિ મળે અને પીડા નહિ મટે. આકાશ માં અંગારા પ્રગટ દેખાય છે,
પણ પૃથ્વી પર એકેય તારો આવતો નથી!

પાવકમય સસિ સ્ત્રવત ન આગી, માનહુમોહિ જાનિ હતભાગી.
સુનહિ બિનય મમ બિટપ અસોકા, સત્ય નામ કરુ હરુ મમ સોકા.

ચંદ્રમા અગ્નિ-મય છે; પરંતુ તે પણ જાણે મને  હતભાગીની માની અગ્નિ વરસાવતો નથી.
હે  અશોકવૃક્ષ! મારી વિનંતી  સાંભળ. મારો શોક હરી લે અને તારું નામ સત્ય કર.

નૂતન કિસલય અનલ સમાના, દેહિ અગિનિ જનિ કરહિ નિદાના.
દેખિ પરમ બિરહાકુલ સીતા, સો છન કપિહિ કલપ સમ બીતા.

તારા નવીન કોમળ પાંદડા અગ્નિ સમાન છે,
અગ્નિ દે અને વિરહ રોગ નો અંત કર.
સીતાજીને  વિરહ થી અત્યંત વ્યાકુળ જોઈ  હનુમાનજીને તે ક્ષણ કલ્પ સમાન વીતી.

[ દોહા ૧૨ ]

કપિ કરિ હૃદયબિચાર દીન્હિ મુદ્રિકા ડારી તબ.
જનુ અસોક અંગાર દીન્હિ હરષિ ઉઠિ કર ગહેઉ.

તે વખતે હનુમાનજીએ હૃદય માં વિચાર કરી વીંટી નાખી,
જાણે અશોકે અંગારો દીધો હોય! સીતાજી હર્ષિત થઇ ઉઠી તે હાથ માં લીધી.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

તબ દેખી મુદ્રિકા મનોહર, રામ નામ અંકિત અતિ સુંદર.
ચકિત ચિતવ મુદરી પહિચાની, હરષ બિષાદ હૃદયઅકુલાની.

તે વેળા તેમણે રામ નામ થી અંકિત અત્યંત સુંદર અને મનોહર વીંટી જોઈ.
વીંટી ઓળખીને સીતાજી આશ્વર્યચકિત થઇ તેને જોવા લાગ્યાં અને હર્ષ  તથા ખેદ થી હદયમાં અકળાયાં.

જીતિ કો સકઇ અજય રઘુરાઈ, માયા તેં અસિ રચિ નહિં જાઈ.
સીતા મન બિચાર કર નાના, મધુર બચન બોલેઉ હનુમાના

શ્રી રઘુનાથજી અજેય છે, તેમને કોણ જીતી શકે છે?
અને માયાથી આવી વીંટી બનાવી શકાય નહિ.
સીતાજી મનમાં અનેક પ્રકારના વિચારો કરી રહ્યાં, ત્યારે હનુમાનજી મધુર વચનો બોલ્યા:

રામચંદ્ર ગુન બરનૈં લાગા, સુનતહિં સીતા કર દુખ ભાગા.
લાગીં સુનૈં શ્રવન મન લાઈ, આદિહુ તેં સબ કથા સુનાઈ.

તે શ્રી રામચંદ્રજીના ગુણો વર્ણવવા લાગ્યા, જેને સાંભળતા જ સીતાજીનું દુ:ખ  ભાગી ગયું.
તે કાન અને મન લગાવી તેને સાંભળવા લાગ્યા. હનુમાનજીએ આદિથી માંડી સર્વ કથા સંભળાવી.

શ્રવનામૃત જેહિં કથા સુહાઈ, કહિ સો પ્રગટ હોતિ કિન ભાઈ.
તબ હનુમંત નિકટ ચલિ ગયઊ, ફિરિ બૈંઠીં મન બિસમય ભયઊ.

જેણે કાન ને અમૃત જેવી આ સુંદર કથા કહી,
તે હે ભાઈ! તું પ્રકટ કેમ થતો નથી? ત્યારે હનુમાનજી પાસે ગયા.
તેમને જોઈ સીતાજી ફરીને બેઠાં.તેમના મનમાં આશ્વર્ય થયું.

રામ દૂત મૈં માતુ જાનકી, સત્ય સપથ કરુનાનિધાન કી.
યહ મુદ્રિકા માતુ મૈં આની, દીન્હિ રામ તુમ્હ કહસહિદાની.
નર બાનરહિ સંગ કહુ કૈસેં, કહિ કથા ભઇ સંગતિ જૈસેં.

હનુમાનજીએ કહ્યું: હે માતા જાનકી! હું શ્રી રામનો દૂત છું. કરુણા નિધાન ના સત્ય સોગંદ કરું છું.
હે માતા! આ વીંટી હું જ લઇ આવ્યો છું.
શ્રી રામે આપને માટે મને આ નિશાની અથવા ઓળખ આપી છે. (સીતાજીએ પૂછ્યું )
કહો, મનુષ્ય તથા વાનર નો સંગ કેવી રીતે થયો? ત્યારે હનુમાનજીએ જે રીતે સંગ થયો હતો તે કથા કહી.

[ દોહા ૧૩ ]

કપિ કે બચન સપ્રેમ સુનિ ઉપજા મન બિસ્વાસ.
જાના મન ક્રમ બચન યહ કૃપાસિંધુ કર દાસ.

હનુમાનજીના પ્રેમયુક્ત વચનો સાંભળી સીતાજીના મનમાં  વિશ્વાસ  ઉપજ્યો.
તેમણે જાણ્યું કે, આ મન,વચન તથા કર્મથી કૃપાસાગર શ્રી રામચંદ્રજીનો દાસ છે.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

હરિજન જાનિ પ્રીતિ અતિ ગાઢ઼ી, સજલ નયન પુલકાવલિ બાઢ઼ી.
બૂડ઼ત બિરહ જલધિ હનુમાના, ભયઉ તાત મોં કહુજલજાના.

(એ રીતે હનુમાનજીને) ભગવાન ના સેવક જાણી અતિ ગાઢ પ્રીતિ થઇ,
નેત્રોમાં જળ ભરાયાં અને શરીર પુલકિત થયું.
હે તાત હનુમાન! વિરહ સમુદ્રમાં ડૂબતી મને તમે વહાણરૂપ થયા.

અબ કહુ કુસલ જાઉબલિહારી, અનુજ સહિત સુખ ભવન ખરારી.
કોમલચિત કૃપાલ રઘુરાઈ, કપિ કેહિ હેતુ ધરી નિઠુરાઈ.

હું વારી જાઉં છું. હવે નાના ભાઈ લક્ષમણજી સહીત સુખ ધામ આપનાર
પ્રભુ શ્રી રામ ચંદ્રજી નું કુશળ મંગળ કહો. શ્રી રઘુનાથજી કોમળ હૃદયવાળા અને કૃપાળુ છે,
છતાં હે હનુમાન! તેમણે કયા કારણે આ નિષ્ઠુરતા ધરી છે?

સહજ બાનિ સેવક સુખ દાયક, કબહુ સુરતિ કરત રઘુનાયક.
કબહુનયન મમ સીતલ તાતા, હોઇહહિ નિરખિ સ્યામ મૃદુ ગાતા.

સેવકને સુખ દેવું એ તેમની સ્વાભાવિક ટેવ છે. શ્રી રઘુનાથજી કોઈ વેળા મારું સ્મરણ કરે છે?
હે તાત! તેમનાં કોમળ શ્યામ અંગો જોઈ શું કદી મારાં નેત્રો શીતળ થશે કે?

બચનુ ન આવ નયન ભરે બારી, અહહ નાથ હૌં નિપટ બિસારી.
દેખિ પરમ બિરહાકુલ સીતા, બોલા કપિ મૃદુ બચન બિનીતા.

(એટલું કહ્યા પછી સીતાજીના) મુખમાંથી વચન (બહાર) ન નીકળ્યાં.
નેત્રોમાં જળ ભરાયું.
હા નાથ! તમે મને બિલકુલ વિસારી જ દીધી? સીતાજીને વિરહથી અત્યંત વ્યાકુળ જોઈ
હનુમાનજી કોમળ તથા વિનયયુક્ત વચનો બોલ્યાં:

માતુ કુસલ પ્રભુ અનુજ સમેતા, તવ દુખ દુખી સુકૃપા નિકેતા.
જનિ જનની માનહુ જિયઊના, તુમ્હ તે પ્રેમુ રામ કેં દૂના.

હે માતા! સુંદર કૃપાના ધામ પ્રભુ નાના ભાઈ સહીત કુશળ છે, પરંતુ આપના દુઃખ થી દુઃખી છે.
હે માતા! મનમાં ન્યુનતા ન માનો  શ્રી રામચંદ્રજીનો પ્રેમ આપના થી બમણો છે.

[ દોહા ૧૪ ]

રઘુપતિ કર સંદેસુ અબ સુનુ જનની ધરિ ધીર,
અસ કહિ કપિ ગદ ગદ ભયઉ ભરે બિલોચન નીર

હે માતા! હવે ધીરજ ધરી રઘુનાથજી નો સંદેશો સાંભળો.
એમ કહી હનુમાનજી પ્રેમથી ગળગળા થઇ ગયા. તેમના નેત્રોમાં જળ ભરાયું.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

કહેઉ રામ બિયોગ તવ સીતા, મો કહુસકલ ભએ બિપરીતા.
નવ તરુ કિસલય મનહુકૃસાનૂ, કાલનિસા સમ નિસિ સસિ ભાનૂ.
કુબલય બિપિન કુંત બન સરિસા, બારિદ તપત તેલ જનુ બરિસા.
જે હિત રહે કરત તેઇ પીરા, ઉરગ સ્વાસ સમ ત્રિબિધ સમીરા.

(હનુમાનજી બોલ્યા:) શ્રી રામચંદ્રજીએ કહ્યું છે કે –
હે સીતા! તમારા વિયોગથી મારે માટે સર્વ પદાર્થો વિરુદ્ધ થયા છે.
વૃક્ષનાં નવા કોમળ પાંદડા જાણે અગ્નિ સમાન, રાત્રિ- કાળરાત્રિ  સમાન, ચંદ્રમા સુર્ય સમાન
તેમજ કમળો નાં વન ભાલાં સમાન થયા છે. વાદળાં જાણે ગરમ ગરમ તેલ વરસાવી રહ્યાં છે!
જે હિતકારી  હતા, તે જ  હવે પીડા કરે છે. (શીતળ, મંદ અને સુગંધી એમ)
ત્રણ પ્રકારનો પવન સર્પ ના શ્વાસ સમાન થયો છે.

કહેહૂ તેં કછુ દુખ ઘટિ હોઈ, કાહિ કહૌં યહ જાન ન કોઈ.
તત્વ પ્રેમ કર મમ અરુ તોરા, જાનત પ્રિયા એકુ મનુ મોરા.

મન નું દુઃખ કહેવાથી કંઈક ઘટે છે, પણ કહું  કોને? આ દુઃખ કોઈ જાણતું નથી.
હે પ્રિયે! મારાં અને તારા પ્રેમનું તત્વ એક મારું મન જ જાણે છે.

સો મનુ સદા રહત તોહિ પાહીં, જાનુ પ્રીતિ રસુ એતેનહિ માહીં.
પ્રભુ સંદેસુ સુનત બૈદેહી, મગન પ્રેમ તન સુધિ નહિં તેહી.

અને તે મન સદા તારી પાસે રહે છે! બસ, મારાં પ્રેમનો સાર એટલામાં જ સમજી લે,
પ્રભુનો સંદેશો સંભાળતાં સીતાજી પ્રેમમાં મગ્ન થયાં. તેમને શરીર નું ભાન રહ્યું નહિ.

કહ કપિ હૃદયધીર ધરુ માતા, સુમિરુ રામ સેવક સુખદાતા.
ઉર આનહુ રઘુપતિ પ્રભુતાઈ, સુનિ મમ બચન તજહુ કદરાઈ.

હનુમાનજીએ કહ્યું: હે માતા! હૃદય માં ધૈર્ય ધરો અને સેવકોને સુખ આપનારા શ્રી રામ નું સ્મરણ કરો,
શ્રી રઘુનાથજી ની પ્રભુતા હૃદય માં લાવો અને મારાં વચન સાંભળી કાયરતા છોડો.

[ દોહા ૧૫ ]

નિસિચર નિકર પતંગ સમ રઘુપતિ બાન કૃસાનુ,
જનની હૃદયધીર ધરુ જરે નિસાચર જાનુ.

રાક્ષસોના સમૂહ પતંગ  સમાન અને શ્રી રઘુનાથજીના બાણ અગ્નિ સમાન છે.
હે માતા! હૃદયમાં ધૈર્ય ધરો અને રાક્ષસોને બળી ગયેલા જ જાણો.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

જૌં રઘુબીર હોતિ સુધિ પાઈ, કરતે નહિં બિલંબુ રઘુરાઈ.
રામબાન રબિ ઉએજાનકી, તમ બરૂથ કહજાતુધાન કી.

રઘુવીર શ્રી રામચંદ્રજીએ ખબર મેળવી હોત, તો તેઓ વિલંબ કરત નહિ.
હે જાનકીજી રામ બાણ રૂપી સુર્ય નો ઉદય થશે, ત્યારે રાક્ષસોનો સેના રૂપી અંધકાર ક્યાં રહેશે?

અબહિં માતુ મૈં જાઉલવાઈ, પ્રભુ આયસુ નહિં રામ દોહાઈ.
કછુક દિવસ જનની ધરુ ધીરા, કપિન્હ સહિત અઇહહિં રઘુબીરા.

હે માતા! આપને હમણાં જ લઇ જાઉં; પણ શ્રી રામચંદ્રજીના સોગંદ છે કે,
મને પ્રભુની આજ્ઞા નથી. હે માતા! કેટલાક દિવસ ધીરજ ધરો. રઘુવીર શ્રી રામચંદ્રજી વાનરો સહિત અહી આવશે.

નિસિચર મારિ તોહિ લૈ જૈહહિં, તિહુપુર નારદાદિ જસુ ગૈહહિં.
હૈં સુત કપિ સબ તુમ્હહિ સમાના, જાતુધાન અતિ ભટ બલવાના.

અને રાક્ષસો ને મારી આપને લઇ જશે.નારદ આદિ ઋષિ -મુનિ ત્રણે લોકમાં યશ ગાશે. (સીતાજીએ કહ્યું:)
હે પુત્ર! સર્વ વાનરો તમારા જ જેવડા હશે અને રાક્ષસો તો અતિ બળવાન યોદ્ધાઓ છે..

મોરેં હૃદય પરમ સંદેહા, સુનિ કપિ પ્રગટ કીન્હ નિજ દેહા.
કનક ભૂધરાકાર સરીરા, સમર ભયંકર અતિબલ બીરા.
સીતા મન ભરોસ તબ ભયઊ, પુનિ લઘુ રૂપ પવનસુત લયઊ.

તેથી મારા હૃદય માં ઘણો ભારે સંદેહ થાય છે, ( કે તમારા જેવા વાનરો રાક્ષસોને કેવી રીતે જીતશે?)
એ સાંભળી હનુમાનજીએ પોતાનું શરીર પ્રકટ કર્યું કે જે  
સુવર્ણ ના પર્વત સુમેરુ ના આકારનું વિશાળ, યુદ્ધ માં ભયંકર, અતિ બળવાન અને વીર હતું.
તે વખતે સીતાજીના મનમાં વિશ્વાસ થયો. પછી હનુમાનજીએ પાછું નાનું રૂપ ધરી લીધું.

[ દોહા ૧૬ ]

સુનુ માતા સાખામૃગ નહિં બલ બુદ્ધિ બિસાલ.
પ્રભુ પ્રતાપ તેં ગરુડ઼હિ ખાઇ પરમ લઘુ બ્યાલ.

હે માતા! સંભાળો વાનરોમાં વધારે બુદ્ધિ બળ હોતાં નથી, પરંતુ પ્રભુના પ્રતાપથી ઘણો જ નાનો સર્પ
ગરુડ ને ખાઈ શકે છે.(અત્યંત નિર્બળ પણ મહા બળવાન ને મારી શકે છે.)

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

મન સંતોષ સુનત કપિ બાની, ભગતિ પ્રતાપ તેજ બલ સાની.
આસિષ દીન્હિ રામપ્રિય જાના, હોહુ તાત બલ સીલ નિધાના.

ભક્તિ, પ્રતાપ, બળ અને તેજ થી યુક્ત હનુમાનજીની વાણી સાંભળી સીતાજીના મનમાં સંતોષ થયો.
તેમણે શ્રી રામના પ્રિય જાણી હનુમાનજીને આશિષ દીધી કે , હે તાત! તમે બળ તથા શીલ ના ભંડાર થાઓ.

અજર અમર ગુનનિધિ સુત હોહૂ, કરહુબહુત રઘુનાયક છોહૂ.
કરહુકૃપા પ્રભુ અસ સુનિ કાના, નિર્ભર પ્રેમ મગન હનુમાના.

હે પુત્ર! તમે વૃદ્ધાવસ્થા થી રહિત, અમર તથા ગુણોનો ભંડાર થાઓ, શ્રી રઘુનાથજી તમારા પર ઘણી કૃપા કરે. પ્રભુ કૃપા કરે એમ કાને સંભાળતાં જ હનુમાનજી પૂર્ણ પ્રેમમાં મગ્ન થયા.

બાર બાર નાએસિ પદ સીસા, બોલા બચન જોરિ કર કીસા.
અબ કૃતકૃત્ય ભયઉમૈં માતા, આસિષ તવ અમોઘ બિખ્યાતા.

હનુમાનજીએ વારંવાર સીતાજીના ચરણોમાં મસ્તક નમાવ્યું અને પછી હાથ જોડી કહ્યું:
હે માતા! હવે હું કુતાર્થ થયો. આપના આશીર્વાદ સફળ અને પ્રસિદ્ધ છે.

સુનહુ માતુ મોહિ અતિસય ભૂખા, લાગિ દેખિ સુંદર ફલ રૂખા.
સુનુ સુત કરહિં બિપિન રખવારી, પરમ સુભટ રજનીચર ભારી.
તિન્હ કર ભય માતા મોહિ નાહીં, જૌં તુમ્હ સુખ માનહુ મન માહીં.

હે માતા! સાંભળો.સુંદર ફળો વાળા વૃક્ષો જોઈ મને ઘણી જ ભૂખ લાગી છે.
સીતાજીએ કહ્યું: હે પુત્ર! સાંભળો. ઘણા વીર રાક્ષસ યોદ્ધાઓ આ વનની રાખેવાળી  કરે છે.
હનુમાનજીએ કહ્યું: હે માતા! જો તમે મનમાં સુખ માનો
તો મને તેમનો બિલકુલ ભય નથી.

[ દોહા ૧૭ ]

દેખિ બુદ્ધિ બલ નિપુન કપિ કહેઉ જાનકીં જાહુ,
રઘુપતિ ચરન હૃદયધરિ તાત મધુર ફલ ખાહુ.

હનુમાનને બુદ્ધિ તથા બળમાં નિપુણ જોઈ સીતાજીએ કહ્યું: હે તાત! જાઓ
શ્રી રઘુનાથજી ના ચરણો ને હદય માં ધારણ કરી મધુર ફળ ખાવો.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

ચલેઉ નાઇ સિરુ પૈઠેઉ બાગા, ફલ ખાએસિ તરુ તોરૈં લાગા.
રહે તહાબહુ ભટ રખવારે, કછુ મારેસિ કછુ જાઇ પુકારે.

પછી હનુમાનજી સીતાજીને મસ્તક નમાવીને ચાલ્યા અને બગીચામાં પેઠા. ફળ ખાધા અને વૃક્ષોને તોડવા લાગ્યા.
ત્યાં ઘણા રક્ષક યોદ્ધાઓ હતા, તેમાંથી કેટલાક ને મારી નાખ્યા અને કેટલાકે રાવણ પાસે જઈ પોકાર કર્યો.

નાથ એક આવા કપિ ભારી, તેહિં અસોક બાટિકા ઉજારી.
ખાએસિ ફલ અરુ બિટપ ઉપારે, રચ્છક મર્દિ મર્દિ મહિ ડારે.

હે નાથ! એક મોટો વાનર આવ્યો છે, તેણે અશોકવાટિકા ઉજ્જડ કરી છે, ફળ ખાધા,
વૃક્ષો ઉખેડી નાખ્યા અને રક્ષકોને મસળી મસળી ને જમીન પર પડ્યા છે.

સુનિ રાવન પઠએ ભટ નાના, તિન્હહિ દેખિ ગર્જેઉ હનુમાના.
સબ રજનીચર કપિ સંઘારે, ગએ પુકારત કછુ અધમારે.

એ સાંભળી રાવણે ઘણા યોધ્ધાઓ મોકલ્યા. તેમને જોઈ હનુમાનજીએ ગર્જના કરી.
હનુમાનજીએ સર્વ રાક્ષસો ને મારી નાખ્યા, કેટલાક અધમૂવા રહ્યા. તેઓ પોકાર કરતા રાવણ પાસે ગયા.

પુનિ પઠયઉ તેહિં અચ્છકુમારા, ચલા સંગ લૈ સુભટ અપારા.
આવત દેખિ બિટપ ગહિ તર્જા, તાહિ નિપાતિ મહાધુનિ ગર્જા.

પછી રાવણે અચ્છકુમારને મોકલ્યો. તે અસંખ્ય  શ્રેષ્ઠ યોદ્ધાઓને  સાથે લઇ ચાલ્યો. તેણે આવતો જોઈ
હનુમાનજીએ (હાથમાં) એક વૃક્ષ લઇને  લલકાર્યો અને તેણે મારી નાખી મોટા અવાજથી ગર્જના  કરી.

[ દોહા ૧૮ ]

કછુ મારેસિ કછુ મર્દેસિ કછુ મિલએસિ ધરિ ધૂરિ,
કછુ પુનિ જાઇ પુકારે પ્રભુ મર્કટ બલ ભૂરિ.

તેમણે સેના માંથી કેટલાકને મારી નાખ્યા,
કેટલાક ને મસળી નાખ્યા અને કેટલાકને પકડી પકડી ધૂળમાં રગદોળી નાખ્યા.
એટલે કેટલાકે પાછા જઈ  પોકાર કર્યોકે, હે પ્રભો! વાનર ઘણો જ બળવાન છે.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

સુનિ સુત બધ લંકેસ રિસાન,પઠએસિ મેઘનાદ બલવાના.
મારસિ જનિ સુત બાંધેસુ તાહી, દેખિઅ કપિહિ કહાકર આહી.

પુત્રનો વધ સાંભળી રાવણ ખીજાયો અને તેણે મેઘનાદને મોકલ્યો. (તેને કહ્યુકે )
હે પુત્ર! તેને મારવો નહિ પણ બાંધવો, તે વાનરને. જોઈએ કે તે ક્યાંનો છે?

ચલા ઇંદ્રજિત અતુલિત જોધા, બંધુ નિધન સુનિ ઉપજા ક્રોધા.
કપિ દેખા દારુન ભટ આવા, કટકટાઇ ગર્જા અરુ ધાવા.

ઇન્દ્રને જીતનાર અતુલિત યોદ્ધો મેઘનાદ ચાલ્યો. ભાઈનો નાશ સાંભળી તેને ક્રોધ ઉપજ્યો.
હનુમાને જોયુ કે હવે ભયાનક યોદ્ધો આવ્યો છે ત્યારે તે કચકચાવીને ગરજ્યા અને દોડ્યા.

અતિ બિસાલ તરુ એક ઉપારા, બિરથ કીન્હ લંકેસ કુમારા.
રહે મહાભટ તાકે સંગા, ગહિ ગહિ કપિ મર્દઇ નિજ અંગા.

તેમણે અતિ વિશાળ વૃક્ષ ઉપાડ્યું અને તેના પ્રહારથી લંકેશ્વર રાવણ ના પુત્ર મેઘનાદ ને રથ વિનાનો કરી નાખ્યો.
તેની સાથે જે મોટા યોધ્ધાઓ હતા, તેઓને પકડી પકડી હનુમાનજી પોતાના શરીરથી મસળવા લાગ્યા.

તિન્હહિ નિપાતિ તાહિ સન બાજા, ભિરે જુગલ માનહુગજરાજા.
મુઠિકા મારિ ચઢ઼ા તરુ જાઈ, તાહિ એક છન મુરુછા આઈ.
ઉઠિ બહોરિ કીન્હિસિ બહુ માયા, જીતિ ન જાઇ પ્રભંજન જાયા.

તે સર્વને મારી મેઘનાદ સાથે  લડવા લાગ્યા. (યુદ્ધ કરતા તેઓ એવા જણાયા કે)
જાણે બે શ્રેષ્ઠ હાથીઓ લડી રહ્યા હોય! હનુમાનજી તેને એક મુક્કો મારી વૃક્ષ પર જઈ ચડ્યા.
(તેને) મેઘનાદને  એક ક્ષણ સુધી મૂર્છા આવી, પણ ફરી ઊઠી
તેણે ઘણી માયા રચી, પરંતુ પવનપુત્ર હનુમાનજી તેનાથી જીતી શકાયા નહિ.

[ દોહા ૧૯ ]

બ્રહ્મ અસ્ત્ર તેહિં સાંધા કપિ મન કીન્હ બિચાર,
જૌં ન બ્રહ્મસર માનઉ મહિમા મિટઇ અપાર.

છેવટે તેણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો,
ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે, જો હું બ્રહ્માસ્ત્ર ને નહિ માનું તો તેનો અપાર મહિમા મટી જશે.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

બ્રહ્મબાન કપિ કહુતેહિ મારા, પરતિહુબાર કટકુ સંઘારા.
તેહિ દેખા કપિ મુરુછિત ભયઊ, નાગપાસ બાંધે સિ લૈ ગયઊ.

તેણે હનુમાનજીને બ્રહ્મબાણ માર્યું, (જે લાગતા જ તે વૃક્ષ પરથી પડ્યા,)
પરંતુ પડતી વેળા તેમણે  ઘણી સેનાને મારી નાખી. જયારે તેમણે જોયુકે હનુમાનજી મૂર્છિત થયા છે
ત્યારે તેમને નાગપાશ થી બાંધી તે લઇ ગયો.

જાસુ નામ જપિ સુનહુ ભવાની, ભવ બંધન કાટહિં નર ગ્યાની.
તાસુ દૂત કિ બંધ તરુ આવા, પ્રભુ કારજ લગિ કપિહિં બાવા.

(શંકર કહે છે: ) હે ભવાની! સાંભળો. જેનું નામ જપી જ્ઞાની (વિવેકી) મનુષ્ય સંસાર (જન્મ-મરણ)
રૂપ બંધન કાપી નાખે છે, તેનો દૂત કદી બંધનમાં આવે?
પરંતુ પ્રભુના કાર્ય માટે હનુમાનજીએ પોતે પોતાને  બંધાવ્યા હતા.

કપિ બંધન સુનિ નિસિચર ધાએ, કૌતુક લાગિ સભાસબ આએ.
દસમુખ સભા દીખિ કપિ જાઈ, કહિ ન જાઇ કછુ અતિ પ્રભુતાઈ.

હનુમાનજીને બંધાયા સાંભળી રાક્ષસો દોડ્યા અને આશ્વર્ય પામી બધા સભામાં આવ્યા,
હનુમાનજીએ જઈ રાવણ ની સભા જોઈ. તેની અત્યંત પ્રભુતા વર્ણવી શકાતી નથી.

કર જોરેં સુર દિસિપ બિનીતા, ભૃકુટિ બિલોકત સકલ સભીતા.
દેખિ પ્રતાપ ન કપિ મન સંકા, જિમિ અહિગન મહુગરુડ઼ અસંકા.

દેવો તથા દિગ્પાલો સર્વે  ભય સહીત ઘણી જ નમ્રતા પૂર્વક હાથ જોડી રાવણ ની ભૃકુટી જોતા હતા.
(તેની આજ્ઞા આપવાની શી ઈચ્છા છે તે જોઈ રહ્યા હતા.) તેનો પ્રતાપ જોઈ હનુમાનજીના મનમાં ભય થયો નહિ.
સર્પો ના સમૂહમાં ગરુડ ની પેઠે તે નિર્ભય રહ્યા.

[ દોહા ૨૦ ]

કપિહિ બિલોકિ દસાનન બિહસા કહિ દુર્બાદ,
સુત બધ સુરતિ કીન્હિ પુનિ ઉપજા હૃદય બિષાદ

હનુમાનજીને જોઈ રાવણ દુવચન કહેતો ખુબ હસ્યો.
પછી પુત્રના વધ નું સ્મરણ કરી તેના હદયમાં ખેદ ઉપજ્યો.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

કહ લંકેસ કવન તૈં કીસા, કેહિં કે બલ ઘાલેહિ બન ખીસા.
કી ધૌં શ્રવન સુનેહિ નહિં મોહી, દેખઉઅતિ અસંક સઠ તોહી.

લંકાપતિ રાવણે કહ્યું: રે વાનર! તું કોણ છે? કોના બળ પર તેં વનને ઉજાડી નષ્ટ કર્યું?
શું તેં મને કાન થી કદી સંભાળ્યો નથી? રે શઠ! હું તને અત્યંત નિ:શંક જોઉં છું.

મારે નિસિચર કેહિં અપરાધા, કહુ સઠ તોહિ ન પ્રાન કઇ બાધા.
સુન રાવન બ્રહ્માંડ નિકાયા, પાઇ જાસુ બલ બિરચિત માયા.

તેં કયા અપરાધથી રાક્ષસોને માર્યા? રે શઠ કહે, શું તને પ્રાણ જવાનો ભય નથી? (હનુમાનજીએ કહ્યું: )
હે રાવણ! સાંભળ, જેમનું બળ (શક્તિ) પામી માયા સંપૂર્ણ બ્રહ્માંડો ના સમૂહો રચે છે;

જાકેં બલ બિરંચિ હરિ ઈસા, પાલત સૃજત હરત દસસીસા.
જા બલ સીસ ધરત સહસાનન, અંડકોસ સમેત ગિરિ કાનન.

જેના બળથી હે દશમસ્તક વાળા! બ્રહ્મા,વિષ્ણુ તથા મહેશ્વર સર્જન, પાલન અને સંહાર કરે છે;
જેના બળથી હજાર મુખોવાળા શેષનાગ પર્વત તથા વન સહીત સમસ્ત બ્રહ્માંડને મસ્તક પર ધરે છે;

ધરઇ જો બિબિધ દેહ સુરત્રાતા, તુમ્હ તે સઠન્હ સિખાવનુ દાતા.
હર કોદંડ કઠિન જેહિ ભંજા, તેહિ સમેત નૃપ દલ મદ ગંજા.
ખર દૂષન ત્રિસિરા અરુ બાલી, બધે સકલ અતુલિત બલસાલી.

જે દેવોની રક્ષા માટે અનેક જાતના દેહ ધારે છે અને તમારા જેવા મૂર્ખોને શિક્ષા આપે છે;
જેમણે શંકરનું કઠોર ધનુષ્ય તોડ્યું અને તેની સાથે રાજાઓના સમૂહનો ગર્વ ભાગ્યો;
જેમણે ખર, દુષણ, ત્રિશિરા તથા વાલી ને માર્યા કે જેઓ  સઘળા અતુલિત બળ વાળા હતા.

[ દોહા ૨૧ ]

જાકે બલ લવલેસ તેં જિતેહુ ચરાચર ઝારિ.
તાસુ દૂત મૈં જા કરિ હરિ આનેહુ પ્રિય નારિ.

પણ, જેમના લેશમાત્ર બળથી (એટલે શંકરે તને આપેલા બળથી) તેં સમસ્ત ચરાચર જગત જીત્યું છે;
અને જેમની પત્નીને તું (ચોરી થી) હરી લાવ્યો છે, તેમનો હું દૂત છું.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

જાનઉમૈં તુમ્હારિ પ્રભુતાઈ. સહસબાહુ સન પરી લરાઈ.
સમર બાલિ સન કરિ જસુ પાવા, સુનિ કપિ બચન બિહસિ બિહરાવા.

હું તમારી પ્રભુતા સારી રીતે જાણું છું, સહસ્ત્ર બાહુ – સહસ્ત્રાજુન સાથે તમારી લડાઈ થઇ હતી
અને વાલી સાથે યુદ્ધ  કરી તમે યશ મેળવ્યો છે!
હનુમાનજીના માર્મિક વચનો સાંભળી રાવણે હસીને વાત ઉડાવી દીધી.

ખાયઉફલ પ્રભુ લાગી ભૂખા, કપિ સુભાવ તેં તોરેઉરૂખા.
સબ કેં દેહ પરમ પ્રિય સ્વામી, મારહિં મોહિ કુમારગ ગામી.

(વળી હનુમાનજીએ કહ્યું:) હે રાક્ષસોના સ્વામી! મને ભૂખ લાગી હતી, તેથી મેં ફળ ખાધાં અને
વાનર સ્વભાવ ના કારણે વૃક્ષો તોડ્યા. હે નિશાચરોના પતિ! દેહ સર્વને ઘણો પ્રિય છે.
કુમાર્ગે જનારા રાક્ષસો જયારે મને મારવા લાગ્યા;

જિન્હ મોહિ મારા તે મૈં મારે, તેહિ પર બાંધે ઉ તનયતુમ્હારે.
મોહિ ન કછુ બાે કઇ લાજા, કીન્હ ચહઉનિજ પ્રભુ કર કાજા.

ત્યારે જેઓએ મને માર્યો, તેઓને મેં પણ માર્યા,  અને ઉપરથી તારા પુત્રે મને બાંધ્યો છે.
પણ મને બંધાઈ જવાની કોઈ લાજ નથી, હું તો મારા પ્રભુનું કાર્ય કરવા ચાહું છું.

બિનતી કરઉજોરિ કર રાવન, સુનહુ માન તજિ મોર સિખાવન।.
દેખહુ તુમ્હ નિજ કુલહિ બિચારી, ભ્રમ તજિ ભજહુ ભગત ભય હારી.

હે રાવણ! હું હાથ જોડી તને વિનંતી કરું છું, તું અભિમાન છોડી મારી શિખામણ સાંભળ.
તું તારું પવિત્ર કુળ વિચારી જો અને ભ્રમ છોડી ભક્તભયહારી ભગવાન ને ભજ.

જાકેં ડર અતિ કાલ ડેરાઈ, જો સુર અસુર ચરાચર ખાઈ.
તાસોં બયરુ કબહુનહિં કીજૈ, મોરે કહેં જાનકી દીજૈ.

જે દેવો, રાક્ષસો અને સમસ્ત ચરાચરને ખાઈ જાય છે, તે કાળ પણ જેમના ભયથી અત્યંત ડરે છે,
તેમની  સાથે  કદી  વેર ન કર અને મારા કહેવાથી જાનકીજીને આપી દે.

[ દોહા ૨૨ ]

પ્રનતપાલ રઘુનાયક કરુના સિંધુ ખરારિ.
ગએસરન પ્રભુ રાખિહૈં તવ અપરાધ બિસારિ.

ખર ના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સમુદ્ર છે.
શરણે જવાથી પ્રભુ તારા અપરાધ ભૂલી જઈ તને શરણ માં રાખશે.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

રામ ચરન પંકજ ઉર ધરહૂ, લંકા અચલ રાજ તુમ્હ કરહૂ.
રિષિ પુલિસ્ત જસુ બિમલ મંયકા, તેહિ સસિ મહુજનિ હોહુ કલંકા.

શ્રી રામના ચરણ કમળો ને હદયમાં ધર અને લંકાનું અચળ રાજ્ય કર.
ઋષિ પુલ્સ્ત્યનો યશ નિર્મળ ચંદ્રમા સમાન છે, તે ચંદ્રમા માં તું કલંક રૂપ ન થા.

રામ નામ બિનુ ગિરા ન સોહા, દેખુ બિચારિ ત્યાગિ મદ મોહા.
બસન હીન નહિં સોહ સુરારી, સબ ભૂષણ ભૂષિત બર નારી.

શ્રી રામનામ વગર વાણી શોભતી નથી; તેમ મદ-મોહ છોડી વિચારીજો.
હે દેવોના શત્રુ! સર્વ આભુષણો થી  શણગારેલી સુંદર સ્ત્રી પણ વસ્ત્ર વિના શોભતી નથી.

રામ બિમુખ સંપતિ પ્રભુતાઈ, જાઇ રહી પાઈ બિનુ પાઈ.
સજલ મૂલ જિન્હ સરિતન્હ નાહીં, બરષિ ગએ પુનિ તબહિં સુખાહીં.

શ્રી રામવિમુખ ની સંપતિ અને પ્રભુતા રહેલી હોય તો પણ જતી રહે છે
અને તે પામ્યા છતાં ન પામ્યા જેવી છે.જે નદીઓના મૂળમાં પાણીની સેર ન હોય
(અર્થાત જેઓને કેવળ વરસાદનો જ આશ્રય હોય ) તે વર્ષા ઋતુ વીતી કે તરત સુકાઈ જાય છે.

સુનુ દસકંઠ કહઉપન રોપી, બિમુખ રામ ત્રાતા નહિં કોપી.
સંકર સહસ બિષ્નુ અજ તોહી, સકહિં ન રાખિ રામ કર દ્રોહી.

હે રાવણ! સાંભળ, હું તને પ્રતિજ્ઞા કરી કહું છું કે, શ્રીરામ વિમુખની રક્ષા કરનાર કોઈ નથી.
હજારો શંકર, વિષ્ણુ તથા બ્રહ્મા પણ શ્રી રામની સાથે દ્રોહ કરનારા તને નહિ બચાવી શકે.

[ દોહા ૨૩ ]

મોહમૂલ બહુ સૂલ પ્રદ, ત્યાગહુ તમ અભિમાન.
ભજહુ રામ રઘુનાયક ,કૃપા સિંધુ ભગવાન.

મોહ જ જેનું મૂળ છે એવા, ઘણી પીડા આપનારા, અજ્ઞાન રૂપ અભિમાનને છોડી દે અને
રઘુકુળ ના સ્વામી, કૃપાના સમુદ્ર ભગવાન રામચંદ્રજીને ભજ.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

જદપિ કહિ કપિ અતિ હિત બાની, ભગતિ બિબેક બિરતિ નય સાની.
બોલા બિહસિ મહા અભિમાની, મિલા હમહિ કપિ ગુર બડ઼ ગ્યાની.

જોકે હનુમાનજીએ ભક્તિ, વૈરાગ્ય, તથા નીતિ થી ભરેલી ઘણી જ હિતકારક વાણી કહી, તો પણ
મહાઅભિમાની રાવણ ખુબ હસીને બોલ્યો  કે, આપણ ને આ વાનર ઘણો જ જ્ઞાની ગુરુ મળ્યો.

મૃત્યુ નિકટ આઈ ખલ તોહી, લાગેસિ અધમ સિખાવન મોહી.
ઉલટા હોઇહિ કહ હનુમાના, મતિભ્રમ તોર પ્રગટ મૈં જાના.

રે દુષ્ટ! તારું મૃત્યુ પાસે આવ્યું છે. હે અધમ! મને શિખામણ આપવા લાગ્યો છે! ત્યારે હનુમાનજીએ કહ્યું:
એથી ઉલટું જ થશે.
આ તારી બુદ્ધિ નો ભ્રમ  છે, એ મેં પ્રત્યક્ષ જાણ્યું છે.

સુનિ કપિ બચન બહુત ખિસિઆના, બેગિ ન હરહુમૂઢ઼ કર પ્રાના.
સુનત નિસાચર મારન ધાએ, સચિવન્હ સહિત બિભીષનુ આએ.

હનુમાનજીનાં વચન સાંભળી તે ઘણી જ ખિજાયો, અને બોલ્યો: અરે આ મુર્ખ ના પ્રાણ જલદી કેમહરી લેતા નથી?
એ સાંભળતા જ રાક્ષસો તેને મારવા દોડ્યા. એ સાથે મંત્રીઓની સાથે વિભીષણ ત્યાં આવ્યા.

નાઇ સીસ કરિ બિનય બહૂતા, નીતિ બિરોધ ન મારિઅ દૂતા.
આન દંડ કછુ કરિઅ ગોસા, સબહીં કહા મંત્ર ભલ ભાઈ.
સુનત બિહસિ બોલા દસકંધર, અંગ ભંગ કરિ પઠઇઅ બંદર.

તેમણે મસ્તક નમાવી ઘણો જ વિનય કરી રાવણ ને કહ્યું કે, દુતને મારવો જોઈએ નહિ;
કારણ કે એ નીતિ ની વિરુદ્ધ છે. હે સ્વામી! કોઈ બીજો દંડ કરો. બધા એ કહ્યું:ભાઈ  આ સલાહ ઉત્તમ છે. તે સાંભળી રાવણ હસીને બોલ્યો: વાનર ને અંગ ભંગ કરી પાછો મોકલી દેવો.

[ દોહા ૨૪ ]

કપિ કેં મમતા પૂછ  પર, સબહિ કહઉસમુઝાઇ.
તેલ બોરિ પટ બાધિ પુનિ, પાવક દેહુ લગાઇ

હું સર્વને સમજાવી કહું છું કે, વાનરની મમતા પુંછડા પર હોય છે,
માટે તેલમાં કપડું બોળી તે આને પૂંછડે બાંધી અગ્નિ લગાડી દો.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

પૂહીન બાનર તહજાઇહિ, તબ સઠ નિજ નાથહિ લઇ આઇહિ.
જિન્હ કૈ કીન્હસિ બહુત બડ઼ાઈ, દેખેઉૈં તિન્હ કૈ પ્રભુતાઈ.

પુંછડા વગરનો આ વાનર ત્યાં (પોતાના  સ્વામી પાસે) જશે, ત્યારે એ મુર્ખ પોતાના સ્વામીને લઇ આવશે;
જેની આણે ઘણી જ બડાઈ કરી છે.તેની પ્રભુતા હું જોઉં તો ખરો!

બચન સુનત કપિ મન મુસુકાના, ભઇ સહાય સારદ મૈં જાના.
જાતુધાન સુનિ રાવન બચના, લાગે રચૈં મૂઢ઼ સોઇ રચના.

એ વચન સાંભળતા જ હનુમાનજી મન માં મલકાયા! (અને મનમાં જ બોલ્યા કે ), મેં જાણ્યું!
સરસ્વતી (એની બુદ્ધિ ફેરવવા) સહાયક થયા છે. રાવણ નાં વચન સાંભળી મુર્ખ રાક્ષસો
તે જ (પુંછડા માં આગ લગાડવાની) તૈયારી કરવા લાગ્યા.

રહા ન નગર બસન ઘૃત તેલા, બાઢ઼ી પૂ કીન્હ કપિ ખેલા.
કૌતુક કહઆએ પુરબાસી, મારહિં ચરન કરહિં બહુ હાતિ

નગરમાં કપડાં  કે ઘી તેલ રહ્યાં નહિ.
હનુમાનજીએ એવો ખેલ કર્યો કે પુંછડું લાંબુ થઇ ગયું. નગરવાસી લોકો કૌતુંક જોવા આવ્યા.
તેઓ હનુમાનજીને  પગથી લાતો મારતા હતા અને તેમની ઘણી હાંસી કરતા હતા.

બાજહિં ઢોલ દેહિં સબ તારી, નગર ફેરિ પુનિ પૂ પ્રજારી.
પાવક જરત દેખિ હનુમંતા, ભયઉ પરમ લઘુ રુપ તુરંતા.
નિબુકિ ચઢ઼ેઉ કપિ કનક અટારીં, ભઈ સભીત નિસાચર નારીં.

ઢોલ વાગવા લાગ્યા. સર્વ  લોક તાળીઓ પાડવા લાગ્યા. હનુમાનજીને નગરમાં ફેરવ્યા પછી
પુંછડા માં આગ લગાડી. અગ્નિને બળતો જોઈ હનુમાનજી અત્યંત નાના રૂપ વાળા બન્યા
અને બંધન માંથી નીકળી સોનાની અટારીઓ પર જઈ ચડ્યા. તેમને જોઈ રાક્ષસોની સ્ત્રીઓ ભયભીત થઇ.

[ દોહા ૨૫ ]

હરિ પ્રેરિત તેહિ અવસર ચલે મરુત ઉનચાસ.
અટ્ટહાસ કરિ ગર્જ઼ા કપિ બઢ઼િ લાગ અકાસ

એ સમયે ભગવાને પ્રેરેલા ઓગણપચાસ મરુતો (વાયુ) વાવા લાગ્યા.
હનુમાનજી અટ્ટહાસ્ય કર ગરજ્યા. અને વધીને આકાશ સુધી પહોંચ્યા.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી 

દેહ બિસાલ પરમ હરુઆઈ, મંદિર તેં મંદિર ચઢ઼ ધાઈ.
જરઇ નગર ભા લોગ બિહાલા, ઝપટ લપટ બહુ કોટિ કરાલા.
તાત માતુ હા સુનિઅ પુકારા, એહિ અવસર કો હમહિ ઉબારા.
હમ જો કહા યહ કપિ નહિં હોઈ, બાનર રૂપ ધરેં સુર કોઈ.

(હનુમાનજી નો) દેહ વિશાળ હોવા છતાં ઘણો જ હલકો હતો. તે દોડીને એક મહેલથી બીજા મહેલ પર ચડી
જતા હતા. નગર સળગી રહ્યું, લોકો બેહાલ થયા, આગની કરોડો ભયંકર લપટ-ઝપટો લાગી રહી,
ચારે તરફ  પોકાર સંભળાઈ રહ્યાકે, હા તાત! હા માત! આ અવસરે અમને કોણ બચાવશે?
અમે તો પ્રથમ જ કહ્યું હતું કે, આ વાનર નથી વાનર રૂપ ધરનાર કોઈ દેવ છે.

સાધુ અવગ્યા કર ફલુ ઐસા, જરઇ નગર અનાથ કર જૈસા.
જારા નગરુ નિમિષ એક માહીં, એક બિભીષન કર ગૃહ નાહીં.

આ નગર અનાથ ની પેઠે બળી રહ્યું છે, એ સત્પુરુષો ના અપમાનનું જ ફળ છે.
હનુમાનજીએ એક ક્ષણ માં આખું નગર સળગાવી દીધું; એક વિભીષણ નું ઘર બાળ્યું નહિ.

તા કર દૂત અનલ જેહિં સિરિજા, જરા ન સો તેહિ કારન ગિરિજા.
ઉલટિ પલટિ લંકા સબ જારી, કૂદિ પરા પુનિ સિંધુ મઝારી.

( શંકર પાર્વતીને કહે છે: ) હે પાર્વતી! જેમણે અગ્નિને બનાવ્યો છે, તેમના જ દૂત હનુમાનજી છે, એ કારણથી તે
અગ્નિથી બળ્યા નહિ. હનુમાનજીએ ઉલટ પલટ કરી આખી લંકા સળગાવીઅને પછી તે સમુદ્રમાં કુદી પડ્યા.

[ દોહા ૨૬ ]

પૂછ  બુઝાઇ ખોઇ શ્રમ, ધરિ લઘુ રૂપ બહોરિ.
જનકસુતા કે આગેં ઠાઢ઼, ભયઉ કર જોરિ

પુંછડું બુઝાવી પરિશ્રમ દુર કરી ફરી નાનું રૂપ ધરી તે સીતાજી પાસે જઈ હાથ જોડી ઉભા રહ્યા.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી 

માતુ મોહિ દીજે કછુ ચીન્હા, જૈસેં રઘુનાયક મોહિ દીન્હા.
ચૂડ઼ામનિ ઉતારિ તબ દયઊ, હરષ સમેત પવનસુત લયઊ.

હે માતા! જેમ રઘુનાથજીએ મને ચિન્હ આપ્યું હતું, તેમ આપ કોઈ ચિન્હ (ઓળખાણ) આપો.
ત્યારે સીતાજીએ ચુડામણી ઉતારી આપ્યો; એટલે હનુમાનજી એ હર્ષપૂર્વક તે લીધો.

કહેહુ તાત અસ મોર પ્રનામા, સબ પ્રકાર પ્રભુ પૂરનકામા.
દીન દયાલ બિરિદુ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી.

( જાનકીજીએ કહ્યું:) હે તાત! મારા પ્રણામ જણાવજો અને આમ કહેજો કે હે પ્રભો! આપ સર્વ પ્રકારે પૂર્ણકામ છો.
(આપને કોઈ કામના નથી) તો પણ દિન-દુઃખીઓ પર દયા  કરવી, એ આપનું બિરુદ છે,
તેથી એ બિરુદ નું સ્મરણ કરી, હે નાથ! મારું ભારે સંકટ હરો.

તાત સક્રસુત કથા સુનાએહુ, બાન પ્રતાપ પ્રભુહિ સમુઝાએહુ.
માસ દિવસ મહુનાથુ ન આવા, તૌ પુનિ મોહિ જિઅત નહિં પાવા.

હે તાત! ઈન્દ્રપુત્ર જયંત ની કથા (ઘટના) સંભળાવવી અને પ્રભુને (તે ઈન્દ્રપુત્ર પ્રત્યે ના તેમના) બાણ નોપ્રતાપ સમજાવવો (યાદ કરાવવો); જો એક મહિના દિવસ માં નાથ ન આવ્યા, તો પછી મને જીવતી નહિ પામે.

કહુ કપિ કેહિ બિધિ રાખૌં પ્રાના, તુમ્હહૂ તાત કહત અબ જાના.
તોહિ દેખિ સીતલિ ભઇ છાતી, પુનિ મો કહુસોઇ દિનુ સો રાતી.

હે હનુમાન! કહો, હું કયા પ્રકારે પ્રાણ રાખું? હે તાત, તમે પણ હવે જવાનું કહો છો.
તમને જોઈ ને છાતી શીતળ થતી  હતી. પાછા મારે તે જ દિવસ અને તે જ રાત (રહ્યા )!

[ દોહા ૨૭ ]

જનકસુતહિ સમુઝાઇ કરિ બહુ બિધિ ધીરજુ દીન્હ.
ચરન કમલ સિરુ નાઇ કપિ ગવનુ રામ પહિં કીન્હ

હનુમાનજીએ સીતાજીને સમજાવી ઘણા પ્રકારે ધીરજ દીધી અને તેમના ચરણ કમળોમાં મસ્તક નમાવી
શ્રીરામ પાસે ગમન કર્યું.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી 

ચલત મહાધુનિ ગર્જેસિ ભારી, ગર્ભ સ્ત્રવહિં સુનિ નિસિચર નારી.
નાઘિ સિંધુ એહિ પારહિ આવા, સબદ કિલકિલા કપિન્હ સુનાવા.

ચાલતી વેળા તેમણે મોટા અવાજથી  ભારે ગર્જના કરી,જે સાંભળી રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ સ્ત્રવી ગયા.
સમુદ્ર ઓળંગી તે આ પાર આવ્યા અને તેમણે વાનરોને કિલકિલાટ શબ્દ (હર્ષનાદ) સંભળાવ્યો.

હરષે સબ બિલોકિ હનુમાના, નૂતન જન્મ કપિન્હ તબ જાના.
મુખ પ્રસન્ન તન તેજ બિરાજા, કીન્હેસિ રામચન્દ્ર કર કાજા.

હનુમાનજીને જોઈ બધા હર્ષિત થયા અને તે વેળા વાનરો એ પોતાનો નવો જન્મ માન્યો.
હનુમાનજી નું મુખ પ્રસન્ન હતું અને શરીરમાં તેજ પ્રકાશતું  હતું,
જેથી તેઓ સમ્જ્યાકે એમણે શ્રીરામચંદ્રજીનું કાર્ય કર્યું છે.

મિલે સકલ અતિ ભએ સુખારી, તલફત મીન પાવ જિમિ બારી.
ચલે હરષિ રઘુનાયક પાસા, પૂત કહત નવલ ઇતિહાસા.

સર્વ હનુમાનજીને મળ્યા અને ઘણાજ સુખી થયા, જાણે તરફડતાં માછલાં ને જળ મળ્યું હોય!
બધા હર્ષિત થઇ નવો નવો ઈતિહાસ (વૃતાંત) પુછાતા- કહેતા શ્રી રઘુનાથજી પાસે ચાલ્યા.

તબ મધુબન ભીતર સબ આએ, અંગદ સંમત મધુ ફલ ખાએ,
રખવારે જબ બરજન લાગે, મુષ્ટિ પ્રહાર હનત સબ ભાગે.

પછી બધા મધુવન ની અંદર આવ્યા અને અંગદની સંમતીથી  સર્વે મધુર ફળ (અથવા મધ અને ફળ) ખાધાં. જયારે રક્ષકો ના પાડવા લાગ્યા, ત્યારે મુક્કીઓનો માર મારતાં જ બધા રક્ષકો ભાગી ગયા.

[ દોહા ૨૮ ]

જાઇ પુકારે તે સબ બન ઉજાર જુબરાજ.
સુનિ સુગ્રીવ હરષ કપિ કરિ આએ પ્રભુ કાજે.

તે બધા એ જઈ પોકાર કર્યો કે યુવરાજ અંગદ વન ઉજ્જડ કરી રહ્યા છે, (ત્યારે)
તે સાંભળી સુગ્રીવ હર્ષિત થયો કે વાનરો પ્રભુનું કાર્ય કરી આવ્યા છે.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી 

જૌં ન હોતિ સીતા સુધિ પાઈ, મધુબન કે ફલ સકહિં કિ ખાઈ.
એહિ બિધિ મન બિચાર કર રાજા, આઇ ગએ કપિ સહિત સમાજા.

જો સીતાજીની ખબર ન મેળવી હોત, તો શું તેઓ મધુવનનાં ફળ ખાઈ શકત? એ પ્રકારે રાજા સુગ્રીવ મનમાં
વિચાર કરી રહ્યા, એટલામાં સમાજ સહિત વાનરો આવી ગયા.

આઇ સબન્હિ નાવા પદ સીસા, મિલેઉ સબન્હિ અતિ પ્રેમ કપીસા.
પૂી કુસલ કુસલ પદ દેખી, રામ કૃપાભા કાજુ બિસેષી.

સર્વે એ આવી સુગ્રીવના ચરણોમાં મસ્તક નમાવ્યાં, કપિરાજ સુગ્રીવ સર્વે સાથે ઘણા પ્રેમથી મળ્યા.
તેમણે કુશળ પૂછ્યું. (ત્યારે વાનરોએ ઉત્તર દીધો:) આપના ચરણોના દર્શનથી સર્વ કુશળ છે;
શ્રીરામની કૃપાથી વિષેશ કાર્ય થયું છે. (કાર્યમાં સફળતા મળી છે.)

નાથ કાજુ કીન્હેઉ હનુમાના, રાખે સકલ કપિન્હ કે પ્રાના.
સુનિ સુગ્રીવ બહુરિ તેહિ મિલેઊ, કપિન્હ સહિત રઘુપતિ પહિં ચલેઊ.

હે નાથ! હનુમાને જ સર્વ કાર્ય કર્યું છે અને સર્વ વાનરોના પ્રાણ બચાવ્યા છે, એ સાંભળી સુગ્રીવ હનુમાનજીને ફરી મળ્યા અને સર્વ વાનરો સહીત શ્રી રઘુનાથજી પાસે ચાલ્યા.

રામ કપિન્હ જબ આવત દેખા, કિએકાજુ મન હરષ બિસેષા.
ફટિક સિલા બૈઠે દ્વૌ ભાઈ, પરે સકલ કપિ ચરનન્હિ જાઈ.

શ્રીરામે જયારે વાનરોને કાર્ય કરી આવતા જોયા, ત્યારે તેમના મનમાં વિશેષ હર્ષ થયો. બંને ભાઈઓ સ્ફટીકની
શીલા પર બેઠા હતા. સર્વ વાનરો જઈને તેમના ચરણોમાં પડ્યા.

[ દોહા ૨૯ ]

પ્રીતિ સહિત સબ ભેટે રઘુપતિ કરુના પુંજ.પૂી કુસલ નાથ અબ કુસલ દેખિ પદ કંજ.

દયાના સમૂહ શ્રી રઘુનાથજી સર્વ સાથે પ્રેમ સહીત ભેટ્યા અને કુશળ પૂછ્યું. (વાનરોએ કહ્યું:)
હે નાથ! આપના આપના ચરણ કમળો ના દર્શન પ્રાપ્ત થવાથી હવે કુશળ છે.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી 

જામવંત કહ સુનુ રઘુરાયા, જા પર નાથ કરહુ તુમ્હ દાયા.
તાહિ સદા સુભ કુસલ નિરંતર, સુર નર મુનિ પ્રસન્ન તા ઊપર.

જાંબુવાને કહ્યું: હે રઘુનાથજી! સંભાળો. હે નાથ! જેના પર આપ દયા કરો છો, તેનું સદા કલ્યાણ અને નિરંતર કુશળ છે. દેવો, મનુષ્યો અને મુનિઓ સર્વ તેના પર પ્રસન્ન  રહે છે.

સોઇ બિજઈ બિનઈ ગુન સાગર, તાસુ સુજસુ ત્રેલોક ઉજાગર.
પ્રભુ કીં કૃપા ભયઉ સબુ કાજૂ, જન્મ હમાર સુફલ ભા આજૂ.

તે જ વિજયી છે, તે જ વિનયી છે અને તે જ ગુણોનો સમુદ્ર બને છે. તેનો સુંદર યશ ત્રણે લોકોમાં પ્રકાશિત થાય છે. (આપ) પ્રભુની કૃપાથી સર્વ કાર્ય થયું. આજે અમારો જન્મ સફળ થયો.

નાથ પવનસુત કીન્હિ જો કરની, સહસહુમુખ ન જાઇ સો બરની.
પવનતનય કે ચરિત સુહાએ, જામવંત રઘુપતિહિ સુનાએ

હે નાથ! પવનપુત્ર હનુમાને જે કાર્ય કર્યું, તે હજાર મુખોથી પણ વર્ણવી શકાતું નથી. તે વખતે જાંબુવાને
હનુમાનજી નું સુંદર ચરિત્ર (કાર્ય) શ્રી રઘુનાથજીને સંભળાવ્યું.

સુનત કૃપાનિધિ મન અતિ ભાએ, પુનિ હનુમાન હરષિ હિયલાએ.
કહહુ તાત કેહિ  ભાવિ  જાનકી, રહતિ કરતિ રચ્છા સ્વપ્રાન કી.

(તે ચરિત્રો) સાંભળવાથી કૃપાના ભંડાર શ્રી રામચંદ્રજી ના મનને ઘણાં સારાં લાગ્યાં. તેમણે હર્ષિત થઇ
હનુમાનજીને ફરી હૃદય સરસા ચાંપ્યા અને કહ્યું: હે તાત! કહો સીતા કયા પ્રકારે રહે છે
અને (કેવી રીતે) પોતાના પ્રાણની રક્ષા કરે છે?

[ દોહા ૩૦ ]

નામ પાહરુ દિવસ નિસિ ધ્યાન તુમ્હાર કપાટ.
લોચન નિજ પદ જંત્રિત જાહિં પ્રાન કેહિં બાટ.

(હનુમાનજીએ કહ્યું:) આપનું નામ રાત દિવસ પહેરો ભરનાર છે, આપનું ધ્યાન કમાડ છે અને નેત્રોને પોતાના
ચરણો માં લગાવી રહે છે (એ જ તાળું લાગેલું છે), પછી પ્રાણ જાય કયા માર્ગે?

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી 

ચલત મોહિ ચૂડ઼ામનિ દીન્હી, રઘુપતિ હૃદયલાઇ સોઇ લીન્હી.
નાથ જુગલ લોચન ભરિ બારી, બચન કહે કછુ જનકકુમારી.

અને નીકળતી વખતે તેમણે મને ચુડામણી (ઉતારી) દીધો છે. શ્રી રઘુનાથજી એ તેને લઈને હૃદય સરસો દબાવ્યો. (હનુમાનજીએ ફરી કહ્યું:) હે નાથ! બંને નેત્રોમાં જળ ભરી જાનકીજીએ મને કંઇક વચનો કહ્યાં છે:

અનુજ સમેત ગહેહુ પ્રભુ ચરના, દીન બંધુ પ્રનતારતિ હરના.
મન ક્રમ બચન ચરન અનુરાગી, કેહિ અપરાધ નાથ હૌં ત્યાગી.

નાના ભાઈ  સહિત પ્રભુના ચરણો પકડવા અને કહેવું કે, આપ દીનબંધુ તથા શરણાગતોના દુઃખ હરનાર છો; તેમજ હું મન,વચન તથા કર્મ થી (આપના)ચરણો પર પ્રેમવાળી છું;
છતાં (આપ) સ્વામીએ મને કયા અપરાધથી ત્યજી?

અવગુન એક મોર મૈં માના, બિછુરત પ્રાન ન કીન્હ પયાના.
નાથ સો નયનન્હિ કો અપરાધા, નિસરત પ્રાન કરિહિં હઠિ બાધા.

હું મારો એક અવગુણ (દોષ, અવશ્ય) માનું છુ કે આપનો વિયોગ થતાં જ મારા પ્રાણ ચાલ્યા ન ગયા;
પરંતુ  હે નાથ! એતો નેત્રોનો અપરાધ છે કે જે પ્રાણ ને નીકળી જવામાં હઠપૂર્વક હરકત કરે છે.

બિરહ અગિનિ તનુ તૂલ સમીરા, સ્વાસ જરઇ છન માહિં સરીરા.
નયન સ્ત્રવહિ જલુ નિજ હિત લાગી, જરૈં ન પાવ દેહ બિરહાગી.

વિરહ અગ્નિ છે,શરીર રૂ છે અને શ્વાસ પવન છે. આમ અગ્નિ તથા પવનનો સંયોગ થતાં
શરીર ક્ષણ માત્રમાં બળી જાય, પરંતુ નેત્રો પોતાના હિત માટે (પ્રભુનાં દર્શન કરી સુખી થવાને)
જળ (આંસુ) વરસાવી રહ્યા છે, જેથી વિરહના અગ્નિથી પણ દેહ બળી જવા પામતો નથી.

સીતા કે અતિ બિપતિ બિસાલા, બિનહિં કહેં ભલિ દીનદયાલા.

સીતાજીની વિપત્તિ ઘણી મોટી છે. હે  દિનદયાળ! તે ન કહેવી જ ઠીક છે
(કહેવાથી આપને ઘણું દુઃખ થશે ).

[ દોહા ૩૧ ]

નિમિષ નિમિષ કરુનાનિધિ જાહિં કલપ સમ બીતિ.
બેગિ ચલિય પ્રભુ આનિઅ ભુજ બલ ખલ દલ જીતિ.

હે કરુણાનિધાન! તેમની એક એક પળ કલ્પ સમાન જાય છે; માટે હે પ્રભો! તરત ચાલો. આપની ભુજાઓ ના બળથી દુષ્ટોના દળ ને જીતી સીતાજીને લઇ આવીએ.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

સુનિ સીતા દુખ પ્રભુ સુખ અયના, ભરિ આએ જલ રાજિવ નયના.
બચન કા મન મમ ગતિ જાહી, સપનેહુબૂઝિઅ બિપતિ કિ તાહી.

સીતાજીનું દુઃખ સાંભળી સુખના ધામ પ્રભુનાં કમળ સમાન નેત્રોમાં જળ ભરાઈ આવ્યાં (અને તે બોલ્યા:) મન, વચન તથા શરીરથી જેને મારો જ આધાર છે, તેને શું સ્વપ્ન માં પણ વિપત્તિ હોય?

કહ હનુમંત બિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ.
કેતિક બાત પ્રભુ જાતુધાન કી, રિપુહિ જીતિ આનિબી જાનકી.

હનુમાનજીએ કહ્યું: હે પ્રભો! વિપત્તિ તો તે જ (અને ત્યારે જ) છે કે,જયારે આપનું ભજન સ્મરણ ન થાય, હે પ્રભો! રાક્ષસોની શું વાત છે? (તેઓ શી ગણતરીમાં છે?) આપ શત્રુને જીતી જાનકીજીને લઇ આવશો.

સુનુ કપિ તોહિ સમાન ઉપકારી, નહિં કોઉ સુર નર મુનિ તનુધારી.
પ્રતિ ઉપકાર કરૌં કા તોરા, સનમુખ હોઇ ન સકત મન મોરા.

( શ્રીરામ બોલ્યા:) હે હનુમાન! સંભાળો. તમારા સમાન મારો ઉપકારી દેવ, મનુષ્ય કે મુનિ કોઈ શરીરધારી નથી. હું તમારો પ્રતિ ર્ઉપકાર (બદલો) શું કરું? મારું મન પણ તમારી સન્મુખ થઇ શકતું નથી.

સુનુ સુત ઉરિન મૈં નાહીં, દેખેઉકરિ બિચાર મન માહીં.
પુનિ પુનિ કપિહિ ચિતવ સુરત્રાતા, લોચન નીર પુલક અતિ ગાતા.

હે પુત્ર! સંભાળો, મેં મનમાં ખુબ વિચાર કરી જોયું કે, હું તમારા કરજમાંથી છુટું તેમ નથી!
દેવોના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને જોઈ રહ્યા,
નેત્રોમાં પ્રેમાશ્રુનું  જળ ભરાયું અને શરીર અત્યંત પુલકિત થયું.

[ દોહા ૩૨ ]

સુનિ પ્રભુ બચન બિલોકિ મુખ ગાત હરષિ હનુમંત.
ચરન પરેઉ પ્રેમાકુલ ત્રાહિ ત્રાહિ ભગવંત.

પ્રભુનાં વચન સાંભળી, તેમજ તેમનું પ્રસન્ન મુખ અને પુલકિત શરીર જોઈ હનુમાનજી હર્ષિત થયા અને પ્રેમથી વ્યાકુળ બની હે ભગવાન રક્ષા કરો રક્ષા કરો, એમ કહેતા શ્રી રામના ચરણોમાં પડ્યા.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

બાર બાર પ્રભુ ચહઇ ઉઠાવા, પ્રેમ મગન તેહિ ઉઠબ ન ભાવા.
પ્રભુ કર પંકજ કપિ કેં સીસા, સુમિરિ સો દસા મગન ગૌરીસા.

પ્રભુ તેમને વારંવાર ઉઠાડવા ચાહતા હતા, પરંતુ પ્રેમમાં મગ્ન હનુમાનજીને ચરણો માંથી ઉઠવું ગમ્યું નહિ!
પ્રભુના હસ્તકમળ હનુમાનજીના મસ્તક પર હતા. તે સ્થિતિ નું સ્મરણ કરી શંકર પ્રેમ મગ્ન થયા.

સાવધાન મન કરિ પુનિ સંકર, લાગે કહન કથા અતિ સુંદર.
કપિ ઉઠાઇ પ્રભુ હૃદયલગાવા, કર ગહિ પરમ નિકટ બૈઠાવા.

પછી  મનને સાવધાન કરી શંકર અતિ સુંદર કથા કહેવા લાગ્યા:
હનુમાનજીને ઉઠાડી પ્રભુએ હદય સાથે ચાંપ્યા અને હાથ પકડી અત્યંત સમીપ બેસાડ્યા.

કહુ કપિ રાવન પાલિત લંકા, કેહિ બિધિ દહેઉ દુર્ગ અતિ બંકા.
પ્રભુ પ્રસન્ન જાના હનુમાના, બોલા બચન બિગત અભિમાના.

(પછી કહ્યું કે:) હે હનુમાનજી! કહો, રાવણ વડે સુરક્ષિત લંકા અને તેના દુર્ગમ કિલ્લાને તમે કેવી રીતે બાળ્યો?  હનુમાનજીએ  પ્રભુને પ્રસન્ન જાણ્યા અને તે અભિમાનરહિત વચન બોલ્યા:

સાખામૃગ કે બડ઼િ મનુસાઈ, સાખા તેં સાખા પર જાઈ.
નાઘિ સિંધુ હાટકપુર જારા, નિસિચર ગન બિધિ બિપિન ઉજારા.
સો સબ તવ પ્રતાપ રઘુરાઈ, નાથ ન કછૂ મોરિ પ્રભુતાઈ.

વાનરોનો ફક્ત એ જ મોટો પુરુષાર્થ છે કે તે એક ડાળી પરથી બીજી ડાળી પર જઈ શકે છે.
મેં સમુદ્રને ઓળંગી સોનાનું નગર (લંકા) સળગાવ્યું અને રાક્ષસગણને મારી અશોકવન ઉજ્જડ કર્યું,
તે સર્વ તો હે રઘુનાથજી! આપનો જ પ્રતાપ છે. હે નાથ! એમાં મારી પ્રભુતા (શક્તિ કે બડાઈ) કંઈ જ નથી.

[ દોહા ૩૩ ]

તા કહૂઁ પ્રભુ કછુ અગમ નહિં જા પર તુમ્હ અનુકુલ.
તબ પ્રભાવબડ઼વાનલહિં જારિ સકઇ ખલુ તૂલ.

હે પ્રભુ જેના પર આપ અનુકુળ (પ્રસન્ન) છો, તેણે કંઈ કઠિન નથી. આપના પ્રભાવથી રૂ
વડવાનલ ને પૂર્ણ બાળી શકે છે. અર્થાત અસંભવિત પણ સંભવિત બને છે.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

નાથ ભગતિ અતિ સુખદાયની, દેહુ કૃપા કરિ અનપાયની.
સુનિ પ્રભુ પરમ સરલ કપિ બાની, એવમસ્તુ તબ કહેઉ ભવાની.

હે નાથ! કૃપા કરી મને અત્યંત સુખ આપનારી (આપની) નિશ્વલ ભક્તિ આપો. હનુમાનજીની અત્યંત સરળ વાણી
સાંભળી, હે ભવાની! તે વખતે પ્રભુ રામચંદ્રજી એ ભલે એમ થાઓ કહ્યું.

ઉમા રામ સુભાઉ જેહિં જાના, તાહિ ભજનુ તજિ ભાવ ન આના.
યહ સંવાદ જાસુ ઉર આવા, રઘુપતિ ચરન ભગતિ સોઇ પાવા.

હે પાર્વતી! જેણે શ્રી રામનો સ્વભાવ જાણ્યો હોય, તેને ભજન છોડી બીજી વાત જ ગમતી નથી!
આ સ્વામી સેવકનો સંવાદ જેના હદયમાં આવ્યો હોય, તે જ રઘુનાથજીના ચરણો ની ભક્તિ પામ્યો છે.

સુનિ પ્રભુ બચન કહહિં કપિબૃંદા, જય જય જય કૃપાલ સુખકંદા.
તબ રઘુપતિ કપિપતિહિ બોલાવા, કહા ચલૈં કર કરહુ બનાવા.

પ્રભુનાં વચન સાંભળી વાનરગણ કહેવા લાગ્યો: કૃપાળુ  જય થાઓ, જય થાઓ!
તે વખતે  શ્રી રઘુનાથજી એ કપિરાજ સુગ્રીવને બોલાવ્યા અને કહ્યું: ચાલવાની તૈયારી કરો.

અબ બિલંબુ કેહિ કારન કીજે, તુરત કપિન્હ કહુઆયસુ દીજે.
કૌતુક દેખિ સુમન બહુ બરષી, નભ તેં ભવન ચલે સુર હરષી.

હવે વિલંબ શા માટે કરવો જોઈએ? વાનરો ને તરત આજ્ઞા આપો. ભગવાનની એ લીલા (રાવણ વધનો આરંભ) જોઈ, દેવો ઘણા પુષ્પો વરસાવી, હર્ષિત થઇ આકાશમાંથી પોત પોતાના લોક તરફ ચાલ્યા.

[ દોહા ૩૪ ]

કપિપતિ બેગિ બોલાએ આએ જૂથપ જૂથ.
નાના બરન અતુલ બલ બાનર ભાલુ બરૂથ.

વાનર રાજ સુગ્રીવે તરત વાનરોને બોલાવ્યા. સેનાપતિઓના સમૂહ આવ્યા. વાનરો તથા રીંછો નાં ટોળાં
અનેક રંગ ના અતુલ બળ વાળાં હતાં.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

પ્રભુ પદ પંકજ નાવહિં સીસા, ગરજહિં ભાલુ મહાબલ કીસા.
દેખી રામ સકલ કપિ સેના, ચિતઇ કૃપા કરિ રાજિવ નૈના.

તેઓ પ્રભુના ચરણકમળો માં મસ્તકો નમાવી રહ્યા. મહાબળવાન રીંછો અને વાનરો ગર્જના કરી રહ્યા.
શ્રી રામે વાનરોની  સકળ સેના જોઈ, તેમના તરફ કમળ તુલ્ય નેત્રોથી કૃપા-દૃષ્ટિ નાખી.

રામ કૃપા બલ પાઇ કપિંદા, ભએ પચ્છજુત મનહુગિરિંદા.
હરષિ રામ તબ કીન્હ પયાના, સગુન ભએ સુંદર સુભ નાના.

શ્રી રામ કૃપાનું બળ પામી શ્રેષ્ઠ વાનરો જાણે મોટા પર્વતો બન્યા! તે વખતે શ્રી રામે હર્ષિત થઇ પ્રયાણ કર્યું.
અનેક સુંદર તથા શુભ શુકન થયા.

જાસુ સકલ મંગલમય કીતી, તાસુ પયાન સગુન યહ નીતી.
પ્રભુ પયાન જાના બૈદેહીં, ફરકિ બામ અ જનુ કહિ દેહીં.

જેમની કીર્તિ સમગ્ર મંગલમય હતી, તેમના પ્રયાણ સમયે (શુભ)
શુકનો થાય, એ નીતિ (લીલાની મર્યાદા) છે. પ્રભુનું પ્રયાણ સીતાજીએ પણ જાણ્યું. તેમનાં ડાબાં
અંગો ફરકીને જાણે કહી દેતાં હતાં (કે શ્રી રામ આવે છે)

જોઇ જોઇ સગુન જાનકિહિ હોઈ, અસગુન ભયઉ રાવનહિ સોઈ.
ચલા કટકુ કો બરનૈં પારા, ગર્જહિ બાનર ભાલુ અપારા.

સીતાજીને જેમ જે જે શુકનો થયા તે તે રાવણ માટે અપશુકનો થયા. સેના ચાલી,તેનું વર્ણન કોણ કરી શકે?
અસંખ્ય વાનરો અને રીંછો ગર્જના કરી રહ્યા.

નખ આયુધ ગિરિ પાદપધારી, ચલે ગગન મહિ ઇચ્છાચારી.
કેહરિનાદ ભાલુ કપિ કરહીં, ડગમગાહિં દિગ્ગજ ચિક્કરહીં.

નખો રૂપી આયુધો વાળા અને ઈચ્છાનુસાર ચાલતા રીંછો તથા વાનરો, પર્વતો અને વૃક્ષો ધારણ કરી, કોઈ
આકાશ માર્ગે અને કોઈ પૃથ્વી પર ચાલવા લાગ્યા. તેઓ સિંહ સમાન ગર્જના કરી રહ્યા. તેઓના ચાલવાથી
તથા ગાજવાથી દિશાઓના હાથીઓ  ડગમગી ચિત્કાર કરવા લાગ્યા.

છંદ

ચિક્કરહિં દિગ્ગજ ડોલ મહિ ગિરિ લોલ સાગર ખરભરે,
મન હરષ સભ ગંધર્બ સુર મુનિ નાગ કિન્નર દુખ ટરે.
કટકટહિં મર્કટ બિકટ ભટ બહુ કોટિ કોટિન્હ ધાવહીં,
જય રામ પ્રબલ પ્રતાપ કોસલનાથ ગુન ગન ગાવહીં.

દિશાઓના હાથીઓ ચિત્કાર કરી રહ્યા, પૃથ્વી ડોલવા લાગી,પર્વત ચંચળ થઇ (કંપી) ઉઠ્યા અને સમુદ્રો  ખળભળી ગયા. ગંધર્વો, દેવો, મુનિઓ, નાગો, કિન્નરો સર્વ ના મનમાં હર્ષ થયો કે, હવે અમારું દુઃખ ટળ્યું.
અનેક કરોડો ભયાનક વાનર યોદ્ધાઓ દાંતિયા કરી રહ્યા અને કરોડો દોડી રહ્યા. પ્રબળ પ્રતાપવાળા કોશલનાથ
શ્રી રામચંદ્રનો જય થાઓ. એમ પોકારતા તેઓ તેમના ગુણ સમૂહો ગાઈ રહ્યા.

સહિ સક ન ભાર ઉદાર અહિપતિ બાર બારહિં મોહઈ,
ગહ દસન પુનિ પુનિ કમઠ પૃષ્ટ કઠોર સો કિમિ સોહઈ.
રઘુબીર રુચિર પ્રયાન પ્રસ્થિતિ જાનિ પરમ સુહાવની,
જનુ કમઠ ખર્પર સર્પરાજ સો લિખત અબિચલ પાવની.

પરમ શ્રેષ્ઠ સર્પરાજ શેષનાગ પણ સેનાનો ભાર સહી ન શક્યા. વારંવાર મોહિત થઇ (ગભરાઈ) ગયા.
અને કાચબાની કઠોર પીઠ ને દાંતો થી પકડી લેવા લાગ્યા, પણ દાંત નહિ પડતાં ચિન્હ પડ્યાં.
તે એવા શોભી રહ્યા કે જાણે રઘુવીર શ્રી રામચંદ્ર ની સુંદર પ્રયાણ યાત્રાને ઘણી જ સોહામણી જાણી,
તેની અચળ કથાને સર્પરાજ શેષનાગ કાચબા ની પીઠ પર લખી રહ્યા હોય!

[ દોહા ૩૫ ]

એહિ બિધિ જાઇ કૃપાનિધિ ઉતરે સાગર તીર.
જહતહલાગે ખાન ફલ ભાલુ બિપુલ કપિ બીર

એ પ્રકારે કૃપા-નિધાન શ્રી રામચંદ્રજી સમુદ્રના કિનારા પર જઈ ઉતર્યા.
અનેક રીંછ તથા વાનરો જ્યો ત્યાં ફળ ખાવા લાગ્યા.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

ઉહાનિસાચર રહહિં સસંકા, જબ તે જારિ ગયઉ કપિ લંકા.
નિજ નિજ ગૃહસબ કરહિં બિચારા, નહિં નિસિચર કુલ કેર ઉબારા.

ત્યાં (લંકામાં) જ્યારથી હનુમાનજી લંકા સળગાવીને ગયા, ત્યારથી રાક્ષસો શંકા યુક્ત રહેવા લાગ્યા.
પોત પોતાના ઘરમાં સર્વ વિચાર કરી રહ્યા કે હવે રાક્ષસ કુળનું રક્ષણ થવાનું નથી.

જાસુ દૂત બલ બરનિ ન જાઈ, તેહિ આએપુર કવન ભલાઈ.
દૂતન્હિ સન સુનિ પુરજન બાની, મંદોદરી અધિક અકુલાની.

જેના દૂતનું બળ વર્ણવી શકાતું નથી, તે પોતે નગરમાં આવે તેમાં (આપણી) શી ભલાઈ છે?
(શું સારું થશે?) દૂતીઓ પાસેથી નગર વાસીઓના એ વચનો સાંભળી મંદોદરી ઘણી જ વ્યાકુળ થઇ.

રહસિ જોરિ કર પતિ પગ લાગી, બોલી બચન નીતિ રસ પાગી.
કંત કરષ હરિ સન પરિહરહૂ, મોર કહા અતિ હિત હિયધરહુ.

તે એકાંતમાં પતિને (રાવણને) હાથ જોડીને પગે લાગી અને નીતિ રસથી તળબોળ વાણી બોલી:
હે પતિ! શ્રી હરિ  સાથેનો વિરોધ છોડી દો. મારું કહેવું અત્યંત હિતકારી જાણી હૃદયમાં ધારો.

સમુઝત જાસુ દૂત કઇ કરની, સ્ત્રવહીં ગર્ભ રજનીચર ધરની.
તાસુ નારિ નિજ સચિવ બોલાઈ, પઠવહુ કંત જો ચહહુ ભલાઈ.

જેના દૂતની કરણીનો વિચાર કરતાં (સ્મરણ આવતાં) જ રાક્ષસોની સ્ત્રીઓ ના ગર્ભો સ્ત્રવી જાય છે; હે પ્રિય સ્વામી! જો ભલું ચાહતા હો, તો પોતાના મંત્રીને બોલાવી તેની સાથે તેમની (શ્રીરામની) સ્ત્રીને મોકલી દો.

તબ કુલ કમલ બિપિન દુખદાઈ, સીતા સીત નિસા સમ આઈ.
સુનહુ નાથ સીતા બિનુ દીન્હેં, હિત ન તુમ્હાર સંભુ અજ કીન્હેં.

સીતા તમારા કુળ રૂપી કમળો ના વનને દુઃખ દેનારી શિયાળા ની રાત્રિ  જેવી  આવી છે. હે નાથ! સંભાળો.
સીતાને આપ્યા વિના શંકર અને બ્રહ્મા નું  કરેલું પણ  તમારું હિત (કલ્યાણ) નહિ થાય.

[ દોહા ૩૬ ]

રામ બાન અહિ ગન સરિસ નિકર નિસાચર ભેક,
જબ લગિ ગ્રસત ન તબ લગિ જતનુ કરહુ તજિ ટેક

શ્રી રામના બાણ સર્પોના સમૂહ જેવા છે અને રાક્ષસોના સમૂહ દેડકા જેવા છે. જ્યાં સુધી માં તે (બાણો રૂપી સર્પો) તેમને  (આ રાક્ષસો રૂપી દેડકાંઓને) ગળી ન જાય ત્યાં સુધીમાં હઠ છોડી ઉપાય કરો.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

શ્રવન સુની સઠ તા કરિ બાની, બિહસા જગત બિદિત અભિમાની.
સભય સુભાઉ નારિ કર સાચા, મંગલ મહુભય મન અતિ કાચા.

મૂર્ખ અને જગ પ્રસિદ્ધ  અભિમાની રાવણ કાનોથી તેની વાણી સાંભળી ખુબ હસ્યો (અને બોલ્યો:) ખરેખર સ્ત્રીઓનો સ્વભાવ ઘણો જ બીકણ હોય છે. મંગળ માં પણ તું ભય કરે છે! તારું મન અત્યંત કાચું (નબળું) છે.

જૌં આવઇ મર્કટ કટકાઈ, જિઅહિં બિચારે નિસિચર ખાઈ.
કંપહિં લોકપ જાકી ત્રાસા, તાસુ નારિ સભીત બડ઼િ હાસા.

જો વાનરોની સેના આવશે તો બિચારા રાક્ષસો  તેઓને ખાઈ પોતાનો જીવન નિર્વાહ કરશે. લોક પાલો પણ જેના ભયથી કંપે છે, તેની સ્ત્રી હોવા છતાં તું ડરે છે! આ મોટી હાસ્યની વાત છે.

અસ કહિ બિહસિ તાહિ ઉર લાઈ, ચલેઉ સભામમતા અધિકાઈ.
મંદોદરી હૃદયકર ચિંતા, ભયઉ કંત પર બિધિ બિપરીતા.

રાવણ એમ કહી હસીને તેને હૃદય સાથે  ચાંપી  અને મમતા સ્નેહ વધારી તે સભામાં ચાલ્યો ગયો.
મંદોદરી  હૃદયમાં ચિંતા કરવા લાગી કે પતિ પર વિધાતા વિપરીત થયાં છે.

બૈઠેઉ સભાખબરિ અસિ પાઈ, સિંધુ પાર સેના સબ આઈ.
બૂઝેસિ સચિવ ઉચિત મત કહહૂ, તે સબ હે મષ્ટ કરિ રહહૂ.
જિતેહુ સુરાસુર તબ શ્રમ નાહીં, નર બાનર કેહિ લેખે માહી.

તે સભામાં જઈ બેઠો, (કે તે જ  વખતે તેને આવી ખબર મળી કે, શત્રુની સર્વ સેના સમુદ્રની પાર આવી છે. તેણે મંત્રીઓને પૂછ્યું કે, તમે યોગ્ય સલાહ કહો; (હવે શું કરવું જોઈએ?) ત્યારે તેઓ બધા હસ્યા અને બોલ્યા કે, ચુપ થઇ રહો. (આમાં સલાહ શી કહેવાની છે?) આપે દેવો અને રાક્ષસોને જીત્યા ત્યારે શ્રમ થયો ન હતો, તો મનુષ્યો અને વાનરો કઈ ગણતરીમાં છે?

[ દોહા ૩૭ ]

સચિવ બૈદ ગુર તીનિ જૌં પ્રિય બોલહિં ભય આસ,
રાજ ધર્મ તન તીનિ કર હોઇ બેગિહીં નાસ

મંત્રી, વૈધ અને ગુરુ – આ ત્રણે જો ભય અથવા (લાભની) આશાને લીધે (હીત ની વાત ન કહી કેવળ) પ્રિય બોલે
(ખુશામત જ કરે), તો અનુક્રમે રાજ્ય, શરીર તથા ધર્મ (એ ત્રણે) નો જલદી નાશ થાય છે.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

સોઇ રાવન કહુબનિ સહાઈ, અસ્તુતિ કરહિં સુનાઇ સુનાઈ.
અવસર જાનિ બિભીષનુ આવા, ભ્રાતા ચરન સીસુ તેહિં નાવા.

રાવણને પણ તે જ  સહાય મળી હતી. (મંત્રીઓ) તેને  સંભળાવી સંભળાવી (મોં આગળ) સ્તુતિ કરતા હતા; એ સમયે અવસર જાણી વિભીષણ આવ્યા. તેમણે મોટાભાઈના ચરણોમાં મસ્તક નમાવ્યું.

પુનિ સિરુ નાઇ બૈઠ નિજ આસન, બોલા બચન પાઇ અનુસાસન.
જૌ કૃપાલ પૂિહુ મોહિ બાતા, મતિ અનુરુપ કહઉહિત તાતા.

પછી તે મસ્તક નમાવી પોતાના આસન પર બેઠા અને આજ્ઞા મેળવી વચન બોલ્યા:  હે કૃપાળુ!
જો આપે મને સલાહ પૂછી છે, તો હે તાત! હું મારી બુદ્ધિ પ્રમાણે આપના હિતની વાત કહું છું.

જો આપન ચાહૈ કલ્યાના, સુજસુ સુમતિ સુભ ગતિ સુખ નાના.
સો પરનારિ લિલાર ગોસાઈં, તજઉ ચઉથિ કે ચંદ કિ નાઈ.

જે (મનુષ્ય) પોતાનું કલ્યાણ, સુંદર યશ, ઉત્તમ બુદ્ધિ, શુભ ગતિ અને અનેક પ્રકારનાં સુખ ચાહતો હોય,
તે હે સ્વામી! પર સ્ત્રીના લલાટ ને ચોથના ચંદ્ર પેઠે ત્યજે છે
(અર્થાત જેમ લોકો ચોથ ના ચંદ્ર ને જોતા નથી, તેમ પર સ્ત્રીનું મુખ ન જોવું.)

ચૌદહ ભુવન એક પતિ હોઈ, ભૂતદ્રોહ તિષ્ટઇ નહિં સોઈ.
ગુન સાગર નાગર નર જોઊ, અલપ લોભ ભલ કહઇ ન કોઊ.

ચૌદ ભુવન નો  એકજ સ્વામી હોય, તે પણ જીવો સાથે વેર કરી ટકી શકતો નથી, (પણ નાશ પામે છે);
જે મનુષ્ય ગુણો નો સમુદ્ર અને ચતુર હોય તેને પણ ભલે થોડો લોભ હોય, તો તેને કોઈ સારો કહેતું નથી.

[ દોહા ૩૮ ]

કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ,
સબ પરિહરિ રઘુબીરહિ ભજહુ ભજહિં જેહિ સંત

હે નાથ! કામ, ક્રોધ, મદ અને લોભ – એ સર્વ નરકના માર્ગો છે.
એ સર્વ છોડી રઘુવીરને ભજો કે જેમને સંતો ભજે છે.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

તાત રામ નહિં નર ભૂપાલા, ભુવનેસ્વર કાલહુ કર કાલા.
બ્રહ્મ અનામય અજ ભગવંતા, બ્યાપક અજિત અનાદિ અનંતા.

હે તાત! શ્રી રામચંદ્રજી મનુષ્યોના જ રાજા નથી; તે સમસ્ત લોકના સ્વામી અને કાળ ના પણ કાળ છે,
તે  ભગવાન છે. તે વિકારરહિત, અજન્મા, વ્યાપક, અજેય, અનાદિ અને અનંત બ્રહ્મ છે.

ગો દ્વિજ ધેનુ દેવ હિતકારી, કૃપાસિંધુ માનુષ તનુધારી.
જન રંજન ભંજન ખલ બ્રાતા, બેદ ધર્મ રચ્છક સુનુ ભ્રાતા.

કૃપાના સમુદ્ર તે ભગવાને, પૃથ્વી, બ્રાહ્મણો, ગાયો અને દેવોનું હિત કરવા માટે જ મનુષ્ય શરીર ધર્યું છે.
હે ભાઈ! સાંભળો. તે ભક્તોને આનંદ આપનારા, દુષ્ટો ના સમૂહોનો નાશ કરનારા
અને વેદ તથા ધર્મની રક્ષા કરનારા છે.

તાહિ બયરુ તજિ નાઇઅ માથા, પ્રનતારતિ ભંજન રઘુનાથા.
દેહુ નાથ પ્રભુ કહુબૈદેહી, ભજહુ રામ બિનુ હેતુ સનેહી.

વેર તજી તેમને મસ્તક નમાવો. શ્રી રઘુનાથજી શરણાગતોનાં દુઃખો નો નાશ કરનારા છે. હે નાથ!
પ્રભુને સીતાજી આપીદો અને વિના કારણ જ  સ્નેહ કરનારા શ્રી રામને ભજો.

સરન ગએપ્રભુ તાહુ ન ત્યાગા, બિસ્વ દ્રોહ કૃત અઘ જેહિ લાગા.
જાસુ નામ ત્રય તાપ નસાવન, સોઇ પ્રભુ પ્રગટ સમુઝુ જિયરાવન.

જેને સંપૂર્ણ જગતનો દ્રોહ  કર્યા નું પાપ લાગ્યું હોય, તે પણ શરણે જાય, તો પ્રભુ તેનો ત્યાગ કરતા નથી.
જેનું નામ ત્રણે તાપોનો  નાશ કરનાર છે, તે જ પ્રભુ (ભગવાન) મનુષ્ય રૂપે પ્રગટ્યા છે.
હે રાવણ! હદયમાં આ તમે સમજો.

[ દોહા ૩૯ ]

બાર બાર પદ લાગઉબિનય કરઉદસસીસ.
પરિહરિ માન મોહ મદ ભજહુ કોસલાધીસ

હે દશ મસ્તકો વાળા! હું વારંવાર આપને પગે લાગુ છું અને વિનંતી કરું છું કે,
માન, મોહ તથા મદ છોડી આપ કોશલપતિ શ્રી રામને ભજો.

મુનિ પુલસ્તિ નિજ સિષ્ય સન કહિ પઠઈ યહ બાત.
તુરત સો મૈં પ્રભુ સન કહી પાઇ સુઅવસરુ તાત

મુનિ પુલત્સ્યે પોતાના શિષ્ય પાસે આ વાત કહેવડાવી મોકલી છે.
હે તાત! સુંદર અવસર મેળવી  મેં તરત જ  આ વાત (આપ) પ્રભુને કહી છે.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

માલ્યવંત અતિ સચિવ સયાના, તાસુ બચન સુનિ અતિ સુખ માના.
તાત અનુજ તવ નીતિ બિભૂષન, સો ઉર ધરહુ જો કહત બિભીષન.

માલ્યવાન નામનો ઘણો બુદ્ધિમાન મંત્રી હતો; તેણે (વિભીષણ) તેનાં  વચનો સાંભળી ઘણું સુખ માન્યું;
(અને કહ્યું 🙂 હે તાત! આપના નાના ભાઈ નીતિને શોભાવનાર છે. વિભીષણ જે કહે છે તેને હદયમાં ધરો.

રિપુ ઉતકરષ કહત સઠ દોઊ, દૂરિ ન કરહુ ઇહાહઇ કોઊ.
માલ્યવંત ગૃહ ગયઉ બહોરી, કહઇ બિભીષનુ પુનિ કર જોરી.

(રાવણે કહ્યું:) આ બંને લુંચ્ચાઓ શત્રુનો મહિમા કહે છે, અહી છે કોઈ?
આમને દુર કરો. પછી મુલ્યવાન તો ઘેર ગયો. પણ વિભીષણ હાથ જોડી ફરી કહેવા લાગ્યા.

સુમતિ કુમતિ સબ કેં ઉર રહહીં, નાથ પુરાન નિગમ અસ કહહીં.
જહાસુમતિ તહસંપતિ નાના, જહાકુમતિ તહબિપતિ નિદાના.

હે નાથ! સુબુદ્ધિ અને કુબુદ્ધિ સર્વના હદયમાં રહે છે. એમ પુરાણો તથા વેદો કહે છે. જ્યાં સુબુદ્ધિ છે ત્યાં અનેક પ્રકારની સંપત્તિઓ રહે છે અને જ્યાં કુબુદ્ધિ છે ત્યાં પરિણામે વિપત્તિ (દુઃખ) રહે છે.

તવ ઉર કુમતિ બસી બિપરીતા, હિત અનહિત માનહુ રિપુ પ્રીતા.
કાલરાતિ નિસિચર કુલ કેરી, તેહિ સીતા પર પ્રીતિ ઘનેરી.

તમારા હદયમાં વિપરીત કુબુદ્ધિ વસી છે, તેથી જ આપ હિતને અહિત અને શત્રુને મિત્ર માનો છો.
જે રાક્ષસ કુળ માટે કાળ રાત્રિ છે, તેથી સીતા પર તમને ઘણી પ્રીતિ છે!

[ દોહા ૪૦ ]

તાત ચરન ગહિ માગઉરાખહુ મોર દુલાર.
સીત દેહુ રામ કહુઅહિત ન હોઇ તુમ્હાર

હે તાત! હું ચરણો પકડી આપની પાસે માગું છું (વિનંતી કરું છું) કે, આપ મારો પ્રેમ રાખો .
શ્રી રામને સીતાજી દઈ દો, જેથી આપનું અહિત થાય નહિ.

મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સો દશરથ અજીર બીહારી

બુધ પુરાન શ્રુતિ સંમત બાની, કહી બિભીષન નીતિ બખાની.
સુનત દસાનન ઉઠા રિસાઈ, ખલ તોહિ નિકટ મુત્યુ અબ આઈ.

વિભીષણે પંડિતો, પુરાણો તથા વેદોને માન્ય વાણી થી નીતિ વખાણી ને કહી; પણ તે સંભાળતાં રાવણ
ક્રોધાયમાન થઇ ઉઠ્યો અને બોલ્યો કે, હે દુષ્ટ હવે મૃત્યુ તારી પાસે આવ્યું છે!

જિઅસિ સદા સઠ મોર જિઆવા, રિપુ કર પચ્છ મૂઢ઼ તોહિ ભાવા.
કહસિ ન ખલ અસ કો જગ માહીં, ભુજ બલ જાહિ જિતા મૈં નાહી.

અરે શઠ! તું મારો જીવાડ્યો સદા જીવે છે – મારા જ  અન્ન થી પોષાઈ રહ્યો છે; છતાં ઓ મૂઢ!
તને શત્રુનો જ પક્ષસારો લાગે છે! અરે દુષ્ટ! કહે જગતમાં એવો કોણ છે,
જેને મેં પોતાની ભુજા ના બળથી જીત્યો નથી.

મમ પુર બસિ તપસિન્હ પર પ્રીતી, સઠ મિલુ જાઇ તિન્હહિ કહુ નીતી.
અસ કહિ કીન્હેસિ ચરન પ્રહારા, અનુજ ગહે પદ બારહિં બારા.

મારા નગરમાં વસી તું તપસ્વી પર પ્રેમ કરે છે! ઓ શઠ! તેઓને  જઈને મળ અને તેમને નીતિ કહે!
એમ કહી રાવણે તેમને લાત મારી; નાના ભાઈ વિભીષણે વારંવાર તેના ચરણો જ ગ્રહણ કર્યા.

ઉમા સંત કઇ ઇહઇ બડ઼ાઈ, મંદ કરત જો કરઇ ભલાઈ.
તુમ્હ પિતુ સરિસ ભલેહિં મોહિ મારા, રામુ ભજેં હિત નાથ તુમ્હારા.
સચિવ સંગ લૈ નભ પથ ગયઊ, સબહિ સુનાઇ કહત અસ ભયઊ.

(શંકર કહેછે:) હે પાર્વતી! સંતનો આજ મહિમા છે કે, જે બુરું કરવા છતાં બુરું કરનારનું ભલું જ કરે છે.
(વિભિષણે કહ્યું:) આપ મારા પિતા સમાન છો, મને તમે ભલે માર્યો; પરંતુ હે નાથ!
શ્રી રામને ભજવામાં જ તમારું હિત છે. (એટલું કહી) વિભીષણ પોતાના મંત્રીઓને સાથે લઇ આકાશ માર્ગે ગયો. અને સર્વને સંભળાવી તેણે આમ કહ્યું.

[ દોહા ૪૧ ]

રામુ સત્યસંકલ્પ પ્રભુ સભા કાલબસ તોરિ.
મૈ રઘુબીર સરન અબ જાઉદેહુ જનિ ખોરિ

શ્રી રામચંદ્રજી સત્ય સંકલ્પ વાળા અને સર્વ સમર્થ પ્રભુ છે.હે રાવણ! તમારી સભા કાળને વશ છે,
તેથી હું હવે શ્રી રઘુવીર ને શરણે જાઉં છું. મને દોષ ન દેશો.

અસ કહિ ચલા બિભીષનુ જબહીં, આયૂહીન ભએ સબ તબહીં.
સાધુ અવગ્યા તુરત ભવાની, કર કલ્યાન અખિલ કૈ હાની.

એમ કહીને વિભીષણ જયારે ચાલ્યા ત્યારે સર્વ રાક્ષસો આયુષ્ય રહિત થયા. (તેમનું મૃત્યુ નક્કી થઇ ગયું.) શંકર કહે છે:  હે ભવાની! સજ્જન નું અપમાન સંપૂર્ણ કલ્યાણ નો તરત નાશ કરે છે.

રાવન જબહિં બિભીષન ત્યાગા, ભયઉ બિભવ બિનુ તબહિં અભાગા.
ચલેઉ હરષિ રઘુનાયક પાહીં, કરત મનોરથ બહુ મન માહીં.

રાવણે જે ક્ષણે વિભીષણ નો ત્યાગ કર્યો, તે ક્ષણે તે અભાગીયો ઐશ્વર્યરહિત થયો. વિભીષણ હર્ષિત થઇ મનમાં અનેક મનોરથો કરતા શ્રી રઘુનાથજી  પાસે ચાલ્યા.

દેખિહઉજાઇ ચરન જલજાતા, અરુન મૃદુલ સેવક સુખદાતા.
જે પદ પરસિ તરી રિષિનારી, દંડક કાનન પાવનકારી.

(તે વિચાર કરતા જતા હતા કે) હું જઈને ભગવાનના કોમળ અને લાલ વર્ણનાં ચરણકમળો નું દર્શન કરીશ. કે જે સેવકોને સુખ આપનાર છે, વળી જે ચરણો નો સ્પર્શ  કરવાથી  ઋષિ પત્ની અહલ્યા તારી
અને જે દંડક વનને પવિત્ર કરનાર છે.

જે પદ જનકસુતાઉર લાએ, કપટ કુરંગ સંગ ધર ધાએ.
હર ઉર સર સરોજ પદ જેઈ, અહોભાગ્ય મૈ દેખિહઉતેઈ.

જે ચરણો ને સીતાજીએ હૃદયમાં ધર્યા છે, જે કપટ મૃગ મારીચ સાથે પૃથ્વી પર (તેને પકડવા) દોડ્યા અને જેચરણકમળ સાક્ષાત શંકરના હૃદયરૂપી સરોવરમાં વિરાજે છે, મારાં અહોભાગ્ય છે કે હું તેમને આજે જોઇશ.

[ દોહા ૪૨ ]

જિન્હ પાયન્હ કે પાદુકન્હિ ભરતુ રહે મન લાઇ.
તે પદ આજુ બિલોકિહઉઇન્હ નયનન્હિ અબ જાઇ.

જે ચરણો ની પાદુકાઓમાં ભરતજીએ મન લગાડ્યું છે,
તે ચરણો ને હું આજે હમણાં જઈને આ નેત્રોથી જોઇશ!

મંગલ ભવન અમંગલ હારી શ્રી રામા શરણં મમ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી શ્રી રામા શરણં મમ

એહિ બિધિ કરત સપ્રેમ બિચારા, આયઉ સપદિ સિંધુ એહિં પારા.
કપિન્હ બિભીષનુ આવત દેખા, જાના કોઉ રિપુ દૂત બિસેષા.

એ પ્રકારે પ્રેમ સહિત વિચાર કરતા તે જલદી સમુદ્ર ની આ પાર (જ્યાં રામચંદ્રજીની સેના હતી ત્યાં) આવ્યા. વાનરોએ વિભીષણ આવતા જોઈ જાણ્યું કે, આ શત્રુનો કોઈ ખાસ દૂત છે.

તાહિ રાખિ કપીસ પહિં આએ, સમાચાર સબ તાહિ સુનાએ.
કહ સુગ્રીવ સુનહુ રઘુરાઈ, આવા મિલન દસાનન ભાઈ.

તેમને (પહેરા પર) થોભાવીને તેઓ સુગ્રીવ પાસે આવ્યા અને તેમને  સર્વ સમાચાર સંભળાવ્યા.
સુગ્રીવે (શ્રી રામ પાસે જઈ ) કહ્યું: હે રઘુનાથજી! સંભાળો. રાવણ નો ભાઈ આપને મળવા આવ્યો છે.

કહ પ્રભુ સખા બૂઝિઐ કાહા, કહઇ કપીસ સુનહુ નરનાહા.
જાનિ ન જાઇ નિસાચર માયા, કામરૂપ કેહિ કારન આયા.

પ્રભુ શ્રી રામે કહ્યું: હે મિત્ર! તમારી શી સલાહ છે? વાનરરાજ  સુગ્રીવે કહ્યું: હે મહારાજ! સાંભળો. રાક્ષસોનીમાયા જાણી શકાતી નથી. તે ઈચ્છાનુંસાર રૂપ ધરનારો (કપટી) કયા કારણે આવ્યો હશે? (તે શું કહી શકાય!)

ભેદ હમાર લેન સઠ આવા, રાખિઅ બાધિ મોહિ અસ  ભાવા.
સખા નીતિ તુમ્હ નીકિ બિચારી, મમ પન સરનાગત ભયહારી.

તે લુચ્ચો આપણો ભેદ લેવા આવ્યો છે, માટે મને તો એજ લાગે છે કે તેને બાંધી રાખવો. શ્રીરામે કહ્યું: તમે નીતિ ઠીક વિચારી, પરંતુ શરણાગત નો ભય હરવો એ મારું પણ છે.

સુનિ પ્રભુ બચન હરષ હનુમાના, સરનાગત બચ્છલ ભગવાના.

પ્રભુનાં વચન સાંભળી હનુમાન હર્ષ પામ્યા (અને મનમાં કહેવા લાગ્યા કે)
ભગવાન શરણે આવેલા પર પ્રેમ રાખનાર છે.

[ દોહા ૪૩ ]

સરનાગત કહુજે તજહિં નિજ અનહિત અનુમાનિ.
તે નર પાવ પાપમય તિન્હહિ બિલોકત હાનિ.

(શ્રી રામ ફરી બોલ્યા:) જે મનુષ્ય પોતાનું અહિત વિચારી શરણે આવેલાને ત્યજે છે, તે પામર અને પાપમય છે. અને તેને જોવામાં પણ હાનિ  છે.

મંગલ ભવન અમંગલ હારી શ્રી રામા શરણં મમ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી શ્રી રામા શરણં મમ

કોટિ બિપ્ર બધ લાગહિં જાહૂ, આએસરન તજઉનહિં તાહૂ.
સનમુખ હોઇ જીવ મોહિ જબહીં, જન્મ કોટિ અઘ નાસહિં તબહીં.

જેને કરોડો બ્રાહ્મણ ની હત્યા લાગી હોય, તેને પણ શરણે આવ્યા પછી હું ત્યજતો નથી.
જીવ જયારે મારી સન્મુખ થાય છે, ત્યારે તેના કરોડો જન્મ નાં પાપ નાશ પામે છે.

પાપવંત કર સહજ સુભાઊ, ભજનુ મોર તેહિ ભાવ ન કાઊ.
જૌં પૈ દુષ્ટહદય સોઇ હોઈ, મોરેં સનમુખ આવ કિ સોઈ.

પાપીઓનો એ સહજ સ્વભાવ હોય છે કે, તેને મારું ભજન કદી ગમતું નથી.
તે (રાવણ નો ભાઈ) દુષ્ટ હૃદયવાળો  હોત, તો  શું મારી સન્મુખ આવત?

નિર્મલ મન જન સો મોહિ પાવા, મોહિ કપટ છલ છિદ્ર ન ભાવા.
ભેદ લેન પઠવા દસસીસા, તબહુન કછુ ભય હાનિ કપીસા.

જે મનુષ્ય નિર્મળ મનનો હોય છે તે જ મને પામે છે. મને કપટ અને છળ છિદ્રો ગમતાં નથી. જો તેને રાવણે
આપણો ભેદ લેવા મોકલ્યો હશે, તો પણ હે સુગ્રીવ! આપણને કંઈ ભય કે હાની નથી.

જગ મહુસખા નિસાચર જેતે, લછિમનુ હનઇ નિમિષ મહુતેતે.
જૌં સભીત આવા સરનાઈ, રખિહઉતાહિ પ્રાન કી નાઈ.

કેમ કે  હે મિત્ર! જગતમાં જેટલા રાક્ષસો છે, તે સર્વ ને લક્ષ્મણ પલકવાર માં જ મારી શકે છે,
પણ જો તે ભયભીત થઇ મારી શરણે આવ્યો હશે, તો હું તેને પ્રાણ ની પેઠે રાખીશ (તેની રક્ષા કરીશ).

[ દોહા ૪૪ ]

ઉભય ભિ તેહિ આનહુ હિ કહ કૃપાનિકેત.
જય કૃપાલ કહિ ચલે અંગદ હનૂ સમેત.

કૃપાના ધામ શ્રી રામે  હસીને કહ્યું: બંને પ્રકારે (શત્રુ કે શરણે – તેવા બે પ્રકારે) તેને લાવો.
ત્યારે અંગદ અને હનુમાન સહિત વાનર ગણ કૃપાળુ શ્રી રામનો જય થાઓ (એમ) કહી ચાલ્યા.

મંગલ ભવન અમંગલ હારી શ્રી રામા શરણં મમ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી શ્રી રામા શરણં મમ

સાદર તેહિ આગેં કરિ બાનર, ચલે જહારઘુપતિ કરુનાકર.
દૂરિહિ તે દેખે દ્વૌ ભ્રાતા, નયનાનંદ દાન કે દાતા.

વિભીષણ ને આદર સહીત આગળ કરી વાનરો ફરી ત્યાં ચાલ્યા કે જ્યાં કરુણા ની ખાણ શ્રી રામચંદ્રજી હતા.  નેત્રોને આનંદ નું દાન દેનારા બંને ભાઈઓને વિભીષણે દુરથી જોયા.

બહુરિ રામ છબિધામ બિલોકી, રહેઉ ઠટુકિ એકટક પલ રોકી.
ભુજ પ્રલંબ કંજારુન લોચન, સ્યામલ ગાત પ્રનત ભય મોચન.

પછી શોભાના ધામ શ્રી રામ ને જોઈને મટકું પણ માર્યા વગર સ્તબ્ધ થઇ એકીટશે જોઈ રહ્યા!
ભગવાનની ભુજાઓ  લાંબી હતી, નેત્રો લાલ કમળ સમાન હતાં અને
શરણાગતો નાં ભયનો નાશ કરનારું શરીર શ્યામ હતું.

સિંઘ કંધ આયત ઉર સોહા, આનન અમિત મદન મન મોહા.
નયન નીર પુલકિત અતિ ગાતા, મન ધરિ ધીર કહી મૃદુ બાતા.

ખાંધ સિંહ સમાન હતી.વિશાળ વક્ષ: સ્થળ શોભી રહ્યું હતું અને મુખ અસંખ્ય કામદેવોના મનને મોહ કરનાર હતું.  ભગવાન નું સ્વરૂપ જોઈ વિભીષણ નાં નેત્રોમાં પ્રેમાશ્રુ નાં જળ ભરાયાં અને શરીર અત્યંત રોમાંચિત થયું. પછી મનમાં ધીરજ ધરી તેમણે કોમળ વચનો કહ્યાં.

નાથ દસાનન કર મૈં ભ્રાતા, નિસિચર બંસ જનમ સુરત્રાતા.
સહજ પાપપ્રિય તામસ દેહા, જથા ઉલૂકહિ તમ પર નેહા.

હે નાથ! હું  દશમુખ  રાવણ નો ભાઈ  છું. હે દેવોના રક્ષક! મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે. મારું શરીર તામસ છે. અને જેમ ઘુવડને અંધકાર પર સ્નેહ છે, તેમ સ્વભાવથી જ મને પાપ પ્રિય છે.

[ દોહા ૪૫ ]

શ્રવન સુજસુ સુનિ આયઉપ્રભુ ભંજન ભવ ભીર.
ત્રાહિ ત્રાહિ આરતિ હરન સરન સુખદ રઘુબીર

હું કાનથી આપનો સુંદર યશ સાંભળી આવ્યો છું કે પ્રભુ સંસારના ભયનો નાશ કરનારા છે.  હે દુઃખીઓના દુઃખ દુર કરનાર અને શરણાગતો ને સુખ દેનાર શ્રી રઘુવીર! ત્રાહી, ત્રાહી મારી રક્ષા કરો – રક્ષા કરો.

મંગલ ભવન અમંગલ હારી શ્રી રામા શરણં મમ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી શ્રી રામા શરણં મમ

અસ કહિ કરત દંડવત દેખા, તુરત ઉઠે પ્રભુ હરષ બિસેષા.
દીન બચન સુનિ પ્રભુ મન ભાવા, ભુજ બિસાલ ગહિ હૃદયલગાવા.

એમ કહી દંડવત કરતા તેમને પ્રભુ એ જોયા; એટલે તે અતિશય હર્ષ પામી તરત જ ઉઠ્યા.
વિભીષણ નાં દીન વચનો સાંભળી પ્રભુ મનમાં ઘણાજ  હર્ષ પામ્યા.
તેમણે પોતાની વિશાળ ભુજાઓથી પકડી તેમને હૃદય સરસા ચાંપ્યા.

અનુજ સહિત મિલિ ઢિગ બૈઠારી, બોલે બચન ભગત ભયહારી.
કહુ લંકેસ સહિત પરિવારા, કુસલ કુઠાહર બાસ તુમ્હારા.

નાના ભાઈ લક્ષ્મણજી સહિત (વિભીષણને) મળી, પોતાની પાસે બેસાડી શ્રી રામચંદ્રજી ભક્તોના ભયને હરનારાંવચનો બોલ્યા: હે  લંકેશ! પરિવાર સહિત તમારું કુશળ કહો. તમારો વાસ ખરાબ સ્થાન પર છે.

ખલ મંડલીં બસહુ દિનુ રાતી, સખા ધરમ નિબહઇ કેહિ ભાી.
મૈં જાનઉતુમ્હારિ સબ રીતી, અતિ નય નિપુન ન ભાવ અનીતી.

દિવસ રાત  દુષ્ટો ની મંડળીમાં તમે વસો છો. હે મિત્ર! તમારો ધર્મ કયા પ્રકારે નભે છે?  હું તમારી સર્વ રીતી જાણું છું. તમે અત્યંત નીતિ નિપુણ છો. તમને અનીતિ ગમતી નથી.

બરુ ભલ બાસ નરક કર તાતા, દુષ્ટ સંગ જનિ દેઇ બિધાતા.
અબ પદ દેખિ કુસલ રઘુરાયા, જૌં તુમ્હ કીન્હ જાનિ જન દાયા.

હે તાત! નરકમાં વસવું ઘણું જ સારું , પરંતુ વિધાતા દુષ્ટોનો સંગ ન દે. (વિભીષણે કહ્યું:) હે રઘુનાથજી!
હવે  આપના ચરણોના દર્શન કરી હું કુશળ છું, કારણ કે આપે પોતાનો સેવક જાણી મારા પર દયા કરી છે.

[ દોહા ૪૬ ]

તબ લગિ કુસલ ન જીવ કહુસપનેહુમન બિશ્રામ.
જબ લગિ ભજત ન રામ કહુસોક ધામ તજિ કામ

જ્યાં સુધી જીવ શોકના ઘર રૂપી  કામ વાસના છોડી શ્રી રામને ભજતો નથી,
ત્યાં સુધી તેનું કુશળ નથી અને સ્વપ્ન માં પણ તેના મનને શાંતિ નથી.

મંગલ ભવન અમંગલ હારી શ્રી રામા શરણં મમ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી શ્રી રામા શરણં મમ

તબ લગિ હૃદયબસત ખલ નાના, લોભ મોહ મચ્છર મદ માના.
જબ લગિ ઉર ન બસત રઘુનાથા, ધરેં ચાપ સાયક કટિ ભાથા.

જ્યાં સુધી ધનુષબાણ અને કમરમાં ભાથો ધરનાર શ્રી રઘુનાથજી હૃદયમાં વસતા નથી,
ત્યાં સુધી જ લોભ, મોહ, મત્સર, મદ તથા માન આદિ અનેક દુષ્ટો હૃદયમાં વસે છે.

મમતા તરુન તમી અિઆરી, રાગ દ્વેષ ઉલૂક સુખકારી.
તબ લગિ બસતિ જીવ મન માહીં, જબ લગિ પ્રભુ પ્રતાપ રબિ નાહીં.

મમતા પૂર્ણ અંધકારમય રાત્રિ  છે કે જે રાગ – દ્વેષરૂપી ધુવડોને સુખ આપનારી છે. તે મમતારૂપી અંધારી રાત જ્યાં સુધી પ્રભુતારૂપી સૂર્ય  હોતો નથી ત્યાં સુધી જ જીવના મનમાં વસે છે.

અબ મૈં કુસલ મિટે ભય ભારે, દેખિ રામ પદ કમલ તુમ્હારે.
તુમ્હ કૃપાલ જા પર અનુકૂલા, તાહિ ન બ્યાપ ત્રિબિધ ભવ સૂલા.

હે શ્રી રામ! આપના ચરણાવિંદ નાં દર્શન કરી હવે હું કુશળ છું. મારો ભારે ભય મટ્યો છે.
હે કૃપાળુ!  આપ જેના  પર પ્રસન્ન થાઓ છો, તેને ત્રણે પ્રકારનાં ભવશૂળ (અધ્યાત્મિક, આધિદૈવિક અને આધિ ભૌતિક તાપ) વ્યાપ્તા નથી.

મૈં નિસિચર અતિ અધમ સુભાઊ, સુભ આચરનુ કીન્હ નહિં કાઊ.
જાસુ રૂપ મુનિ ધ્યાન ન આવા, તેહિં પ્રભુ હરષિ હૃદયમોહિ લાવા.

હું અત્યંત નીચ સ્વભાવનો રાક્ષસ છું, મેં કદી શુભ આચરણ કર્યું નથી. જેનું રૂપ મુનિઓના ધ્યાનમાં
નથી આવતું તે પ્રભુએ પોતેજ હર્ષિત થઇ મને હદય સાથે લગાવ્યો છે!

[ દોહા ૪૭ ]

અહોભાગ્ય મમ અમિત અતિ રામ કૃપા સુખ પુંજ.
દેખેઉનયન બિરંચિ સિબ સેબ્ય જુગલ પદ કંજ.

હે કૃપા અને સુખના સમૂહ શ્રી રામચંદ્રજી! મારાં અતિ અમાપ અહો ભાગ્ય છે કે જે મેં બ્રહ્મા તથા શંકરને પણ સેવવા યોગ્ય આપનાં બંને ચરણકમળ મારાં નેત્રોથી જોયાં છે.

મંગલ ભવન અમંગલ હારી શ્રી રામા શરણં મમ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી શ્રી રામા શરણં મમ

સુનહુ સખા નિજ કહઉસુભાઊ, જાન ભુસુંડિ સંભુ ગિરિજાઊ.
જૌં નર હોઇ ચરાચર દ્રોહી, આવે સભય સરન તકિ મોહી.

(શ્રી રામે કહ્યું:) હે મિત્ર! સાંભળો. હું તમને મારો સ્વભાવ કહું છું કે જે ને  કાક્ભુશંડી, શંકર તથા પાર્વતી પણજાણે છે. જે કોઈ મનુષ્ય સંપૂર્ણ જડ ચેતન જગત ના દ્રોહી હોય પણ જો ભયભીત થઇ મારે શરણે આવે;

તજિ મદ મોહ કપટ છલ નાના, કરઉસદ્ય તેહિ સાધુ સમાના.
જનની જનક બંધુ સુત દારા, તનુ ધનુ ભવન સુહ્રદ પરિવારા.

અને મદ, મોહ તથા અનેક પ્રકારનાં છળ-કપટ  ત્યજી દે, તો હું તેને તરત જ સાધુ સમાન કરું છું.
માતા, પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, શરીર, ધન, ઘર, મિત્ર અને પરિવાર.

સબ કૈ મમતા તાગ બટોરી, મમ પદ મનહિ બા બરિ ડોરી.
સમદરસી ઇચ્છા કછુ નાહીં, હરષ સોક ભય નહિં મન માહીં.

એ સર્વના મમતારૂપી કાચા દોરાઓ એકઠા કરી, તે બધાની એક દોરી વણી ને તે દ્વારા જે પોતાના મનને મારાં ચરણોમાં બાંધે છે, જે  સમદર્શી  છે, જેને કોઈ ઈચ્છા નથી અને જેના મનમાં હર્ષ, શોક તથા ભય નથી.

અસ સજ્જન મમ ઉર બસ કૈસેં, લોભી હૃદયબસઇ ધનુ જૈસેં.
તુમ્હ સારિખે સંત પ્રિય મોરેં, ધરઉદેહ નહિં આન નિહોરેં.

એવો સજ્જન મારાં હૃદયમાં કેવો વસે છે કે, જેવું લોભીના હૃદયમાં ધન વસે છે! તમારા જેવા સંત જ મને પ્રિય છે. (અને તેઓ માટે જ મેં આ મનુષ્ય શરીર ધર્યું છે.) બીજા કોઈની પ્રાર્થના થી હું દેહ  ધરતો નથી.

[ દોહા ૪૮ ]

સગુન ઉપાસક પરહિત નિરત નીતિ દૃઢ઼ નેમ.
તે નર પ્રાન સમાન મમ જિન્હ કેં દ્વિજ પદ પ્રેમ.

જે સગુણ સાકાર ભગવાનના ઉપાસક છે, બીજાના હિતમાં લાગ્યા રહે છે, નીતિ અને નિયમોમાં દઢ છે અને જેઓને બ્રાહ્મણો નાં ચરણો માં પ્રેમ છે, તે મનુષ્ય મારા પ્રાણ સમાન છે.

મંગલ ભવન અમંગલ હારી શ્રી રામા શરણં મમ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી શ્રી રામા શરણં મમ

સુનુ લંકેસ સકલ ગુન તોરેં, તાતેં તુમ્હ અતિસય પ્રિય મોરેં.
રામ બચન સુનિ બાનર જૂથા, સકલ કહહિં જય કૃપા બરૂથા.

હે લંકેશ! સાંભળો, તમારામાં સર્વ ગુણો છે; તેથી મને અત્યંત પ્રિય છો. શ્રી રામનાં વચનો સાંભળી સર્વ વાનરોના સમૂહ કહેવા લાગ્યા: કૃપાના સમૂહ શ્રી રામનો જય થાઓ!

સુનત બિભીષનુ પ્રભુ કૈ બાની, નહિં અઘાત શ્રવનામૃત જાની.
પદ અંબુજ ગહિ બારહિં બારા, હૃદયસમાત ન પ્રેમુ અપારા.

પ્રભુની વાણી સાંભળતાં વિભીષણ તેને શ્રવણામૃત જાણી તૃપ્ત થતા નહોતા. તે વારંવાર શ્રી રામનાં ચરણકમળો પકડી લેતા હતા. તેમનો અપાર પ્રેમ હૃદયમાં સમાતો નહોતો.

સુનહુ દેવ સચરાચર સ્વામી, પ્રનતપાલ ઉર અંતરજામી.
ઉર કછુ પ્રથમ બાસના રહી, પ્રભુ પદ પ્રીતિ સરિત સો બહી.

(વિભીષણે કહ્યું:) હે દેવ! હે ચરાચર જગતના સ્વામી! હે શરણાગત ના રક્ષક! હે સર્વ ના હૃદયના અંતર્યામી! સાંભળો. મારા હૃદયમાં પ્રથમ કંઈક વાસના રહી હતી, તે પ્રભુના ચરણોની પ્રીતિ રૂપી નદીમાં તણાઈ ગઈ છે.

અબ કૃપાલ નિજ ભગતિ પાવની, દેહુ સદા સિવ મન ભાવની.
એવમસ્તુ કહિ પ્રભુ રનધીરા, માગા તુરત સિંધુ કર નીરા.

હવે હે કૃપાળુ! શંકરના મનને હંમેશ પ્રિય લાગતી આપની પવિત્ર ભક્તિ મને આપો. એવ મસ્તુ કહી રણધીર પ્રભુ શ્રી રામચંદ્રજી એ તરત સમુદ્રમાંથી જળ મંગાવ્યું.

જદપિ સખા તવ ઇચ્છા નાહીં, મોર દરસુ અમોઘ જગ માહીં.
અસ કહિ રામ તિલક તેહિ સારા, સુમન બૃષ્ટિ નભ ભઈ અપારા.

(અને કહ્યું:) હે મિત્ર! જોકે તમારી ઈચ્છા નથી, છતાં જગતમાં મારું દર્શન સફળ છે.એમ કહી શ્રી રામે તેને રાજતિલક કર્યું.(તે જ વખતે) આકાશમાંથી પુષ્પોની અપાર વૃષ્ટિ થઇ.

[ દોહા ૪૯ ]

રાવન ક્રોધ અનલ નિજ સ્વાસ સમીર પ્રચંડ.
જરત બિભીષનુ રાખેઉ દીન્હેહુ રાજુ અખંડ.

શ્રી રામચંદ્રજીએ પોતાના શ્વાસરૂપી પવનથી ઉગ્ર બનેલા રાવણ ના ક્રોધરૂપી અગ્નિમાં બળતા વિભીષણ ને બચાવ્યો અને તેને અખંડ રાજ્ય આપ્યું.

જો સંપતિ સિવ રાવનહિ દીન્હિ દિએદસ માથ.
સોઇ સંપદા બિભીષનહિ સકુચિ દીન્હ રઘુનાથ

શંકરે  જે સંપત્તિ રાવણ ને દશ મસ્તકો (નું  બલિદાન) દીધા પછી આપી હતી, તે જ સંપત્તિ રઘુનાથે વિભીષણ ને(આતો ઘણું જ ઓછું આપું છું) સંકોચાઈ ને આપી.

મંગલ ભવન અમંગલ હારી શ્રી રામા શરણં મમ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી શ્રી રામા શરણં મમ

અસ પ્રભુ છાડ઼િ ભજહિં જે આના, તે નર પસુ બિનુ પૂ બિષાના.
નિજ જન જાનિ તાહિ અપનાવા, પ્રભુ સુભાવ કપિ કુલ મન ભાવા.

એવા પરમ કૃપાળુ પ્રભુને  છોડી જે મનુષ્ય બીજાને ભજે છે, તે  શિગડાં પૂંછડાં વિનાનો પશુ જ છે. પોતાનો સેવક જાણી વિભીષણને શ્રી રામે અપનાવ્યો! પ્રભુનો સ્વભાવ વાનરકુળ ના મનને (બહુ ) ગમ્યો.

પુનિ સર્બગ્ય સર્બ ઉર બાસી, સર્બરૂપ સબ રહિત ઉદાસી.
બોલે બચન નીતિ પ્રતિપાલક, કારન મનુજ દનુજ કુલ ઘાલક.

પછી સર્વ જાણનારા, સર્વના હૃદયમાં વસનારા, સર્વ સ્વરૂપ, સર્વ થી રહિત, ઉદાસીન, કારણ વશાત  મનુષ્ય બનેલા અને રાક્ષસોના કુળનો નાશ કરનારા શ્રી રામચંદ્રજી નીતિ નું રક્ષણ કરનાર વચન બોલ્યા

સુનુ કપીસ લંકાપતિ બીરા, કેહિ બિધિ તરિઅ જલધિ ગંભીરા.
સંકુલ મકર ઉરગ ઝષ જાતી, અતિ અગાધ દુસ્તર સબ ભાતી.

હે વીર વાનરરાજ સુગ્રીવ અને લંકાપતિ વિભીષણ! સાંભળો. આ ગંભીર (ઊંડા) સમુદ્રને કયા પ્રકારે તરવો  અનેક જાતિના મગર, સર્પો  તથા માછલાં થી ભરેલો આ ઘણો અગાધ સમુદ્ર પાર કરવો સર્વ પ્રકારે મુશ્કેલ છે.

કહ લંકેસ સુનહુ રઘુનાયક, કોટિ સિંધુ સોષક તવ સાયક.
જદ્યપિ તદપિ નીતિ અસિ ગાઈ, બિનય કરિઅ સાગર સન જાઈ.

વિભીષણે કહ્યું: હે રઘુનાથજી! સાંભળો. જો કે આપનું એક જ બાણ કરોડો સમુદ્રને સુકવનારુ છે, તો પણ આવી નીતિ કહેવાઈ છે કે, પ્રથમ  સમુદ્ર પાસે જઈ વિનય કરવો.

[ દોહા ૫૦ ]

પ્રભુ તુમ્હાર કુલગુર જલધિ કહિહિ ઉપાય બિચારિ.
બિનુ પ્રયાસ સાગર તરિહિ સકલ ભાલુ કપિ ધારિ.

હે પ્રભો! સમુદ્ર આપનો કુલગુરુ (પૂર્વજ) છે. તે વિચારીને ઉપાય કહેશે. પછી રીંછો અને વાનરોની સકલ સેના વિના પ્રયાસે સમુદ્ર તરી જશે.

મંગલ ભવન અમંગલ હારી શ્રી રામા શરણં મમ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી શ્રી રામા શરણં મમ

સખા કહી તુમ્હ નીકિ ઉપાઈ, કરિઅ દૈવ જૌં હોઇ સહાઈ.
મંત્ર ન યહ લછિમન મન ભાવા, રામ બચન સુનિ અતિ દુખ પાવા.

(શ્રી રામે કહ્યું:) હે મિત્ર! તમે ઠીક ઉપાય કહ્યો. જો દૈવ  સહાય થાય તો તે જ કરીએ. લક્ષ્મણજી ના મનને એ સલાહ ગમી નહિ. શ્રી રામચંદ્રજી ના વચન સાંભળી તે ઘણું દુઃખ પામ્યા.

નાથ દૈવ કર કવન ભરોસા, સોષિઅ સિંધુ કરિઅ મન રોસા.
કાદર મન કહુએક અધારા, દૈવ દૈવ આલસી પુકારા.

(લક્ષ્મણ જી એ કહ્યું:) હે નાથ!  દૈવ નો શો ભરોસો? મનમાં ક્રોધ કરી સમુદ્રને સુકવી નાખો. દૈવ  તો કાયર ના મનનો એક આધાર છે. આળસુ (લોકો)  દૈવ દૈવ  પોકારે છે.

સુનત બિહસિ બોલે રઘુબીરા, ઐસેહિં કરબ ધરહુ મન ધીરા.
અસ કહિ પ્રભુ અનુજહિ સમુઝાઈ, સિંધુ સમીપ ગએ રઘુરાઈ.

તે સાંભળી રઘુવીર હસીને બોલ્યા: એમ જ કરીશું, મનમાં ધીરજ રાખો.
એમ કહી  નાના ભાઈને સમજાવી, શ્રી રઘુનાથજી  સમુદ્ર પાસે ગયા.

પ્રથમ પ્રનામ કીન્હ સિરુ નાઈ, બૈઠે પુનિ તટ દર્ભ ડસાઈ.
જબહિં બિભીષન પ્રભુ પહિં આએ, પાછેં રાવન દૂત પઠાએ.

તેમણે પ્રથમ મસ્તક નમાવી પ્રણામ કર્યા; પછી કિનારા પર દર્ભ બિછાવી બેઠા. બીજી તરફ જે સમયે વિભીષણ  પ્રભુ પાસે આવ્યા, તે જ  સમયે રાવણે તેમની પાછળ દૂતો મોકલ્યા હતા.

[ દોહા ૫૧ ]

સકલ ચરિત તિન્હ દેખે ધરેં કપટ કપિ દેહ.
પ્રભુ ગુન હૃદયસરાહહિં સરનાગત પર નેહ.

કપટ થી વાનરોનાં શરીર ધરી તેઓએ સર્વ ચરિત્ર જોયાં. પ્રભુના ગુણોની અને શરણાગત પરના સ્નેહની  તેઓ હૃદયમાં પ્રશંસા કરવા લાગ્યા.

મંગલ ભવન અમંગલ હારી શ્રી રામા શરણં મમ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી શ્રી રામા શરણં મમ

પ્રગટ બખાનહિં રામ સુભાઊ, અતિ સપ્રેમ ગા બિસરિ દુરાઊ.
રિપુ કે દૂત કપિન્હ તબ જાને, સકલ બાંધિકપીસ પહિં આને.

પછી ખુલ્લી રીતે સર્વ સાંભળે તેમ અત્યંત પ્રેમ સાથે તેઓ  શ્રી રામનો સ્વભાવ વખાણવા લાગ્યા.  તેઓ  પોતાનોછુપો કપટ વેશ ભૂલી ગયા! ત્યારે વાનરોએ જાણ્યું કે આ શત્રુના દૂત છે, (જેથી)
તેઓ સર્વને બાંધી સુગ્રીવ પાસે લઇ ગયા.

કહ સુગ્રીવ સુનહુ સબ બાનર, અંગ ભંગ કરિ પઠવહુ નિસિચર.
સુનિ સુગ્રીવ બચન કપિ ધાએ, બાંધિ  કટક ચહુ પાસ ફિરાએ.

(ત્યારે સુગ્રીવે કહ્યું:) હે સર્વ વાનરો સાંભળો. રાક્ષસોને અંગ ભંગ કરીને મોકલી દો. સુગ્રીવના વચન સાંભળીવાનરો દોડ્યા અને દૂતોને બાંધી તેમની સેનાની ચારે તરફ ફેરવ્યા.

બહુ પ્રકાર મારન કપિ લાગે, દીન પુકારત તદપિ ન ત્યાગે.
જો હમાર હર નાસા કાના, તેહિ કોસલાધીસ કૈ આના.

વાનરો તેમને ઘણા પ્રકારે મારવા લાગ્યા. તેઓ દિન થઇ પોકારવા લાગ્યા; છતાં વાનરોએ તેમને છોડ્યા નહિ. (તે વેળા દૂતોએ પોકારીને કહ્યું:) જે અમારાં નાક કાન કાપશે, તેને કોશલાધીશ શ્રી રામના સોગંધ છે.

સુનિ લછિમન સબ નિકટ બોલાએ, દયા લાગિ હિ તુરત છોડાએ.
રાવન કર દીજહુ યહ પાતી, લછિમન બચન બાચુ કુલઘાતી.

તે સાંભળી લક્ષ્મણજી એ સર્વને પાસે બોલાવ્યા. તેમને દયા આવી, તેથી હસીને તેમણે રાક્ષસોને તરત જ છોડાવ્યા. રાવણના હાથમાં આ ચિઠ્ઠી આપજો (અને કહેજો ) હે કુલ ઘાતક ! લક્ષ્મણનાં વચનો વાંચ.

[ દોહા ૫૨ ]

કહેહુ મુખાગર મૂઢ઼ સન મમ સંદેસુ ઉદાર.
સીતા દેઇ મિલેહુ ન ત આવા કાલ તુમ્હાર

પછી તે મૂર્ખને મોઢેથી મારો આ ઉદાર સંદેશો કહેજો કે, સીતાજીને આપીને  શ્રી રામ ને મળો;
નહી તો  તમારો કાળ આવ્યો છે.

મંગલ ભવન અમંગલ હારી શ્રી રામા શરણં મમ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી શ્રી રામા શરણં મમ

તુરત નાઇ લછિમન પદ માથા, ચલે દૂત બરનત ગુન ગાથા.
કહત રામ જસુ લંકાઆએ, રાવન ચરન સીસ તિન્હ નાએ.

લક્ષ્મણ ના ચરણોમાં મસ્તક નમાવી શ્રી રામના ગુણોની કથાઓ વર્ણવતા દૂતો તુરત જ ચાલ્યા ગયા.  શ્રી રામનો યશ કહેતા તેઓ લંકામાં આવ્યા અને તેઓએ રાવણ ના ચરણોમાં  મસ્તક  નમાવ્યાં.

બિહસિ દસાનન પૂી બાતા, કહસિ ન સુક આપનિ કુસલાતા.
પુનિ કહુ ખબરિ બિભીષન કેરી, જાહિ મૃત્યુ આઈ અતિ નેરી.

દશમુખ રાવણે હસીને વાત પૂછી: અરે શુક્ર તારું કુશળ કેમ નથી કહેતો?  વળી  એ વિભીષણની ખબર  કહે કે જેનું મૃત્યુ અત્યંત પાસે આવ્યું છે.

કરત રાજ લંકા સઠ ત્યાગી, હોઇહિ જબ કર કીટ અભાગી.
પુનિ કહુ ભાલુ કીસ કટકાઈ, કઠિન કાલ પ્રેરિત ચલિ આઈ.

એ લુચ્ચા એ રાજ્ય કરતાં કરતાં લંકા ત્યજી છે! અભાગીયો હવે જવનો કીડો બનશે. (જેમ જવનો કીડો જવની સાથે દળઈ જાયછે, તેમ વાનરો સાથે માર્યો જશે.) વળી રીંછો તથા વાનરોની સેનાના સમાચાર કહે કે જે કઠિનકાળ થી પ્રેરાઈ ને અહીં ચાલી આવેલ છે.

જિન્હ કે જીવન કર રખવારા, ભયઉ મૃદુલ ચિત સિંધુ બિચારા.
કહુ તપસિન્હ કૈ બાત બહોરી, જિન્હ કે હૃદયત્રાસ અતિ મોરી.

વળી કોમળ ચિત્ત વાળો  બિચારો સમુદ્ર જેઓના જીવનનું રક્ષણ કરનાર બન્યો છે! (અર્થાત સમુદ્રે તેઓને રસ્તો દઈ  દીધો હોત તો આજ સુધીમાં તો તેઓને રાક્ષસો ખાઈ ગયા હોત.) પછી એ તપસ્વીઓની વાત કહે કે જેઓના હૃદયમાં મારો અત્યંત ભય છે.

[ દોહા ૫૩ ]

કી ભઇ ભેંટ કિ ફિરિ ગએ શ્રવન સુજસુ સુનિ મોર.
કહસિ ન રિપુ દલ તેજ બલ બહુત ચકિત ચિત તોર.

તેઓ સાથે તારી ભેટ થઇ કે તેઓ કાનથી મારો ઉત્તમ યશ સાંભળી ને જ પાછા ફર્યા? શત્રુ સેનાનું બળ અને તેજ તું કેમ નથી કહેતો? તારું ચિત્ત ઘણું જ ભયભીત લાગેછે!

મંગલ ભવન અમંગલ હારી શ્રી રામા શરણં મમ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી શ્રી રામા શરણં મમ

નાથ કૃપા કરિ પૂછેહુ જૈસેં, માનહુ કહા ક્રોધ તજિ તૈસેં.
મિલા જાઇ જબ અનુજ તુમ્હારા, જાતહિં રામ તિલક તેહિ સારા.

(દૂતે કહ્યું: ) હે નાથ ! આપે જેમ કૃપા કરીને પૂછ્યું, તે જ પ્રમાણે ક્રોધ છોડી મારું કહેવું (સત્ય) માનજો.
જયારે આપનો નાનોભાઈ શ્રી રામને જી મળ્યો, ત્યારે તેના પહુંચતા જ શ્રીરામે તેને રાજતિલક કર્યું છે.

રાવન દૂત હમહિ સુનિ કાના, કપિન્હ બાંધિ  દીન્હે દુખ નાના.
શ્રવન નાસિકા કાટૈ લાગે, રામ સપથ દીન્હે હમ ત્યાગે.

અમે રાવણ નાં દૂત છીએ એવું કાનથી સાંભળતાં જ  વાનરોએ અમને બાંધી ઘણું દુઃખ દીધું; તેઓ અમારાં નાક કાન કાપવા લાગ્યા, ત્યારે શ્રીરામના સોગંધ દેવાથી માંડ માંડ તેઓએ અમને છોડ્યા.

પૂછિહુ નાથ રામ કટકાઈ, બદન કોટિ સત બરનિ ન જાઈ.
નાના બરન ભાલુ કપિ ધારી, બિકટાનન બિસાલ ભયકારી.

હે નાથ આપે શ્રી રામની સેના પૂછી પરંતુ તે સો કરોડ મુખોથી પણ વર્ણવી શકાતી નથી. એ સેના અનેક રંગના રીંછ તથા વાનરોની છે; જે ભયંકર મુખ વાળા વિશાળ શરીર વાળા તથા ભયાનક છે.

જેહિં પુર દહેઉ હતેઉ સુત તોરા, સકલ કપિન્હ મહતેહિ બલુ થોરા.
અમિત નામ ભટ કઠિન કરાલા, અમિત નાગ બલ બિપુલ બિસાલા.

જેણે (આપનું) નગર સળગાવ્યું અને આપના પુત્રને માર્યો, તેનું બળ તો સર્વ વાનરોમાં થોડું જ છે. અસંખ્ય નામોવાળા ઘણા જ કઠોર અને ભયંકર યોદ્ધાઓ છે. તેઓમાં અસંખ્ય હાથીઓનું બળ છે અને તેઓ મોટા કદના છે.

[ દોહા ૫૪ ]

દ્વિબિદ મયંદ નીલ નલ અંગદ ગદ બિકટાસિ.
દધિમુખ કેહરિ નિસઠ સઠ જામવંત બલરાસિ.

દ્વીવીદ, મયંદ, નીલ, નલ, અંગદ , ગદ, વિકટાસ્ય, દધિમુખ, કેસરી, નિશઠ, શઠ અને  જાંબુવન – એ બધા બળના ઢગ છે.

મંગલ ભવન અમંગલ હારી શ્રી રામા શરણં મમ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી શ્રી રામા શરણં મમ

એ કપિ સબ સુગ્રીવ સમાના, ઇન્હ સમ કોટિન્હ ગનઇ કો નાના.
રામ કૃપાઅતુલિત બલ તિન્હહીં, તૃન સમાન ત્રેલોકહિ ગનહીં.

એ સર્વ વાનરો બળમાં સુગ્રીવ સમાન છે અને એના જેવા એક -બે નથી. પણ કરોડો છે. તે અનેકોને કોણ ગણી શકે છે?શ્રી રામની કૃપાથી તેઓમાં અતુલિત બળ છે. તેઓ ત્રણે લોકને તણખલાં ની જેમ તુચ્છ ગણે છે.

અસ મૈં સુના શ્રવન દસકંધર, પદુમ અઠારહ જૂથપ બંદર.
નાથ કટક મહસો કપિ નાહીં, જો ન તુમ્હહિ જીતૈ રન માહીં.

હે દશગ્રીવ! મેં કાનથી આમ સાંભળ્યું છે કે, અઢાર પદ્મ  તો વાનરોના સેનાપતિઓજ  છે! તે સેનામાં એવો કોઈ વાનર નથી કે જે આપને રણમાં ન જીતે.

પરમ ક્રોધ મીજહિં સબ હાથા, આયસુ પૈ ન દેહિં રઘુનાથા.
સોષહિં સિંધુ સહિત ઝષ બ્યાલા, પૂરહીં ન ત ભરિ કુધર બિસાલા.

બધા અત્યંત ક્રોધથી હાથ મસળી રહ્યાછે, પણ શ્રી રઘુ નાથજી તેઓને આજ્ઞા દેતા નથી. અમે માછલાં તથા સર્પો સહીત સમુદ્રને સુકવી નાખીશું અથવા મોટા પર્વતોથી તેને ભરી દઈ પૂરી નાખીશું.

મર્દિ ગર્દ મિલવહિં દસસીસા, ઐસેઇ બચન કહહિં સબ કીસા.
ગર્જહિં તર્જહિં સહજ અસંકા, માનહુ ગ્રસન ચહત હહિં લંકા

અને રાવણને મસળી ધૂળમાં મિલાવી દઈશું. સર્વ વાનરો એવા જ વચનો કહી રહ્યા છે. બધા સ્વભાવથી જ  નિશંક(નિર્ભય) છે અને એવી ગર્જનાઓ અને તર્જનાઓ કરે છે કે જાણે લંકાને ગળી જવા ઇચ્છતા હોય!

[ દોહા ૫૫ ]

સહજ સૂર કપિ ભાલુ સબ પુનિ સિર પર પ્રભુ રામ.
રાવન કાલ કોટિ કહુ જીતિ સકહિં સંગ્રામ.

સર્વ વાનરો તથા રીંછો સ્વાભાવિક શુરા છે અને વળી તેઓના શિર પર (સર્વેશ્વર) પ્રભુ શ્રી રામચંદ્રજી છે. (એટલે  પૂછવું જ શું?) હે રાવણ! તેઓ સંગ્રામમાં  કરોડો કાળને (પણ) જીતી શકે છે.

મંગલ ભવન અમંગલ હારી હરે રામ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી હરે રામ

રામ તેજ બલ બુધિ બિપુલાઈ, શેષ સહસ સત  સકહી  ન ગાઈ.
સક  સર એક સોષી સત સાગર ,તવ ભ્રાતહી પૂછે ઉ  નય  નાગર.

શ્રી રામચંદ્રજીનું તેજ, બળ બુદ્ધિની અધિકતાને લાખો શેષનાગો પણ ગાઈ શકતા નથી. તે એકજ બાણથી સમુદ્રોને સુકવી શકે છે, પરંતુ નીતિનિપુણ્ શ્રીરામે (નીતિ જાળવવા) તમારા ભાઈને ઉપાય પૂછ્યો.

તાસુ બચન સુનિ સાગર પાહીં, માગત પંથ કૃપા મન માહીં.
સુનત બચન બિહસા દસસીસા, જૌં અસિ મતિ સહાય કૃત કીસા.

પછી  તેમનાં (આપના ભાઈ નાં) વચનો સાંભળી તે (શ્રીરામ) સમુદ્ર પાસે રસ્તો માગી રહ્યા છે.
તેમનાં મનમાં  કૃપા છે. દૂત નાં વચન સાંભળી રાવણ ખુબ હસ્યો. (અને બોલ્યો:)
જયારે આવી બુદ્ધિ છે ત્યારે જ વાનરોને સહાયક બનાવ્યા છે!

સહજ ભીરુ કર બચન દૃઢ઼ાઈ, સાગર સન ઠાની મચલાઈ.
મૂઢ઼ મૃષા કા કરસિ બડ઼ાઈ, રિપુ બલ બુદ્ધિ થાહ મૈં પાઈ.

સ્વભાવથી  બીકણ વિભીષણ નાં વચન માની તેમણે સમુદ્ર પાસે બાળહઠ કરવા માંડી છે! ઓ મૂઢ! વ્યર્થ  બડાઈ શું  કરેછે? બસ મેં શત્રુ (શ્રી રામ) નું બળ તથા બુદ્ધિનો તાગ મેળવી લીધો.

સચિવ સભીત બિભીષન જાકેં, બિજય બિભૂતિ કહાજગ તાકેં.
સુનિ ખલ બચન દૂત રિસ બાઢ઼ી, સમય બિચારિ પત્રિકા કાઢ઼ી.

જેના વિભીષણ જેવા બીકણ મંત્રી હોય, તેને જગતમાં વિજય તથા  ઐશ્વર્ય  ક્યાંથી મળે? દુષ્ટ રાવણનાં  વચન  સાંભળી દૂતનો ક્રોધ વધ્યો. તેણે સમય વિચારી પત્રિકા કાઢી.

રામાનુજ દીન્હી યહ પાતી, નાથ બચાઇ જુડ઼ાવહુ છાતી.
બિહસિ બામ કર લીન્હી રાવન, સચિવ બોલિ સઠ લાગ બચાવન.

(અને કહ્યું:) શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણે આ પત્રિકા આપી છે. હે નાથ! આને  વંચાવી છાતી ઠંડી કરો. રાવણે હસીને તેને ડાબા હાથમાં લીધી અને મંત્રીને બોલાવી મૂર્ખ તે (પત્રિકા) વંચાવવા લાગ્યો.

[ દોહા ૫૬ ]

બાતન્હ મનહિ રિઝાઇ સઠ જનિ ઘાલસિ કુલ ખીસ.
રામ બિરોધ ન ઉબરસિ સરન બિષ્નુ અજ ઈસ.

(પત્રિકામાં લખ્યું હતું ) અરે મૂર્ખ કેવળ વાતોથી જ મનને રીઝવી પોતાના કુળનો નાશ ન કર! શ્રી રામ સાથે  વિરોધ કરી તું બ્રહ્મા, વિષ્ણું તથા મહેશ્વર ને શરણે જાય તો પણ બચવાનો નથી.

કી તજિ માન અનુજ ઇવ પ્રભુ પદ પંકજ ભૃંગ.
હોહિ કિ રામ સરાનલ ખલ કુલ સહિત પતંગ.

કાંતો માન ત્યજી પોતાના નાના ભાઈ વિભીષણ નીપેઠે  પ્રભુના ચરણકમળ નો ભમરો થા; નહિ તો હે દુષ્ટ! શ્રી રામના બાણ રૂપી અગ્નિમાં પરિવાર સાથે પતંગિયું થઈશ.

મંગલ ભવન અમંગલ હારી હરે રામ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી હરે રામ

સુનત સભય મન મુખ મુસુકાઈ, કહત દસાનન સબહિ સુનાઈ.
ભૂમિ પરા કર ગહત અકાસા, લઘુ તાપસ કર બાગ બિલાસા.

(આ) સાંભળતાં જ રાવણ મનમાં ભયભીત થયો, પરંતુ  મુખથી (ઉપલક) મંદ હસી તે સર્વ ને સંભળાવી કહેવા લાગ્યો કે, જેમ પૃથ્વી પર પડેલો (કોઈ મનુષ્ય) આકાશને હાથથી પકડવાની ચેષ્ઠા કરે, તેમ આ નાનોતપસ્વી (લક્ષ્મણ) વાણીનો વિલાસ (બડાઈ) કરે છે.

કહ સુક નાથ સત્ય સબ બાની, સમુઝહુ છાડ઼િ પ્રકૃતિ અભિમાની.
સુનહુ બચન મમ પરિહરિ ક્રોધા, નાથ રામ સન તજહુ બિરોધા.

શુક દૂતે કહ્યું: હે નાથ!  અભિમાની સ્વભાવને છોડી (આ પત્રિકામાં લખેલી ) સર્વ વાતો સત્ય સમજો.
ક્રોધ છોડી  મારું વચન સાંભળો. હે નાથ! શ્રી રામ તરફનો વિરોધ ત્યજી દો.

અતિ કોમલ રઘુબીર સુભાઊ, જદ્યપિ અખિલ લોક કર રાઊ.
મિલત કૃપા તુમ્હ પર પ્રભુ કરિહી, ઉર અપરાધ ન એકઉ ધરિહી.

શ્રી રઘુવીર સમસ્ત લોકોના સ્વામી હોવા છતાં પણ તેમનો સ્વભાવ અતિ કોમળ છે. (તેમને)
મળતાં જ (તે)  પ્રભુ તમારા પર કૃપા કરશે અને તમારો એક પણ અપરાધ હૃદયમાં નહિ રાખે.

જનકસુતા રઘુનાથહિ દીજે, એતના કહા મોર પ્રભુ કીજે.
જબ તેહિં કહા દેન બૈદેહી, ચરન પ્રહાર કીન્હ સઠ તેહી.

સીતાજી  શ્રી રઘુનાથજી ને આપી દો, હે પ્રભુ! આટલું મારું કહ્યું કરો. જયારે તેણે (એ દૂતે) સીતાજીને  આપી દેવા કહ્યું, ત્યારે દુષ્ટ રાવણે તેને લાત મારી.

નાઇ ચરન સિરુ ચલા સો, તહા કૃપાસિંધુ રઘુનાયક જહા.
કરિ પ્રનામુ નિજ કથા સુનાઈ, રામ કૃપાઆપનિ ગતિ પાઈ.

(એટલે તે પણ વિભીષણ ની પેઠે) ચરણોમાં મસ્તક નમાવી જ્યાં કૃપાસાગર શ્રી રઘુનાથજી હતા ત્યાં ચાલ્યો ગયો પ્રણામ કરી તેણે પોતાની કથા સંભળાવી અને શ્રી રામની કૃપાથી પોતાની ગતિ (મુનિ નું સ્વરૂપ) પ્રાપ્ત કરી.

રિષિ અગસ્તિ કીં સાપ ભવાની, રાછસ ભયઉ રહા મુનિ ગ્યાની.
બંદિ રામ પદ બારહિં બારા, મુનિ નિજ આશ્રમ કહુપગુ ધારા.

(શંકર કહે છે:)  હે ભવાની! તે શુક જ્ઞાની મુનિ હતો. અગત્સ્ય ઋષિના શાપથી રાક્ષસ થયો હતો.
વારંવાર શ્રી રામના ચરણોમાં વંદન કરી તે મુનિ પોતાના આશ્રમ તરફ ગયો.

[ દોહા ૫૭ ]

બિનય ન માનત જલધિ જડ઼ ગએ તીન દિન બીતિ.
બોલે રામ સકોપ તબ ભય બિનુ હોઇ ન પ્રીતિ.

આ તરફ ત્રણ દિવસ વીત્યા છતાં જડ સમુદ્રે  વિનય માન્યો નહિ, ત્યારે શ્રી રામચંદ્ર ક્રોધ સહીત બોલ્યા:
ભય વિના પ્રીતિ થતી નથી.

મંગલ ભવન અમંગલ હારી હરે રામ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી હરે રામ

લછિમન બાન સરાસન આનૂ, સોષૌં બારિધિ બિસિખ કૃસાનૂ.
સઠ સન બિનય કુટિલ સન પ્રીતી, સહજ કૃપન સન સુંદર નીતી.

હે લક્ષ્મણ ધનુષ્ય બાણ લાવો. હું અગ્નિબાણ થી સમુદ્રને સુકવી નાખું. શઠ પ્રત્યે વિનય , કુટિલ સાથે પ્રીતિ,  સ્વાભાવિક કંજૂસ સાથે સુંદર નીતિ( ઉદારતા નો ઉપદેશ )

મમતા રત સન ગ્યાન કહાની, અતિ લોભી સન બિરતિ બખાની.
ક્રોધિહિ સમ કામિહિ હરિ કથા, ઊસર બીજ બએફલ જથા.

મમતામાં આશક્ત પ્રત્યે જ્ઞાનની કથા, અત્યંત લોભી પાસે વૈરાગ્યનું વર્ણન, ક્રોધી પાસે શાંતિની વાત અને કામી પાસે શ્રી હરિની કથા – એનું ફળ ખારી જમીનમાં બીજ રોપવા જેવું છે.

અસ કહિ રઘુપતિ ચાપ ચઢ઼ાવા, યહ મત લછિમન કે મન ભાવા.
સંઘાનેઉ પ્રભુ બિસિખ કરાલા, ઉઠી ઉદધિ ઉર અંતર જ્વાલા.

એમ કહી રઘુનાથજીએ  ધનુષ્ય ચડાવ્યું. આ મત લક્ષ્મણજી ના  મનને બહુ ગમ્યો. પ્રભુએ ભયાનક અગ્નિબાણસાંધ્યું, જેથી સમુદ્રની મધ્યમાં જ્વાળાઓ ઊઠી.

મકર ઉરગ ઝષ ગન અકુલાને, જરત જંતુ જલનિધિ જબ જાને.
કનક થાર ભરિ મનિ ગન નાના, બિપ્ર રૂપ આયઉ તજિ માના.

મગર, સર્પ તથા માછલાં નો સમૂહ વ્યાકુળ થયો. જયારે સમુદ્રે  જીવોને બળતા જાણ્યા, ત્યારે સોનાના
થાળમાં  અનેક મણિઓ  રત્નો ભરી, અભિમાન છોડી, તે બ્રાહ્મણ ના રૂપમાં આવ્યો.

[ દોહા ૫૮ ]

કાટેહિં પઇ કદરી ફરઇ કોટિ જતન કોઉ સીંચ.
બિનય ન માન ખગેસ સુનુ ડાટેહિં પઇ નવ નીચ.

( કાકભુશુન્ડી કહે છે: ) હે ગરુડજી સાંભળો. ભલે કોઈ કરોડ ઉપાય કરી (પાણી ) સીંચે, તોપણ કેળ તો કાપ્યા પછી જ  ફળે છે, તેમ નીચ વિનયથી માનતો નથી, તેતો ભય બતાવ્યા પછી જ  નમે છે.

મંગલ ભવન અમંગલ હારી હરે રામ

દ્રવહુ સો દશરથ અજીર બીહારી હરે રામ

સભય સિંધુ ગહિ પદ પ્રભુ કેરે, છમહુ નાથ સબ અવગુન મેરે.
ગગન સમીર અનલ જલ ધરની, ઇન્હ કઇ નાથ સહજ જડ઼ કરની.

સમુદ્રે ભયભીત થઇ પ્રભુનાં ચરણો પકડી કહ્યું: હે નાથ ! મારા સર્વ  અવગુણ (અપરાધ ) ક્ષમા કરો.
હે નાથ !  આકાશ,વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એમની કરણી સ્વભાવથી જ  જડ છે.

તવ પ્રેરિત માયાઉપજાએ, સૃષ્ટિ હેતુ સબ ગ્રંથનિ ગાએ.
પ્રભુ આયસુ જેહિ કહજસ અહઈ, સો તેહિ ભાંતિ રહે સુખ લહઈ.

આપની પ્રેરણા થી માયા એ તેઓને સૃષ્ટિ માટે ઉત્પન્ન કરેલાં છે, એમ સર્વ ગ્રંથોએ ગાયું છે. જેને માટે સ્વામીની આજ્ઞા હોય તે પ્રકારે રહેવામાં જ તે સુખ પામે છે.

પ્રભુ ભલ કીન્હી મોહિ સિખ દીન્હી, મરજાદા પુનિ તુમ્હરી કીન્હી.
ઢોલ ગવા સૂદ્ર પસુ નારી, સકલ તાડ઼ના કે અધિકારી.

પ્રભુએ સારું કર્યું કે મને શિક્ષા દીધી,પરંતુ મર્યાદા( જીવોની પ્રકૃતિ ) પણ આપે જ રચી છે. ઢોલ, ગમાર,
શુદ્ર ,પશુ  અને સ્ત્રી એ સર્વ દંડ નાં અધિકારી છે.

પ્રભુ પ્રતાપ મૈં જાબ સુખાઈ, ઉતરિહિ કટકુ ન મોરિ બડ઼ાઈ.
પ્રભુ અગ્યા અપેલ શ્રુતિ ગાઈ, કરૌં સો બેગિ જૌ તુમ્હહિ સોહાઈ.

પ્રભુનાં પ્રતાપથી હું સુકાઈ જઈશ અને સેના પાર ઉતારી જશે. એમાં મારી મોટાઈ નથી( મારી મર્યાદા નહિ રહે ), તોપણ આપની આજ્ઞા ઓળંગવી યોગ્ય નથી. એમ વેદો ગાય છે. હવે આપને જે ઠીક લાગે તે જ હું તરત કરું.

[ દોહા ૫૯ ]

સુનત બિનીત બચન અતિ કહ કૃપાલ મુસુકાઇ.
જેહિ બિધિ ઉતરૈ કપિ કટકુ તાત સો કહહુ ઉપાઇ

સમુદ્રનાં અત્યંત વિનીત વચનો સાંભળી કૃપાળુ શ્રી રામે હસીને કહ્યું
હે તાત ! જે પ્રકારે વાનર સેના પાર ઉતરે તે ઉપાય કહો.

મંગલ ભવન અમંગલ હારી જય સીયારામ જય જય હનુમાન

દ્રવહુ સો દશરથ અજીર બીહારી જય સીયારામ જય જય હનુમાન

નાથ નીલ નલ કપિ દ્વૌ ભાઈ, લરિકાઈ રિષિ આસિષ પાઈ.
તિન્હ કે પરસ કિએગિરિ ભારે, તરિહહિં જલધિ પ્રતાપ તુમ્હારે.

(સમુદ્રે કહ્યું: ) હે નાથ ! નીલ તથા નલ બંને વાનરો ભાઈ છે. તેઓએ બાળપણ માં ઋષિ પાસે આશીર્વાદમેળવ્યો છે. તેઓના સ્પર્શ કરવાથી જ ભારે પર્વતો પણ આપના પ્રતાપથી સમુદ્ર પર તરશે.

મૈં પુનિ ઉર ધરિ પ્રભુતાઈ, કરિહઉ બલ અનુમાન સહાઈ.
એહિ બિધિ નાથ પયોધિ બાઇઅ, જેહિં યહ સુજસુ લોક તિહુગાઇઅ.

હું પણ પ્રભુની પ્રભુતાઈ ને હૃદયમાં ધારણ કરી મારા બળ પ્રમાણે સહાય કરીશ. હે નાથ ! એ પ્રકારે સમુદ્ર બાંધવો કે જેથી ત્રણે લોકમાં આપનો સુંદર યશ ગવાય.

એહિ સર મમ ઉત્તર તટ બાસી, હતહુ નાથ ખલ નર અઘ રાસી.
સુનિ કૃપાલ સાગર મન પીરા, તુરતહિં હરી રામ રનધીરા.

અને આ ચઢાવેલા બાણ થી મારા ઉત્તર કિનારા પાર રહેનારા, પાપના ઢગ સરખા દુષ્ટ મનુષ્યોનો નાશ કરો.કૃપાળુ અને રણધીર શ્રી રામે સમુદ્રના મનની પીડા સાંભળી તેને તરત જ હરી લીધી
અર્થાત બાણ થી તે દુષ્ટો નો નાશ કર્યો. દેખિ રામ બલ પૌરુષ ભારી, હરષિ પયોનિધિ ભયઉ સુખારી.
સકલ ચરિત કહિ પ્રભુહિ સુનાવા, ચરન બંદિ પાથોધિ સિધાવા.
શ્રી રામ નું ભારે બળ અને પરાક્રમ જોઈ સમુદ્ર હર્ષિત થઇ સુખી થયો . તેણે એ દુષ્ટો નું સર્વ ચરિત્ર પ્રભને કહી સંભળાવ્યું. પછી ચરણો માં નમી સમુદ્ર ગયો.

દેખી રામ બલ પૌરુષ ભારી.
હરષિ પાયોનિધિ ભયઉ સુખારી.

સકલ ચરિત કહિ પ્રભુહિ સુનાવા.
ચરન બંદિ પયોધિ સિધાવા.

છંદ

નિજ ભવન ગવનેઉ સિંધુ શ્રીરઘુપતિહિ યહ મત ભાયઊ.
યહ ચરિત કલિ મલહર જથામતિ દાસ તુલસી ગાયઊ.
સુખ ભવન સંસય સમન દવન બિષાદ રઘુપતિ ગુન ગના.
તજિ સકલ આસ ભરોસ ગાવહિ સુનહિ સંતત સઠ મના.

સમુદ્ર  પોતાના નિવાસમાં ગયો રઘુનાથજીને તેની એ સલાહ ઠીક લાગી.
આ ચરિત્ર કલિયુગ નાં પાપોને હરનારું છે. આને તુલસીદાસે પોતાની બુદ્ધિ અનુસાર ગાયું છે.
શ્રી રઘુનાથજીના ગુણ સમૂહ સુખનું ધામ, સંદેહ ને દુર કરનાર અને ખેદ નો નાશ કરનાર છે.
દુષ્ટ મન! તું સંસારના સર્વ આશા-ભરોસા તજી  નિરંતર આને ગા તથા સાંભળ.

[ દોહા ૬૦ ]

સકલ સુમંગલ દાયક રઘુનાયક ગુન ગાન,
સાદર સુનહિં તે તરહિં ભવ સિંધુ બિના જલજાન.

શ્રી રઘુનાથજી નાં ગુણગાન સંપૂર્ણ  સુંદર મંગળો આપનાર છે. જે આને આદર સહિત સાંભળશે, તે કોઈ જલયાન  (વહાણ) વિના  જ સંસાર સમુદ્ર  તારી જશે.

મંગલ ભવન અમંગલ હારી જય સીયારામ જય જય હનુમાન

દ્રવહુ સો દશરથ અજીર બીહારી જય સીયારામ જય જય હનુમાન

ઇતિ શ્રીરામચરિતમાનસે સકલકલિકલુષવિધ્વંસને પંચમ: સોપાન: સમાપ્ત:

(સુંદર કાંડ સમાપ્ત)

titledescription
PDF Nameસુંદરકાંડ ગુજરાતી pdf
PDF Sizes4.2 MB
No. of Pages56
LanguageGujarati
CategoryReligion & Spirituality
ડાઉનલોડ કરવા માટે PDF નામ પર ક્લિક કરો.

 

DescriptionLink
હનુમાન ચાલીસા હિન્દીમાંहनुमान चालीसा हिंदी में PDF
હનુમાન ચાલીસા અંગ્રેજીમાંHanuman Chalisa English PDF
હનુમાન ચાલીસા પીડીએફ ડાઉનલોડHanuman Chalisa PDF

 

Also Read

Sunderkand Lyrics in English

Sunderkand Lyrics in Hindi